• Gujarati News
  • Lifestyle
  • A Cube Of Cheese & A Block Of Chocolate: How Your Favourite Foods Can Safeguard Heart Health In The Long Run

યે ચીઝ બડી હૈ મસ્ત:ચોકલેટ અને ચીઝ યોગ્ય માત્રામાં લેવાથી હૃદય સ્વસ્થ રહે છે, જાણો તેની કેટલી માત્રા લેવાથી ફાયદો થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈટાલીની નેપલ્સ યુનિવર્સિટીના સંશોધકોએ તેમનાં રિસર્ચમાં દાવો કર્યો
  • સંશોધકોના જણાવ્યા પ્રમાણે દરરોજ 200 ગ્રામ ડેરી પ્રોડક્ટ્સ લેવાથી હૃદય સ્વસ્થ રહે છે

જો તમે ચોકલેટ લવર છો તો તમારાં માટે એક સારા સમાચાર છે. હૃદય સ્વસ્થ રાખવા માટે ચોકલેટ, ચીઝ અને યોગર્ટ સહિતની યોગ્ય માત્રા લેવાથી હૃદય સ્વસ્થ રહે છે. આ દાવો ઈટાલીના વૈજ્ઞાનિકોએ તેમનાં રિસર્ચમાં કર્યો છે.

ઈટાલીની નેપલ્સ યુનિવર્સિટીના સંશોધકોએ આ રિસર્ચ કર્યું છે. સંશોધકોનું કહેવું છે, દરરોજ 200 ગ્રામ ડેરી પ્રોડક્ટ લેવાથી હૃદયને નુક્સાન થતું નથી. જો તમે ચીઝ ખાવાનું પસંદ કરો છો તો એક તૃતયાંશ કપ ચીઝ લઈ શકો છો. 50 ગ્રામ ચીઝ ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે.

સંશોધકોનું કહેવું છે કે જો ચોકલેટ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો હૃદય રોગોનું જોખમ ઓછું થાય છે. 20થી 45 ગ્રામ સુધી ચોકલેટ ખાવાથી ફાયદો થાય છે. ડાર્ક ચોકલેટમાં રહેલું ફ્લેવેનોલ અને એન્ટિ ઓક્સીડેન્ટ્સ હૃદય સ્વસ્થ રાખે છે.

હવે જાણો હૃદયને કેવી રીતે સ્વસ્થ રાખશો

હૃદય રોગોથી બચવા માટે 2 રીત અપનાવી શકાય છે...
1. સારું ડાયટ: પાંદડાવાળી શાકભાજીથી 16% અને આખાં અનાજથી 22% સુધી જોખમ ઓછું

  • નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિસીનના જણાવ્યા પ્રમાણે, પાંદડાવાળી શાકભાજીમાં યોગ્ય માત્રામાં વિટામિન અને નાઈટ્રેટ્સ હોય છે. તે રક્તવાહિનીઓની રક્ષા કરવાની સાથે બ્લડ પ્રેશર ઓછું કરે છે.
  • ભોજનમાં લીલાં શાકભાજીની માત્રા વધારવાથી હૃદયની બીમારીનું જોખમ 16% સુધી ઓછું થાય છે. તો આખાં અનાજમાં ફાઈબર હોય છે જે ખરાબ કોલેસ્ટેરોલ ઓછું કરે છે. દરરોજ 150 ગ્રામ આખું અનાજ લેવામાં આવે તો 22% સુધી જોખમ ઘટે છે.

2. એક્સર્સાઈઝ: બ્લડ સર્ક્યુલેશન વધારે છે, કોલેસ્ટેરોલ ઓછું કરે છે

  • રઝિસ્ટન્સ ટ્રેનિંગ: અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસીનના જણાવ્યા પ્રમાણે, અઠવાડિયાંમાં મિનિમમ સતત 2 દિવસ રઝિસ્ટન્સ ટ્રેનિંગ જેમ કે વજન ઊંચકવુ, રઝિસન્ટસ બેંડ અથવા બોડી વેટ એક્સર્સાઈઝ જેમ કે પુશઅપ, ચિનઅપથી બેલિફેટ અને બોડી ફેટ ઓછું થાય છે. આ ફેટ જ હૃદય રોગનું કારણ બને છે.
  • એરોબિક એક્સર્સાઈઝ: જોન હોપ્કિન્સ મેડિસીન ઈન્સ્ટિટ્યુટમાં એક્સર્સાઈઝ ફિઝિયોલોજિસ્ટ કેરી જે સ્ટુઅર્ટ કહે છે કે, દરરોજ 30 મિનિટ, અઠવાડિયાંમાં 5 દિવસ બ્રિસ્ક વૉક, રનિંગ, સ્વીમિંગ, સાઈકલિંગ, રોપ જમ્પિંગ જેવી એરોબિક એક્સર્સાઈઝ હાર્ટ પમ્પિંગ કેપેસિટી સુધારે છે. તેનાથી સર્ક્યુલેશન સારું રહે છે. બ્લડ પ્રેશર ઓછું થાય છે અને હૃદય મજબૂત બને છે.
અન્ય સમાચારો પણ છે...