તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જીવનસાથીનો સાથ અને કુદરતનો સથવારો કોને ન ગમે! પરંતુ શું કોઈ કાયમી દુનિયાદારી છોડીને પહાડો પર પોતાના પ્રેમી સાથે જીવન વિતાવી શકે? જી હા 26 વર્ષીય રેચલ તેના પ્રેમી ફ્લોરિન સાથે આવી જ લાઈફ જીવી રહી છે. હવે તમને કદાત એમ લાગતું હશે કે આ બંને કપલ અનેક વર્ષોથી એકબીજાને ઓળખતાં હશે પરંતુ રેચલ અને ફ્લોરિને કુદરતના ખોળે એકસાથે પ્રયાણ કર્યું તેના 3 દિવસ પહેલાં જ બંનેની મુલાકાત થઈ હતી. રેચલ સ્પેનના હોલિડે પર ફ્લોરિનને મળી હતી. તેની જોબથી કંટાળી તે હોલિડે પર પહોંચી અને તેને લવમેટ મળી ગયો.
રેચલે રેટ રેસમાંથી છૂટીને ફ્લોરિનની સાથે પહાડોમાં વસવાનું નક્કી કર્યું. એ પણ એક વેનમાં. રેચલ ફ્લોરિનથી એટલા માટે ઈન્સ્પાયર્ડ થઈ કારણ કે તે છેલ્લા 6 વર્ષથી માત્ર ટ્રાવેલિંગ કરી રહ્યો હતો અને તે એકદમ ફ્રી અને હેપ્પી હતો. તે નદીમાં જ સ્નાન કરતો અને દરરોજ નવાં નવાં એડવેન્ચર કરતો હતો. તેની આવી લાઈફ જોઈને રેચલને પણ આવી લાઈફ જીવવાની ઈચ્છા થઈ. રેચલ એટલી હદે આ લાઈફસ્ટાઈલથી પ્રેરાઈ કે કે તેણે 3 દિવસ અગાઉ મળેલા યુવક સાથે જીવન પસાર કરવાનું નક્કી કર્યું અને તેની જોબ છોડી દીધી. કપલે પહેલાં 3 મહિના સ્કોટલેન્ડમાં પસાર કર્યા.
બંનેએ થોડા કમ્ફર્ટ માટે પ્યુગોટ બોક્સરને વેનમાં કન્વર્ટ કર્યું અને તેમાં સોલાર પેનલ ફિટ કરી. હવે કપલ ફ્રાન્સના પહાડોમાં ભીડથી દૂર કુદરતના ખોળે રહે છે. દરરોજ તેઓ હાઈકિંગ, યોગા, સ્વીમિંગ અને રીડિંગ જેવી એક્ટિવિટી કરી દિવસ પસાર કરે છે.
રેચલ કહે છે કે પહેલાં તેના પરિવાર અને મિત્રો ચિંતિત હતા કે તે આવી લાઈફસ્ટાઈલમાં કેવી રીતે રહી શકશે, પરંતુ હાલ તે ખુબ ખુશ છે. રૂટિન લાઈફ અને જોબની ચિંતા ત્યાગીને રેચલ તેના નિર્ણયને સાચો માને છે. કોરોનાકાળમાં તેમણે લગ્ન પણ કરી લીધા હતા. અને લોકડાઉનને કારણે થોડા દિવસ પેરેન્ટ્સના ઘરે રોકાઈ ફરી તેમણે ઓફ ગ્રિડ લાઈફસ્ટાઈલ શરૂ કરી હતી.
ઝીરો વેસ્ટ લાઈફસ્ટાઈલ
પહાડ અને નદીની આસપાસ રહેતી રચેલ હવે ઓલમોસ્ટ ઝીરો વેસ્ટ લાઈફસ્ટાઈલ જીવે છે. રચેલ પ્લાન્ટ બેઝ્ડ શેમ્પૂનો ઉપયોગ કરે છે અને નદીના પાણીને પ્રદૂષિત ન કરે તેવો ડિટર્જન્ટ પાવડર ઉપયોગ કરે છે. હવે તે સંપૂર્ણ રીતે નેચર સાથે કનેક્ટ રહેવા માગે છે. હવે રેચલ ફ્લાઈટ્સ પણ નતી લેતી કે નવાં કપડાં પણ ખરીદતી નથી.
વેનની સુવિધા
વેનમાં સોલારથી ઈલેક્ટ્રિસિટીની સુવિધા મળે છે. તેમાં ડબલબેડ વિથ સોફા, ટોઈલેટ, કિચન સહિતની સુવિધા છે. કપલ દિવસ દરમિયાન ઉપયોગમાં લેવાતાં પાણીનું રિસાયકલિંગ પણ કરે છે. જોકે ફ્લોરિનને આ વેનને સુવિધાથી સજ્જ બનાવવા માટે 6 મહિનાનો સમય લાગ્યો હતો અને તેના પાછળ આશરે 3.50 લાખનો ખર્ચો થયો હતો.
જૂની લાઈફસ્ટાઈલ છોડવાનો કોઈ અફસોસ નહિ
રેચલને ક્યારેય જોબ અને જૂની લાઈફસ્ટાઈલ છોડવાનો અફસોસ નથી થયો. રેચલ કહે છે કે નેચર સાથે કનેક્ટ રહી જીવવાથી ચિંતામાંથી મુક્તિ મળે છે. ભલે તમે એક નાનકડી વેનમાં રહેતા હો પણ તમે તમામ પ્રકારના પ્રદૂષણથી દૂર રહો છો. તમે સનરાઈઝ અને સનસેટ અને વિવિધ જાતના પક્ષીઓનો કલરવ માણી શકો છો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.