ગુસ્સાને રાખો કાબુમાં:સ્કૂટરનું હોર્ન ન સાંભળતા છોકરીએ મુકબધીર યુવકની કરી હત્યા, આ ગુનામાં ઉંમર કેદની સજાની પણ છે જોગવાઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે પણ માણસ ગુસ્સામાં આવીને કઈ પણ વસ્તુ કરી શકે છે. છત્તીસગઢના રાયપુરમાં કંકાલી પારા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સગીર યુવતીએ તેના સ્કૂટરનું હોર્ન વગાડ્યું છતાં આગળ જતા યુવકે સાઈડ ન આપતા ગુસ્સામાં લાલચોળ થઇ જઈ યુવકની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આ સગીરા નાસી છૂટી હતી.આવો જાણીએ શું હતો સમગ્ર મામલો અને સગીર વયના લોકો હત્યા કરે છે તો તેને શું સજા ફટકારવામાં આવે છે.

આ વ્યક્તિ બોલી કે સાંભળી શકતો ન હતો
પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનેલા વ્યક્તિની ઓળખ સુદામા તરીકે કરવામાં આવી હતી ને સુદામા સાંભળી કે બોલી શકતો ન હતો. તો બીજી તરફ હત્યારી સગીરા તેની માતા સાથે સ્કૂટી પર જઈ રહી હતી. ત્યારે જ સુદામા સાઇકલ લઈને સગીરાના સ્કૂટરની આગળ આવી ગયો હતો. આ છોકરીએ સાંકડા રસ્તામાં હોર્ન વગાડીને હટવા માટે કહી રહી હતી પરંતુ સુદામાને હોર્નનો અવાજ સંભળાયો ન હતો. એટલા સમયમાં છોકરી સ્કૂટરનું બેલેન્સ રાખી શકી ન હતી અને તેની માતા પડી ગઈ હતી. આ બાદ આ છોકરીને ગુસ્સો આવ્યો અને સ્કૂટરની ડિક્કીમાંથી ચાકુ કાઢી નિર્દોષ વ્યક્તિની ઠંડે કલેજે હત્યા કરી દીધી હતી.

છોકરી શહેર છોડીને જવાની ફિરાકમાં હતી ત્યાં જ પોલીસે કરી ધરપકડ
સુદામા અને હત્યા કરનાર યુવતી એક જ વિસ્તારમાં રહેતા હતા. આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી કે, હત્યા કર્યા બાદ આ યુવતી શહેર છોડવાની ફિરાકમાં છે. આ બાદ પોલીસે ગણતરીની મિનિટમાં જ ટ્રેસ કરીને જીઈ રોડ પરથી ઝડપી લીધી હતી. પોલીસને યુવતીની પુછપરછ દરમિયાન ખબર પડી હતી કે, યુવતી આ પહેલાં પણ મારામારીના કેસમાં સામેલ હતી. તે હંમેશા સાથે ચાકુ લઈને જ ફરતી હતી. આ સાથે જ પોલીસનો દાવો છે કે, છોકરી સગીરા છે. આ ઘટના બાદ પોલીસે સગીરાના માતા-પિતાની પણ પુછપરછ કરી હતી.

હિટ એન્ડ રન કેસ શું છે?
સૌથી પહેલાં તો સમજીએ કે હિટ એન્ડ રન કેસ શું છે. જો કોઈ કારને રસ્તા પર અકસ્માત નડે તો તે અકસ્માત સ્થળે રોકાયા વગર ત્યાંથી ભાગી જાય છે તો તેને હિટ એન્ડ રન કહેવાય છે. કારનો અકસ્માત રોડ પર આવેલી કોઈ વસ્તુને કારણે થાય છે અથવા તો કોઈ વિવાદને લઈને કોઈ વ્યક્તિની હત્યા કરવામાં આવે તો હિટ એન્ડ રન કેસમાં ગુનો નોંધવામાં આવે છે. દુર્ઘટના બાદ જો કોઈ વ્યક્તિ તેની ઓળખ છુપાવવા માટે દુર્ઘટના સ્થળેથી ફરાર થઇ જાય છે તો આરોપીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે છે.

હિટ એન્ડ રનના કેસમાં સજાની શું છે જોગવાઈ?
આ પ્રકારની ઘટનામાં આરોપી વિરુદ્ધ બે રીતે કેસ નોંધી શકાય છે. આરોપી વિરુદ્ધ કલમ 279 અને આઈપીસી 304(એ) અને ભારતીય મોટર વ્હીકલ એક્ટની કલમ 134એ, 134 બી હેઠળ કેસ નોંધી શકાય છે.

હિટ એન્ડ રન કેસમાં જો દોષિત સાબિત થાય તો કલમ 304 હેઠળ ગુનેગારને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. કલમ 279 હેઠળ બેદરકારીથી વાહન ચલાવવાથી છ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. કલમ 337, 338 હેઠળ બીજાના જીવને જોખમમાં મૂકવા બદલ 2 વર્ષની સજા થઈ શકે છે. આ ઉપરાંત અમુક કેસમાં આરોપી સામે આઈપીસીની કલમ 302 હેઠળ પણ કેસ નોંધી શકાય છે. જેમાં આરોપી સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે છે અને તેમાં આરોપીને આજીવન કેદની સજા કે ફાંસીની સજા પણ થઇ શકે છે.

સગીર વયના આરોપીને મળી ઉંમર કેદની સજા ફટકારવામાં આવે
હવે 16 થી 18 વર્ષના બાળકોની ઉંમર જોઈને નહીં પરંતુ ગુનાના આધારે સજા કરવામાં આવે છે. પહેલાં સગીર કોઈ ગુણોય કરતા તો કેસમાં સુનાવણી સમયે વધુમાં વધુ ત્રણ વર્ષી સજા ફટકારવામાં આવતી હતી. પરંતુ હવે જસ્ટિસ જુવેનાઇલ એક્ટ 2015માં કરવામાં આવેલા સંશોધનમાં સગીર વયના આરોપીને ઉંમર કેદની સજા પણ ફટકારવામાં આવે છે.