દાને-દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ:મેસનું જમવાનું ભાવતું ન હોય મિત્રની માતા મોકલે છે દરરોજ ટિફિન, કહ્યું કે, ખાલી ટિફિન સાથે ભરપૂર પ્રેમ મોકલો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે યુવક-યુવતીઓ ઘરથી દૂર રહેતા હોય તે લોકોને સૌથી મોટી સમસ્યા છે તો તે છે જમવાની સમસ્યા. એક યુવતી હોસ્ટેલમાં રહેતી હતી પરંતુ તેને મેસનું જમવાનું બિલકુલ પસંદ ન હતું. આ વાત એક મિત્રને જણાવી હતી. તે મિત્ર જે શહેરમાં રહેતો હતો તેને માતાને આ વાત કહી હતી. જે બાદ માતા રોજ દીકરાની મિત્ર માટે ટિફિન મોકલવા લાગી હતી.

એક દિવસ આ યુવતી ટિફિન જોઈને આશ્ચર્યચક્તિ થઇ ગઈ હતી. આ ટિફિનમાંથી એક પ્રેમથી ભરપૂર લેટર મળ્યો હતો. બાદમાં આ યુવતીએ ટ્વિટર પર ભાવુક કરનારી એક પોસ્ટ શેર કરી છે.

યુવતી વિચારી રહી હતી, શું આપું?
ટ્વિટર પર યુવતીએ પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, જ્યારે મિત્રની માતા દરરોજ જમવાનું મોકલવા લાગી તો તેને ખરાબ લાગવા લાગ્યું હતું. કારણ કે તે બદલામાં પોતે કશું મોકલી શકતી ન હતી. આ વાતની જાણ મિત્રની માતાને થતાં તેણે ટિફિન સાથે એક પત્ર મોકલ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, બાળકોને પોતાની માતાને ખાલી ટિફિન પરત કરવામાં શરમ ન રાખવી જોઇએ.

માતાએ રસ્તો કાઢ્યો તો બદલામાં પ્રેમ મળ્યો
મિત્રની માતાએ લેટરમાં વધુમાં લખ્યું હતું કે, જો ટિફિનના બદલામાં કઈ મોકલવા માગે છે તો ખાલી ટિફિન સાથે વધારે પ્રેમ મોકલે. મારા માટે સૌથી પ્રેમભર્યું રિટર્ન હશે.

લોકો બોલ્યા, આ જ છે માતાનો પ્રેમ
તો સોશિયલ મીડિયા પર લોકો આ પોસ્ટને ખુબ જ લાઈક કરી અને કમેન્ટ કરી રહ્યા છે. પોસ્ટ પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું હતું કે, માતાનો પ્રેમ.

ઘણા લોકોએ ઉઠાવ્યા સવાલ
તો ઘણા લોકોએ શંકા કરીને જણાવ્યું છે કે, ક્યાંક માતાની બદલે દીકરાએ તો લેટર તો નથી લખ્યો ને. આ બાદ યુવતીએ લખ્યું હતું કે, તે તેના મિત્રનો અક્ષરને ઓળખે છે.