ક્રોએશિયા:શહેરની વસતિ વધારવા મેયરની લોભામણી ઓફર, માત્ર 12 રૂપિયામાં ઘર ખરીદો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
19 ઘરમાંથી અત્યાર સુધી 17નાં નવા માલિક મળી ગયા - Divya Bhaskar
19 ઘરમાંથી અત્યાર સુધી 17નાં નવા માલિક મળી ગયા
  • ઘર ખરીદનારની ઉંમર 40 વર્ષથી વધુ ના હોવી જોઈએ
  • લેગ્રાડ શહેરમાં હાલ માત્ર 2250 લોકો રહે છે

પોતાનું ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે. ઘરની કિંમત અથવા તો આર્થિક સ્થિતિને લીધે ઘણા લોકોની સપનાં અધૂરા રહી જતા હોય છે, પણ દુનિયામાં એક એવો દેશ પણ છે જે સાવ મામૂલી કિંમતે ઘરે વેચી રહ્યા છે. ક્રોએશિયામાં ઘર ખરીદનારા લોકો માત્ર 12 રૂપિયા આપીને રહી શકે છે.

સ્થાનિકો ઘર ખાલી મૂકીને બીજે જતા રહ્યા
12 રૂપિયા સાંભળીને શરુઆતમાં તો નવાઈ લાગે પણ આ વાત સાચી છે. ક્રોએશિયાનાં નોર્થ પાર્ટમાં લેગ્રાડ શહેર આવેલું છે. અહીંની વસતી ઓછી અને ટ્રાન્સપોર્ટ તથા કનેક્ટિવિટીની વ્યવસ્થા ઓછી હોવાને લીધે સ્થાનિકો પોતાના ઘર ખાલી મૂકીને બીજે રહેવા જતા રહ્યા છે. ઘર ખાલી જોઇને પ્રશાસને જ વેચવાનો નિર્ણય કર્યો છે.

15 વર્ષ સુધી આ શહેરમાં રહેવું પડશે
શહેરના મેયર ઇવાન સાર્બોલિકે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, હાલમાં એકસાથે 19 ઘર ખાલી થઈ ગયા હતા. તેની કિંમત 12 રૂપિયા રાખી છે. 17 ઘર અત્યાર સુધી વેચાઈ ગયા છે. અમારા શહેરની બોર્ડર હંગેરી સાથે જોડાયેલી છે. અમે બોર્ડર ટાઉનને અન્ય સ્થળ સાથે ટ્રાન્સપોર્ટથી કનેક્ટ કર્યું છે, તેમ છતાં ઘણા સમયથી શહેરમાં વસતિ ઓછી થઈ રહી છે. લોકો આ શહેર છોડીને બીજે રહેવા ચાલ્યા જાય છે. જો કોઈને આ શહેરમાં રહેવા ઘર ખરીદવું હોય તો તેમને પ્રશાસન મદદ કરશે, પણ 15 વર્ષ સુધી રહેવાનું એગ્રીમેન્ટ કરવું પડશે.

જંગલોની વચ્ચે આવેલું સુંદર શહેર
ક્રોએશિયામાં આવેલું આ શહેર ગ્રીનરી અને જંગલોથી ઘેરાયેલું છે. આ શહેરની વસતિ 2250 છે. આજથી 100 વર્ષ પહેલાં આ શહેરમાં હાલની વસતિ કરતાં ડબલ લોકો રહેતા હતા, પણ ધીમે-ધીમે બધાએ શહેર છોડીને બીજી જગ્યાએ જવા વાટ પકડી.

એક સમય એવો હતો જ્યારે ક્રોએશિયામાં લેગ્રાડ શહેર દેશની બીજી એવી જગ્યા હતી જ્યાં વધારે વસતિ હતી. આશરે 100 વર્ષ પહેલાં ઓસ્ટ્રો અને હંગેરિયન સામ્રાજ્ય તૂટ્યા પછી માનવવસતિ ઓછી થઈ રહી છે. શહેરના મેયર વસતિ વધારવા માટે તેમનાથી શક્ય પ્રયત્નો અને લોભામણી ઓફર આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...