તમિલનાડુના કોઇમ્બતુર શહેરમાં ટ્રાન્સજેન્ડર્સના એક ગ્રુપે કોરોનાં વાઈરસને લીધે થયેલા લોકડાઉનની અસર રોજગારી પર પડવાને લીધે પોતાનું કિચન શરુ ર્ક્યું છે.તેમણે 32 સીટર રેસ્ટોરાંની શરૂઆત કરી છે તેને ‘કોવાઈ ટ્રાન્સ કિચન’ નામ આપ્યું છે.
છેલ્લા ઘણા મહિનાથી લોકડાઉનને લીધે ટ્રાન્સજેન્ડરને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ઘણા લોકો એવા પણ હતા જેમને બે ટંકનું ભોજન મળવું પણ મુશ્કેલ હતું. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તેમણે કરેલા આ પ્રયત્નોના લોકો વખાણ કરી રહ્યા છે.
કોઇમ્બતુર ટ્રાન્સજેન્ડર એસોસિએશનના હેડ સંગીતાના જણાવ્યા પ્રમાણે, અમે હવે બીજું રેસ્ટોરાં ખોલવાની પણ યોજના બનાવી રહ્યા છે. અમારા સમુદાય માટે આ ઘણું જરૂરી છે કે તેઓ કોઈની સામે હાથ લાંબો કરવાનું બંધ કરે અને આત્મનિર્ભરતાના રસ્તા પર ચાલે. રેસ્ટોરાં શરુ કર્યા પહેલાં અમને ઘણી તકલીફો પડી, પણ અમારી સ્ટોરી લોકડાઉનને લીધે બેરોજગાર થયેલા દરેક લોકોને પ્રેરણા આપશે.
કોઇમ્બતુર શહેરમાં રહેતો રાજન સોશિયલ વર્કર છે, તેણે કહ્યું કે, મેં ગયા અઠવાડિયે જોયું કે કેટલાક ટ્રાન્સજેન્ડર ભેગા મળીને એક રેસ્ટોરાં શરુ કરી રહ્યા છે. હું તેમનું કામ જોઇને ઘણો ખુશ થયો છું. આ રેસ્ટોરાંની મદદથી તેઓ પોતાના જેવા અન્ય લોકોને પણ કમાણી કરવા મોકો આપી રહ્યા છે.
અન્ય એક રહેવાસી મર્સીએ કહ્યું કે, હું સામાન્ય રીતે તમિલનાડુ અને સાઉથ ઇન્ડિયાના અલગ-અલગ શહેરોનો પ્રવાસ કરું છું. હું ખાવાનો શોખીન છું. ‘કોવાઈ ટ્રાન્સ કિચન’નું ભોજન ઘણું ટેસ્ટી હોય છે. આ એક સારો બિઝનેસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.