• Gujarati News
  • Lifestyle
  • A Fashion Started By Men Popular Among Women, Today Nail Polish Has A Turnover Of 1.5 Lakh Crores

સૌથી મોંઘી નેલપોલિશ 2 કરોડની:પુરુષોએ શરૂ કરેલી ફેશન મહિલાઓમાં લોકપ્રિય, આજે નેલપોલિશનું ટર્નઓવર 1.5 લાખ કરોડ

એક મહિનો પહેલા

કેલેન્ડર બદલાઈ ચૂક્યું છે, તો વર્ષ બદલવાની સાથે આપણા જીવનમાં પણ અનેક પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા છે. ફેશનની દુનિયામાં રંગથી લઈને ડિઝાઇન સુધી બધું જ બદલાવા લાગ્યું છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં અમુક કલરની એન્ટ્રી થઈ છે તો અમુક કલરને બાદ કરી નાખવામાં આવ્યા છે. માર્કેટમાં છોકરીઓના માથાથી લઈને પગ સુધીની ઘણી ફેશન અને બ્યૂટી પ્રોડક્ટસ છે. તો આજના સમયમાં નેલપોલિશ છોકરીઓના જીવનનો એક હિસ્સો બની ગઈઇ છે. નેલપોલિશમાં પણ નિતનવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે.

નેલપેઇન્ટ્સમાં ફેરફાર અને અહીં સુધીની જે કહાની છે એ રંગોની જેમ ચમકદાર છે. પૌરાણિક સમયમાં પુરુષોની તાકાત દેખાડવામાં માટે શરૂ કરવામાં આવેલા નેલપેઇન્ટના આધુનિક સ્વરૂપની શોધ 5000 વર્ષ પહેલાં ચીન દ્વારા કરવામાં આવી હતી. નહીં તો એક જ રાતમાં સુકાઈ જતી હતી. પોલારિસ માર્કેટ રિસર્ચ એનાલિસિસના એક રિપોર્ટ અનુસાર, નેલપેઇન્ટનું વાર્ષિક ટર્નઓવર વિશ્વભરમાં 1.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

2023માં નેલપેઇન્ટ લવર્સ કયા રંગની પસંદગી કરશે એની અટકળો પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. તો સૌથી પહેલા જાણી લો કે આ વર્ષે નેલપેઇન્ટમાં કયો કલર લોકપ્રિય રહેશે.

2023માં બ્રાઈટ અને બોલ્ડ નેલપોલિશ ટ્રેન્ડમાં હશે
કેટલાક ફેશન એક્સપર્ટ અને સેલિબ્રિટી નેઇલ આર્ટિસ્ટ્સનું માનીએ તો 2023 માટે તેમના મનપસંદ નેલ કલરની જાહેરાત કરી છે. તેઓ માને છે કે કોબાલ્ટ બ્લૂ, પી ગ્રીન, શેડ્સ ઓફ રેડ્સ, ડીપ પ્લમ, બેલેટકોર પિંક, મેટાલિક શેડ્સ, ક્રીમ બ્લેક, મોવ કલર અને ગ્લિટર શેડ્સ માર્કેટમાં છવાયેલા રહેશે.

કયો રંગ આખા વર્ષ દરમિયાન લોકપ્રિય રહેશે એ કંપની નક્કી કરે છે
ફેશન, બ્યૂટી ઈન્ડસ્ટ્રી, આર્કિટેક્ચર, હોમ ફર્નિશિંગ, ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈનમાં કંપની નક્કી કરે છે કે આખા વર્ષ દરમિયાન કયા રંગનો પ્રભાવ રહેશે. અમેરિકાની પેન્ટોન કલર સંસ્થા દર વર્ષે 'કલર ઓફ ધ યર' જાહેર કરે છે. કંપની આખા વર્ષ દરમિયાન રંગ સાથે સંકળાયેલા લોકોના વર્તનને ધ્યાનમાં લીધા પછી રંગ નક્કી કરે છે. ફેશન અને બ્યૂટી ઇન્ડસ્ટ્રીઝ પછી એ રંગની આસપાસ તેમનાં ઉત્પાદનો બનાવે છે. 2023 માટે પેન્ટોનની કલર પિક 'વિવા મેજેન્ટા' છે. 'વિવા મેજેન્ટા' એ લાલ પરિવારનો રંગ છે. ગયા વર્ષે કંપનીએ 'વેરી પેરી'ને 'કલર ઓફ ધ યર' તરીકે પસંદ કર્યો હતો. એ વાદળી અને જાંબલીને જોડીને બનાવવામાં આવેલો નવો રંગ હતો.

આખા વર્ષ દરમિયાન કયો રંગ પોપ્યુલર રહેશે એ કંપની જ નક્કી કરશે
ફેશન, બ્યૂટી ઈન્ડસ્ટ્રી, આર્કિટેક્ચર, હોમ ફર્નિશિંગ, ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈનમાં કંપની નક્કી કરે છે કે આખા વર્ષ દરમિયાન કયા રંગનો પ્રભાવ રહેશે. અમેરિકાની પેન્ટોન કલર સંસ્થા દર વર્ષે 'કલર ઓફ ધ યર' જાહેર કરે છે. કંપની આખા વર્ષ દરમિયાન રંગ સાથે સંકળાયેલા લોકોના વર્તનને ધ્યાનમાં લીધા પછી રંગ નક્કી કરે છે. ફેશન અને બ્યૂટી ઇન્ડસ્ટ્રીઝ પછી એ રંગની આસપાસ તે એમની પ્રોડક્ટ્સ બનાવે છે. 2023 માટે પેન્ટોનની કલર પિક 'વિવા મેજેન્ટા' છે. 'વિવા મેજેન્ટા' એ લાલ રંગ જ છે. ગયા વર્ષે કંપનીએ 'વેરી પેરી'ને 'કલર ઓફ ધ યર' તરીકે પસંદ કર્યો હતો. એ વાદળી અને જાંબલીને જોડીને બનાવવામાં આવેલો નવો રંગ છે.

2023માં છોકરીઓ Squoval શેપ પર પસંદગી ઉતારશે
2022ના મેટ ગાલા ખાતે હેલી બીબરના Glazed Donut નેલ્સ આખા વર્ષ દરમિયાન ટ્રેન્ડિંગમાં રહ્યા છે. આ વર્ષે પણ એ ટ્રેન્ડિંગમાં જ રહેશે, પરંતુ કેટલાક નવા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. કેટલાક નવા નેઇલ ટ્રેન્ડ અને શેપ પણ છોકરીઓમાં લોકપ્રિય થશે. ઘણા ડિઝાઇનરોએ 2023ના ફેશન શો માટે તેમના મોડલ્સ માટે શોર્ટ અને સ્ક્વૉયર નેલની સ્ટાઇલ કરી છે, જેને કારણે એ 2023માં ટ્રેન્ડિંગમાં રહેશે. નવા વર્ષમાં અલમોન્ડ શેપ પણ છોકરીઓનો ફેવરિટ રહેશે. નવા વર્ષમાં છોકરીઓ જે નેઇલ ટ્રેન્ડ અપનાવશે એમાંથી એક Squoval હશે, જે સ્ક્વોયર અને ઓવલ શેપમાં હશે તેમજ નવા વર્ષમાં કોફીન શેપ પણ છોકરીઓની પહેલી પસંદ હશે.

બ્યૂટી ઈન્ડસ્ટ્રી નેલપેઈન્ટ્સ બનાવે છે જેન્ડર ન્યુટ્રલ
મેકઅપ અને ફેશન હંમેશાં છોકરીની પહેલી પસંદ માનવામાં આવી છે. જોકે એવું નથી અમુક ફેશન સ્ટાઇલ અથવા મેકઅપ ટ્રેન્ડ છે, જે પુરુષોએ પોતાના માટે શરૂ કર્યો હતો, બાદમાં એ છોકરીઓનો ભાગ બની ગયો હતો. ફેશન અને બ્યૂટી ઉદ્યોગ ધીમે ધીમે જેન્ડર ન્યુટ્રલ બનવા તરફ આગળ વધી રહ્યો છે. નેલપેઇન્ટ પણ એમાંથી એક છે. હોલિવૂડ, બોલિવૂડ અને સોશિયલ મીડિયાના ઈન્ફયુલન્સર છે, જેમણે તેમના સુંદર દેખાવમાં નેઇલ વાર્નિશનો ઉપયોગ કર્યો છે. આ બધાની પાછળ એક માપેલા સ્ટીરિયોટાઇપને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લિલી યેતી, મશીન ગન કેલી, હેરી સ્ટાઈલ્સ જેવી હોલિવૂડની હસ્તીઓએ તો પોતાની નેલપેઈન્ટ રેન્જ પણ લોન્ચ કરી છે.

નખનું ધ્યાન રાખવા માટે પણ ઘણા વિકલ્પ છે

જે રીતે આપણે આપણી સ્કિન અને વાળનું ધ્યાન રાખીએ છીએ એ જ રીતે આપણે હેન્ડ અને નેલ્સનું પણ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આ માટે માર્કેટમાં ઘણી પ્રોડક્ટ છે, જેમ કે- હેન્ડ ક્રીમ, હેન્ડ લોશન, મેનિક્યોર-પેડિક્યોર કિટ પણ ઉપલબ્ધ છે. હાથની કોસ્મેટિક સારવારને મેનિક્યોર કહેવામાં આવે છે.

મેનિક્યોરમાં જેલ, ઓઇલ અને ગરમ પાણીથી હાથ અને નખને સાફ કરવામાં આવે છે, જેમાં સ્કિનના ડેડ સેલ્સને દૂર કરીને નખને શેપ આપવામાં આવે છે. નખની આસપાસની સ્કિનને દૂર કરીને નરમ બનાવવામાં આવે છે.

મેનિક્યોર પણ અલગ-અલગ પ્રકારના હોય છે, આવો... જાણીએ મેનિક્યોર વિશે
ગ્રાહકો તેની જરૂરિયાત અનુસાર, મેનિક્યોરની પસંદગી કરી શકે છે. બેઝિક મેનિક્યોરમાં હાથના મસાજ સાથે નખને સુવ્યવસ્થિત, શેપ અને બફ કરવામાં આવે છે. આ બધા પછી તમારી પસંદગીની નેલપોલિશ લગાવવામાં આવે છે, જેની કિંમત વધારે નથી.

જો મહિલાઓ પૈસા ખર્ચવાના મૂડમાં હોય અને નેચરલ લુક પસંદ કરે તો તેઓ ફ્રેન્ચ મેનિક્યોર ટ્રાય કરી શકે છે. આ મેનિક્યોર કરતાં વધુ ખર્ચાળ છે. આ માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. હેન્ડ અને નેલને ટ્રીટ કર્યા બાદ કુદરતી ટોન નેઇલ પેઇન્ટ કરવામાં આવે છે. આ સિવાય માર્કેટમાં બ્યૂટિપાર્લરમાં અમેરિકન મેનિક્યોર, બ્રાઝિલિયન મેનિક્યોર, જેલ નેલ્સ મેનિક્યોર, એક્રેલિક નેલ્સ, હોટ સ્ટોન, મિરર મેનિક્યોર, ડીપ પાઉડર મેનિક્યોર જેવા ઘણા વિકલ્પો છે.

પ્રિન્સેસ ડાયનાને લાલ નેલપોલિશને કારણે બળવાખોર કહેવામાં આવ્યાં

બોલ્ડ મેકઅપ કરનારી મહિલાઓ વિશે લોકોમાં મનમાં એક અલગ જ છાપ હોય છે કે આ મહિલાઓ બળવાખોર અને ખરાબ હોય છે. ભલે તે પરિકથાઓમાં ચૂડેલ હોય કે સ્ક્રીન પર, તેના રોલમાં લાંબા નખ, લાલ નેલ પેઇન્ટ જેવી વસ્તુઓ હંમેશાં સામેલ હોય છે. પ્રિન્સેસ ડાયનાને તેની બોલ્ડ પસંદગી માટે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. બ્રિટનના શાહી પરિવારની મહિલાઓ હંમેશાં લાઈટ પિન્ક અને ન્યૂડ શેડ્સ પસંદ કરે છે, પરંતુ પ્રિન્સેસ ડાયના બિલકુલ અલગ જ હતી. તેઓ ઘણીવાર જાહેર કાર્યક્રમો અથવા કોઈપણ પ્રસંગે લાલ નેલપોલિશમાં જોવા મળતાં હતા. તેમની પસંદગીને બળવાખોર સુંદરતા કહેવામાં આવી હતી, કારણ કે તેઓ શાહી ડ્રેસ કોડના વિરુદ્ધ હતા. વિક્ટોરિયન યુગમાં નેલપોલિશ કરવી એ પાપ માનવામાં આવતું હતું. વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ જ એનો ઉપયોગ કરતી હતી. પરિણામે, 1950ના દાયકામાં લાલ નેલપોલિશ કરવી એ ખરાબ બાબત માનવામાં આવતી હતી. લાલ નેલપેઇન્ટ પહેરેલી મહિલાઓને ચર્ચમાં પ્રવેશવા દેવામાં આવતો નહોતો, જેને કારણે મહિલાઓને રવિવારની પ્રાર્થના પહેલાં નેલપોલિશ કાઢી નાખવી પડતી હતી.

હાથ તમારા વ્યક્તિત્વનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તમને જણાવી દઈએ કે સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના હાથને ધ્યાનથી જુએ છે .સ્ત્રીઓને ગંદા નખવાળા પુરુષો પસંદ નથી. સ્ત્રીઓ માત્ર પુરુષોના સ્વચ્છ નખની જ નોંધ લેતી નથી, પરંતુ નખની લંબાઈ દ્વારા તેમના વ્યક્તિત્વને સમજવાનો પણ પ્રયાસ કરે છે. ગંદા નખને અસ્વચ્છતાની નિશાની માનવામાં આવે છે. ડેટ પર હોય, જોબ ઈન્ટરવ્યૂ હોય કે ક્લાયન્ટ મીટિંગ હોય, તમારા હાથને નજીકથી જોવામાં આવે છે.

હવે નેલપોલિશે મહિલાઓના હાથને સુંદર બનાવવામાં ઘણું યોગદાન આપ્યું છે. 'રેડ નેલપોલિશ થિયરી' અનુસાર, જે મહિલાઓ લાલ નેલપેઈન્ટ કરે છે તેના પ્રત્યે પુરુષો વધુ આકર્ષાય છે.

આજે ભલે લોકોને પુરુષો માટે નેલપેઈન્ટ લગાવવું અજુગતું લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે પુરુષોમાં નેલપોલિશ લગાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. એ અલગ વાત છે કે તેમણે એને ફેશન તરીકે નહીં, પરંતુ પાવર તરીકે પસંદ કરી છે.

ચીનમાં નેલપોલિશ સૂકવવા માટે મહિલાઓ કલાકો સુધી રાહ જોતી હતી

નેલપોલિશની શોધનું શ્રેય પણ ચીનને જાય છે. નેલપોલિશ લગભગ 5 હજાર વર્ષ પહેલાં એટલે કે 3000 બીસી પહેલાં બનાવવામાં આવી હતી. એ સમયે નેઇલપેઇન્ટ બનાવવા માટે કુદરતી રંગ, મીણ, ગમ, ઇંડા સફેદ અને જિલેટીનનો ઉપયોગ થતો હતો. એ સમયે પણ આજની જેમ નેલપેઈન્ટમાં લાલ અને ગુલાબી રંગ હાજર હોત. હા…પણ આજના જેવું એવું નહોતું બન્યું કે રંગ તરત સુકાઈ જતો. આ બધી વસ્તુઓ ભેળવીને મહિલાઓ કલાકો સુધી એ રંગમાં હાથ ડુબાવતી રહેતી. પછી એને સૂકવવા માટે કલાકો સુધી રાહ જોવી પડશે. એવું કહેવામાં આવે છે કે કેટલીક સ્ત્રીઓ, જેઓ તેમના નેલપેઇન્ટને સૂકવવાનો પ્રયાસ કરતી વખતે ઊંઘી જતી હતી, તે સવારે સીધી જાગી જતી હતી.