‘ઘરના કોઈ ખૂણામાં ટ્રોફીઓ ધૂળ ખાઈ રહી છે. ગોલ્ડ અને સિલ્વર મેડલ પર જંગ લાગી ગયો છે. દીવાલો પર ફ્રેમમાં ફોટોઝ લટકાવ્યા છે, જેમાં દૂરથી ગર્વથી ભરેલા ચહેરાઓ નજર આવી રહ્યા છે, પણ અત્યારે હું જ ચહેરાઓ જોઉં છું, એ પીળા પડી ગયા છે. કોણ કહી શકે કે નેશનલ-ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં આ મેડલ જીતનારા ખેલાડીઓ પોતાના ખરાબ દિવસોમાં ચાની દુકાન અને શાકભાજી વેચવા મજબૂર થયા છે.’
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ સિરીઝની પહેલી કડીમાં આજે એ મહિલાઓ ખેલાડીઓને મળીશું, જેમણે સુવિધાઓના અભાવમાં પણ સંઘર્ષ કરીને સફળતા મેળવી હતી, દેશનું નામ રોશન કર્યું, પરંતુ આજે તે પોતે બે ટાઈમનું ભોજન પણ ઠીકથી કરી શકતી નથી, એના માટે તેને આકરા પરિશ્રમમાંથી પસાર થવું પડે છે.
દીપ્તિ આર્ચરીની નેશનલ ચેમ્પિયન પણ ચા વેચી રહી
ઝારખંડના લોહરદગામાં જન્મેલી દીપ્તિ કુમારી આર્ચર છે. પોતાના કરિયરમાં તેણે 100થી વધુ મેડલ જીત્યા. 15 વર્ષ સુધી આર્ચરી કરીને પછી તે રાંચીનાં અરગોડામાં ચા વેચી રહી છે.
ચા વેચીને તે રોજના ₹400-500 કમાઈ છે. આ પૈસાથી તે ધનુષ ખરીદવા માટે લીધેલી 4.5 લાખની લોન ચૂકવી રહી છે. દીપ્તિનું દુર્ભાગ્ય રહ્યું કે વર્ષ 2013માં વર્લ્ડકપની ટ્રાયલ દરમિયાન તેનું ધનુષ તૂટી ગયું. આ ઘટના પછી વર્લ્ડકપમાં ભાગ લઈને તેનું સપનું પણ અધૂરું રહી ગયું. અમુક સમય સુધી તેણે વાંસના ધનુષથી ટૂર્નામેન્ટ રમી અને મેડલ જીત્યા.
મારિયા 30 વર્ષ જ્વેલિન થ્રોનાં કોચ રહ્યાં, હવે ટીબીથી પીડિત
મારિયા ગોરતી ખલખો મૂળ રૂપથી ઝારખંડના ગુમલા જિલ્લાની રહેવાસી છે. હાલ તે રાંચીના સીરી વિસ્તારમાં પોતાની બહેનની સાથે રહે છે. 70-80ના દાયકામાં મારિયાએ અનેક નેશનલ જ્વેલિન થ્રો ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને મેડલ જીત્યા. 1988-2018 સુધી નિરંતર 30 વર્ષો સુધી લાતેહારના મહુઆટાંડમાં જ્વેલિન થ્રોની કોચ રહી ચૂકી છે. રાષ્ટ્રીય સ્તરનાં ખેલાડીઓ તેમની પાસેથી ટ્રેનિંગ લઈ ચૂક્યાં છે. આજે મારિયા ટીબીની દર્દી છે અને બેડ પર છે. તેની પાસે દવા ખરીદવાના પૈસા પણ નથી.
બેકરીમાં સેલ્સગર્લ છે નેશનલ હેન્ડબોલ પ્લેયર શબનમ
શબનમ જમશેદપુરની રહેવાસી છે. હેન્ડબોલની નેશનલ પ્લેયર રહી ચૂકી છે. અનેક સિનિયર અને જુનિયર ચેમ્પિયનશિપમાં તે ઝારખંડ તરફથી રમી ચૂકી છે. આજે તે બેકરીમાં સેલ્સગર્લ તરીકે કામ કરે છે. તેનો રમતને લઈને જુનૂન એવું છે કે બેકરીમાં કામ કરવા છતાં પણ તે દરરોજ 2-3 કલાક હેન્ડબોલની પ્રેક્ટિસ કરે છે. બેકરીમાં તેને મહિનાના ₹6500 મળે છે, જેનાથી પરિવારની જરૂરિયાતો પૂરી થાય છે. પૈસાની તંગીને કારણે શબનમ સ્પોર્ટ્સ પર્સનની જેમ ડાયટ ન લઈ શકી. તેણે ઈન્ટરમીડિયેટમાં એડમિશન લીધું, પરંતુ પૈસાની કમીને કારણે તે પોતાનો અભ્યાસ પણ પૂરો ન કરી શકી.
કરાટેની નેશનલ ચેમ્પિયન વિમલા મુંડાએ વેચ્યો કાચો દારૂ
વિમલા મુંડા કરાટેના નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યા છે. રાંચીના કાંકેમાં રહે છે. ઘરમાં પૈસાની તંગીને કારણે હડિયા (દેશી દારૂ) પણ વેચવો પડે છે. આ પૈસાથી જ તેના ફેમિલીનું ભરણપોષણ થતું હતું. લોકડાઉન પહેલાં કરાટે શીખવવા માટે તે કોચિંગ સેન્ટર ચલાવતી હતી. કોચિંગ સેન્ટર બંધ થયું તો પેટ ભરવા માટે હડિયા વેચવા લાગી. એનાથી તે ₹100-120 દરરોજ કમાતી હતી. વિમલાએ B.com સુધી અભ્યાસ કર્યો છે. તે હાલ ટ્રેનિંગ પણ લઈ રહી છે, પરંતુ એ પહેલા તેણે ઘણા ખરાબ દિવસોનો સામનો કર્યો હતો.
પોલિમી ફૂટબોલની પ્રેક્ટિસની સાથે ડિલિવરી ગર્લનું કામ કરતી હતી
કોલકાતાની પોલિમી અધિકારી ભારતની U-16 વુમન ફૂટબોલ ટીમનો ભાગ રહી છે. શ્રીલંકામાં વર્ષ 2013માં એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC)માં ક્વોલિફાયર ટીમમાં રહી. વર્ષ 2016માં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થયેલા હોમલેસ વર્લ્ડકપમાં પણ પોલિમીએ ભાગ લીધો હતો. આજે ઘર ચલાવવા માટે તે ફૂડ ડિલિવરી ગર્લનું કામ કરે છે. તેને એક ફૂડ ડિલિવરી પર 20-30 રૂપિયા મળે છે. કામ કરતાં-કરતાં પણ તે દરરોજના 2 કલાક ફૂટબોલની પ્રેક્ટિસ કરે છે. ઘરમાં પૈસાની તંગીને કારણે તેને મજબૂરીમાં રમત છોડીને ડિલિવરી ગર્લનું કામ કરવુ પડ્યું.
રશ્મિતા એક સમયે ભારતીય ટીમમાં ડિફેન્ડર, આજે પાનની દુકાન ચલાવે છે
રશ્મિતા પાત્રા એક સમયે ભારતીય મહિલા ફૂટબોલ ટીમની ડિફેન્ડર હતી. તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી, પરંતુ આજે તે ઓડિશાના કેન્દ્રાપાડા જિલ્લાના ‘ઉલ’ બ્લોકમાં પાનની દુકાન ચલાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહી છે.
રશ્મિતાએ 12 વર્ષની ઉંમરથી જ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું અને એ પછી ક્યારેય પણ તે ટીમનો ભાગ બની ન શકી. 21 વર્ષની ઉંમરમાં તેના લગ્ન થઈ ગયા હતા. પતિ બેરોજગાર થવાને કારણે તેને પાનની દુકાન ખોલવી પડી.
હોકીની કેપ્ટન રહી ચૂકેલી સુનિતાના પિતાના મોત પછી કપડાંની ફેક્ટરીમાં મજૂરી કરી
એક સમયે અંડર 17 ભારતીય મહિલા હોકી ટીમને રિપ્રેઝન્ટ કરનારી સુનિતા લુગુને પિતાના મોત પછી તામિલનાડુમાં કપડાંની ફેક્ટરીમાં મજૂરી કરી. ત્યાં તે ₹250 મજૂરી મળી હતી. હોકી ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાનમાં હોકી ઈન્ડિયાનાં પ્રેસિડન્ટ દિલીપ તિર્કીએ મદદ કરી અને ફરીથી તેને હોકીમાં લઈને આવ્યા.
સુનીતા ઓડિશાના સંબલપુરની રહેવાસી છે. તેની પાસે એટલા પૈસા નહોતા કે હોકી કિટ ખરીદી શકે. પિતાએ મજૂરી કરીને પૈસા ભેગા કર્યા અને તેને એકેડમી મોકલી. સારા પ્રદર્શનને કારણે તેનું સિલેક્શન પહેલા ડિસ્ટ્રિક્ટ ટીમ અને પછી સ્ટેટ ટીમ માટે થયું. વર્ષ 2018માં તેણ ઓડિશા તરફથી નેશનલ ચેમ્પિયનશિપ રમી. તમે ટીવીની સામે બેઠા હો અને સ્ટેડિયમમાં રમત દરમિયાન ઈન્ડિયા...ઈન્ડિયા...ઈન્ડિયાના નારાનો શોર તમારા કાનમાં ગુંજતો હોય. રાડો નાખી-નાખીને ‘ચક દે ઈન્ડિયા’ કહેનારા લોકોને હોકી પ્લેયર સુનીતા લુગુનનું નામ પણ યાદ નહીં હોય. ફૂટબોલ ટીમની ડિફેન્ડર રશ્મિતા આજે પાનની દુકાનના આધારે ગૃહસ્થીની ગાડી ખેંચતી-ખેંચતી સપનામાં ફૂટબોલનું ગ્રાઉન્ડ જુએ છે, પરંતુ ભાગ્યે જ કોઈને તેનો ચહેરો પણ યાદ હશે.
આપણે ‘વુમન્સ ડે’ યાદ રાખીએ છીએ, પણ યાદ રાખવાલાયક મહિલાઓને ભૂલી જઈએ છીએ. આપણને તારીખો યાદ રહે છે, પણ મળેલી સિદ્ધિઓને ભૂલી જાય છે. આપણને મહિલા ખેલાડીઓની મજબૂરીઓ, તેની જરૂરિયાતો અને પરિસ્થિતિઓ દેખાતી નથી. આપણને ટ્રોફીઓ દેખાય છે, મેડલ ગણીએ છીએ અને હારેલી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળીને દેશને જીતનો સ્વાદ ચખાડતી આ મહિલાઓને આપણે આપણાં ‘હોમગ્રાઉન્ડ’ પર પણ અવગણીએ છીએ. અફસોસ!
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.