બાથરૂમમાં ટૂથબ્રશ રાખતા હો તો સાવધાન:ગંદા ટોઇલેટ-બાથરૂમ છે અનેક બીમારીનું ઘર, સ્વચ્છ રાખવા માટે અપનાવો આ ઉપાય

19 દિવસ પહેલાલેખક: વિદુષી મિશ્રા
  • કૉપી લિંક

આપણે જ્યારે પણ કોઈના ઘરે જઈએ છીએ ત્યારે તેના બાથરૂમ-ટોઇલેટ જોઈને જ તેના ઘરની સ્વચ્છતાનો અંદાજ લગાવી દઈએ છીએ કેમ કે, તે ઘરનો એવો ભાગ છે, જેને આપણે ગમે એટલું સાફ રાખીએ છીએ, છતાં પણ એમાં લાખો કીટાણુ-બેક્ટેરિયા હોય છે.

ઘણાં સંશોધનો અને અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે, શૌચાલયને ફ્લશ કરવાથી એરોસોલના ટીપાં બેક્ટેરિયા અને વાઇરસનું સંવર્ધન સ્થળ બની જાય છે. આ એરોસોલ્સ બાથરૂમના ફ્લોર અથવા દીવાલ પર પડે છે. શૌચાલયમાં બનેલા એરોસોલથી કોઈપણ વ્યક્તિને ગંભીર ઈન્ફેક્શન થઈ શકે છે.

આજે કામના સમાચારમાં બાથરૂમને વાઇરસ અને બેક્ટેરિયામુક્ત કેવી રીતે બનાવી શકાય એ વિશે વાત કરીશું તેમજ બાથરૂમમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.

પ્રશ્ન: સૌપ્રથમ તો એ સમજીએ કે ગંદા બાથરૂમ-ટોઇલેટના ઉપયોગથી કયા રોગો થઈ શકે છે?
જવાબ:
જેને કારણે ઈન્ફેક્શન અને ઘણી બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. ચાલો નીચેના ગ્રાફિક્સથી સમજીએ.

આવો જાણીએ આ બીમારી કેવી રીતે થાય છે?

યુરિન ઈન્ફેક્શનઃ ગંદા ટોઇલેટનો ઉપયોગ કરવાથી મહિલાઓને યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન સહિત અનેક રોગોનું જોખમ રહે છે. આ ઇન્ફેક્શનને કારણે ઘણી વખત ગર્ભાવસ્થા દરમિયાન માસિક સ્રાવમાં સમસ્યા આવી શકે છે.

એક રિપોર્ટ અનુસાર, લગભગ 40% મહિલાઓ તેમના જીવનમાં ક્યારેક ને ક્યારેક યુરિન ઈન્ફેક્શનની સમસ્યાનો સામનો કરે છે.

નોરોવાઇરસ ચેપ: નોરોવાઇરસ એક ખૂબ જ ખતરનાક અને ચેપી વાઇરસ છે, જેના કારણે ઊલટી અને ઝાડા થવાની સમસ્યા થઈ શકે છે. આ ઇન્ફેક્શન ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ થઈ શકે છે.

હેપેટાઇટિસ A ચેપ: હેપેટાઇટિસ A ચેપ ગંદા શૌચાલયનો ઉપયોગ કરવાથી થાય છે. એનાં લક્ષણો છે તાવ, ઊલટી અને પેટમાં ખેંચાણ થાય છે. એ ઇન્ફેક્શનથી સંક્રમિત લોકોના કચરા દ્વારા ફેલાય છે. એ એક જ ડોલ અથવા મગનો ઉપયોગ કરીને પણ ફેલાય છે.

ઇ-કોલાઈ ઈન્ફેક્શનઃ આ ઈન્ફેક્શન શૌચાલયના દરવાજા પરના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. લોહીવાળા ઝાડા, ઊલટી, પેટમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. એનાથી છુટકારો મેળવવા માટે બાથરૂમ-ટોઇલેટના દરવાજા પણ સાફ રાખવા જોઈએ.

શરદી અને ફ્લૂ: ગંદકીને કારણે બેક્ટેરિયા અથવા વાઇરસ સંબંધિત ઘણી બીમારીઓ થઈ શકે છે. જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિએ તમારી પહેલાં ટોઇલેટ સીટનો ઉપયોગ કર્યો હોય, અને પછી તમે એનો ઉપયોગ કર્યો હોય તો તમને ઇન્ફેક્શન લાગવાનું જોખમ રહે છે.

પ્રશ્ન: બાથરૂમ-ટોઇલેટ દેખાવમાં સ્વચ્છ હોય તોપણ દુર્ગંધ કેમ આવે છે?
જવાબ:
ઘણી વખત આપણે શૌચાલયની સફાઈ અને પોલિશ કરવામાં કલાકો વેડફી નાખીએ છીએ. એ પછી પણ શૌચાલય બેક્ટેરિયામુક્ત થતું નથી અને દુર્ગંધ આવે છે.

જે પાછળ ઘણાં કારણો છે ...

ભીનો ટુવાલ અને કપડાઃં સ્નાન કર્યા પછી ભીનો ટુવાલ અને ગંદાં કપડાં બાથરૂમમાં મૂકવામાં આવે છે. જે કેટલાક કલાકો સુધી પડ્યા પછી આખા બાથરૂમમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

ખામીયુક્ત ડ્રેનેજ: જો બાથરૂમ અથવા શૌચાલયની ડ્રેનેજ સિસ્ટમમાં ખામી હોય, તો ફ્લશ કર્યા પછી પણ ગંદુ પાણી પાઇપ અથવા કમોડ પાઇપમાં રહે છે. ગટરમાં જવાને બદલે પાઈપમાં ફસાઈ જાય છે, જેના કારણે દુર્ગંધ આવવા લાગે છે.

યોગ્ય રીતે સફાઈ ન કરવીઃ બાથરૂમ, શૌચાલયની યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તોપણ દુર્ગંધ આવે છે અથવા પેશાબ કર્યા પછી ફ્લશ ન કરવું એ પણ એક કારણ છે.

પ્રશ્ન: બાથરૂમમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા શું કરવું જોઈએ?
જવાબ: પોઈન્ટમાં સમજો...

  • 2 કપ પાણીમાં તમારા મનપસંદ તેલની 6-8 ચમચી ઉમેરો. એને લિકવીડ સ્પ્રે બોટલમાં રેડો. પછી બાથરૂમમાં સ્પ્રે કરો. બાથરૂમમાં સુગંધ આવતી રહેશે.
  • ડ્રેનેજમાંથી દુર્ગંધ દૂર કરવા માટે મહિનામાં ઓછામાં ઓછા બે વખત સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવતા એસિડને ઉમેરો.
  • ગટરની અવરોધ ખોલવા અથવા પાઇપ સાફ કરવા માટે એમાં ઊકળતું પાણી રેડવું. બે વાર પાણી નાખો. એકવાર દાખલ કર્યા પછી થોડી સેકંડ માટે રાહ જુઓ, પછી નાખો. આ જમા થયેલી ગંદકીને ધોઈ નાખશે.
  • વેન્ટિલેશન માટે એક્ઝોસ્ટ ફેન ઇન્સ્ટોલ કરો અથવા તમે ઊંચી બારી પણ બનાવી શકો છો.
  • ગંધથી છુટકારો મેળવવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો છંટકાવ કરો.
  • ફુદીનાના પાનને પાણીમાં નાખીને 6થી 8 કલાક માટે રાખો. હવે એને સ્પ્રે બોટલમાં નાખી દો. પછી બાથરૂમમાં સ્પ્રે કરો.
  • ખાલી શેમ્પૂની કોથળીઓ, વાળ, રેઝર, વપરાયેલા પેડ બાથરૂમના ડસ્ટબિનમાં પડેલાં ન છોડો.

ઉપરોક્ત ક્રિએટિવથી સમજીએ કે આવું કેમ થાય છે?

બ્યુટી પ્રોડક્ટ્સઃ બાથરૂમમાં છોકરીઓ ઝડપથી તૈયાર થવા માટે બ્યુટી પ્રોડક્ટ્સ રાખે છે. છોકરાઓ પણ તેમની શેવિંગ ક્રીમ, ટ્રીમર, હેર જેલ, ફેસક્રીમ બાથરૂમમાં રાખે છે. કેટલીકવાર આ વસ્તુઓનાં ઢાંકણાં ખુલ્લાં છોડી દેવામાં આવે છે, જેના કારણે કીટાણું અંદર જઈ શકે છે.

દવાઓ: જે લોકોએ ખાલી પેટે દવા લેવી પડે છે. તેઓ તેની દવાનું બોક્સ બાથરૂમમાં રાખે છે. જો ઢાંકણું ખુલ્લું રાખવામાં આવે તો ભેજ દવાઓ અને તબીબી ક્રીમને બગાડી શકે છે. એટલા માટે આવું બિલકુલ ન કરો.

ટૂથબ્રશ અને પેસ્ટઃ ઘણા લોકો ટૂથબ્રશ અને પેસ્ટને બાથરૂમમાં જ રાખે છે. આમ કરવાથી ભેજને કારણે બેક્ટેરિયા બ્રશ અને પેસ્ટમાં પ્રવેશી શકે છે, જે તમારા દાંતની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.

નાહવાનો ટુવાલઃ સ્નાન કર્યા પછી ઘણા લોકો શરીરને લૂછ્યા પછી રૂમાલને બાથરૂમમાં રાખે છે. એને કારણે ટુવાલમાં બેક્ટેરિયા પ્રવેશ કરે છે. એનો ફરીથી ઉપયોગ કરવાથી બેક્ટેરિયા તમારા શરીરની અંદર જઈ શકે છે.

ઈલેક્ટ્રોનિક વસ્તુઓઃ લોકોને ગીતો સાંભળવાની, બાથરૂમમાં મોબાઈલ વગાડવાની ટેવ હોય છે. ઘણા લોકો તેમના બાથરૂમમાં iPod અથવા રેડિયો રાખે છે. ભેજને કારણે આ વસ્તુઓ બગડી શકે છે.

પુસ્તકો અને મેગેઝિન: ઘણા લોકોને બાથરૂમમાં પુસ્તકો કે સામયિકો વાંચવાની ટેવ હોય છે. તેમની આદતને કારણે તેઓ આ વસ્તુઓને બાથરૂમમાં જ રાખે છે. આ સ્થિતિમાં કાગળનાં ઉત્પાદનો ભેજને કારણે ભેજને શોષી લે છે અને એમાં બેક્ટેરિયા વધવા લાગે છે.

સવાલ: બાથરૂમમાં ટોઇલેટ સીટ જોડાયેલી ન હોય તો પણ આ બધું ત્યાં ન રાખવું જોઈએ?
જવાબ:
હા, તે બિલકુલ ન રાખવું જોઈએ. બાથરૂમમાં પાણીને કારણે ત્યાં ભેજ છે. ઘણા પ્રકારના બેક્ટેરિયા ભેજમાં ખીલે છે. એટલા માટે જો બાથરૂમમાં ટોઇલેટ સીટ ન હોય તોપણ આ વસ્તુઓ ન રાખવી જોઈએ.

પ્રશ્ન: બાથરૂમ કેટલીવાર સાફ કરવું જોઈએ?
જવાબઃ
અઠવાડિયામાં એકવાર બાથરૂમનું ડીપ ક્લીનિંગ કરવું જોઈએ, જેમાં વોશ-બેસિન એટલે કે સિંક પણ સામેલ છે.

તમે દરરોજ જંતુનાશક પદાર્થથી સાફ કરો છો?

પ્રશ્ન: બાથરૂમને જંતુમુક્ત રાખવા શું કરવું જોઈએ?
જવાબ:
નીચેના ગ્રાફિક્સમાંથી સમજો.

પ્રશ્ન: બાથરૂમના ટુવાલ ક્યારે સાફ કરવા જોઈએ?
જવાબ:
લોકો બાથરૂમ ખૂબ સારી રીતે સાફ કરે છે, પરંતુ ટુવાલ સાફ કરવાનું ભૂલી જાય છે. દર બીજા દિવસે તમારા બાથરૂમ ટુવાલ ધોવા જોઈએ.

પ્રશ્ન: બાથમેટ ક્યારે સાફ કરવી જોઈએ?
જવાબ:
ઘણા લોકો બાથમેટને બાથરૂમની સફાઈનો ભાગ માનતા નથી. પરંતુ તેને નિયમિતપણે સાફ કરવું જોઈએ.

બાથમેટ્સ પાણીથી ભીના થાય છે. એના પર ગંદકી અને કચરો જમા થાય છે. એટલા માટે એને વચ્ચેથી ધોઈને તડકામાં સૂકવવા જોઈએ.

પ્રશ્ન: ટોઇલેટ સીટ કેટલા દિવસમાં સાફ કરવી જોઈએ?
જવાબ:
ટોઇલેટ સીટને અઠવાડિયામાં બેવાર ડીપ ક્લીન કરવી જોઈએ. જો તમારો પરિવાર મોટો હોય તો દર બે-ત્રણ દિવસે કમોડ સાફ કરો.

પ્રશ્ન: ટોઇલેટ સીટ કેવી રીતે સાફ કરવી?
જવાબ:
પોઇન્ટરથી સમજો...

ઓટોમેટિક ક્લીનર

  • જો બ્રશથી શૌચાલયની બેઠકને સ્ક્રબિંગ કરવાથી કંટાળો આવતો હોય તો તમે ઓટોમેટિક ક્લીનરનો ઉપયોગ કરી શકો છો.
  • તેને શૌચાલયની ટાંકીમાં ક્લીનર મૂકવું પડશે, જેના પરિણામે સીટની સફાઈ અને જંતુનાશક દ્રાવણ દરેક ફ્લશ સાથે પાણી સાથે છોડવામાં આવે છે.
  • એને કારણે ટોઇલેટ સીટ દરેક વખતે ઉપયોગમાં લેવાતી વખતે સાફ થઈ જાય છે. એનો ઉપયોગ કરતાં પહેલાં એક વખત એના પેકેટ પર લખેલા નિર્દેશો વાંચવાની ખાતરી કરો.

સફાઈ ટેબ્લેટ

  • શૌચાલય સાફ કરવાની ગોળીઓ ધીમે ધીમે બ્લીચ અને સફાઈ રસાયણોને મુક્ત કરે છે.
  • એનાથી ગંદકી, બેક્ટેરિયા અને ગંધ દૂર થાય છે. આ પદ્ધતિ તમને બ્રશથી ટોઇલેટ સીટને સ્ક્રબ કરવાથી મુક્ત કરે છે.
  • એ સીધા શૌચાલયમાં અથવા ટાંકીમાં રેડી શકાય છે. આનો ઉપયોગ કરતાં પહેલાં પેકેટ પર લખેલી માર્ગદર્શિકા વાંચો.

વિનેગર-બેકિંગ સોડા

  • શૌચાલયની નીચે 1 કપ સફેદ સરકો રેડો. એને ટોઇલેટ બ્રશ વડે ઘસડીને સારી રીતે લગાવો.
  • એક મિનિટ પછી ઉપર ખાવાનો સોડા છાંટવો અને બીજો કપ વિનેગર ઉમેરો. આ મિશ્રણને 30 મિનિટ સુધી રહેવા દો.
  • આ પછી સીટને ફરીથી બ્રશથી ઘસો. શૌચાલય સંપૂર્ણપણે સાફ કરો.