જ્યારે પણ આપણે ખાવા-પીવા માટે હોટલમાં જઈએ છીએ ત્યારે વેઈટરની સારી સર્વિસ માટે તેને ટિપ આપવાનું ભૂલતા નથી. વેઈટર અથવા હોટેલ સ્ટાફને ટીપ આપતા પહેલા, આપણે સારી સર્વિસની અપેક્ષા રાખીએ છીએ અને જો સર્વિસ અપેક્ષા કરતા વધુ સારી હોય, તો ટીપની રકમ વધી શકે છે. આવું જ કંઈક આ વાઈરલ વીડિયોમાં જોવા મળ્યું હતું, જેમાં એક વ્યક્તિએ વેઈટરના ચહેરા સ્મિત લાવી દીધું. આ કહાની જાણીને તમે પણ ભાવુક થઈ જશો. વેઈટ્રેસની સર્વિસની પ્રશંસા કરતા, તે વ્યક્તિએ મોટી રકમની ટિપ આપી.
રેસ્ટોરાંમાં વેઈટ્રેસને આટલા હજારની ટિપ મળી
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, જેમાં એક વ્યક્તિએ વેઈટ્રેસને મોટી રકમ ટીપમાં આપી. હવે તેની પ્રતિક્રિયા ઈન્ટરનેટ પર દિલ જીતી રહી છે. વીડિયોમાં એક વ્યક્તિ રેસ્ટોરાંમાં ઊભો હોય છે અને તેને એવું કહેતા સાંભળી શકાય છે કે, 'અમારા બધાની તરફથી વેઈટ્રેસને લગભગ એક હજાર બગ્સ (77,500 રૂપિયાથી વધારે)ની ટીપ.' વેઈટ્રેસ પોતાના ચહેરા પર હાથ રાખીને પ્રતિક્રિયા આપે છે કેમ કે તે પોતાના આસુને રોકવાનો પ્રયાસ કરે છે.
ટિપ મળ્યા પછી વેઈટ્રેસે હૃદયને સ્પર્શી જાય એવી વાત કરી
તેને એવું કહેતા સાંભળી શકાય છે, ‘તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે લોકો જાણતા નથી કે આ મારા માટે કેટલું મહત્ત્વનું છે. હું સિંગલ મોમ છું.' આ પછી મહિલાએ પુરુષ સાથે હાથ મિલાવ્યો અને તેને ગળે લગાડ્યો. થોડા કલાકો પહેલા, આ વિડિયો ગુડન્યૂઝ_મૂવમેન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો જેમાં કેપ્શન લખ્યું હતું, ‘આ વેઈટ્રેસ એક એક્સ્ટ્રા ટીપથી આશ્ચર્યચકિત છે. કેટલીકવાર કેટલાક લોકો અમેજીંગ હોય છે. પોસ્ટ કર્યા બાદથી, વિડિયોને 1 કરોડથી વધુ વ્યૂઝ અને 1 કરોડથી વધુ લાઇક્સ અને ઘણી કમેન્ટ મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.