તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાવાઈરસ મહામારી દરમિયાન અમેરિકાના ઇલિનોય રાજ્યના શિકાગો શહેરમાં રહેતા કપલે તેમનાં લગ્ન કેન્સલ કર્યાં. આ કપલે મેરેજ માટે બધી તૈયારીઓ અને બુકિંગ કરી દીધું હતું. તેમણે કેટરિંગ માટે આપેલા રૂપિયા પરત લેવાને બદલે 200 જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું. સોશિયલ મીડિયા પર આ કપલની ઉદારતાના લોકો વખાણ કરી રહ્યા છે.
કપલનું નામ બિલી લેવિસ અને એમિલી બગ છે. તેમના લગ્ન 1 ઓક્ટોબરના રોજ શિકાગો સિટી હૉલમાં થવાના હતા. મેરેજના તમામ ફંક્શન કપલે મહામારીને લીધે કેન્સલ કર્યા. તેમણે કેટરિંગ માટે આપેલી રકમમાંથી જરૂરિયાતમંદ લોકો વચ્ચે ફૂડ પેકેટ વહેંચ્યાં. આ પેકેટમાં ટર્કી, મેશ્ડ પોટેટોઝ, સ્ટફિંગ, ગ્રીન બીન્સ, ક્રેનબેરી સોસ, સલાડ અને કુકિઝ રાખ્યાં હતાં.
કપલે વેન્યુ માટે ભેગી કરેલી રકમ એપિલેપ્સી ફાઉન્ડેશનને આપી જેથી ભવિષ્યમાં યોજાનારી ઇવેન્ટમાં તેનો ઉપયોગ કરી શકાય. મહામારીને લીધે કપલે અનેક વાર પ્લાનિંગ ચેન્જ કર્યાં, પણ અંતે સાદગીથી મેરેજ કર્યાં. લેવિસને ખુશી છે કે તેને એક સમજદાર વાઈફ મળી છે જે મહામારી દરમિયાન રૂપિયા ભેગા કરવાને બદલે તેને ગરીબોમાં વહેંચવાનું વધારે પસંદ કરે છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.