તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A Couple From Australia Got Photoshoot In Front Of Flood, Bride Appealed For Help On Social Media And Reached By Helicopter

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક વિવાહ ઐસા ભી:ઓસ્ટ્રેલિયાનાં કપલે પૂર વચ્ચે ફોટોશૂટ કરાવ્યું, દુલ્હને સોશિયલ મીડિયા પર મદદ માગતાં બંને હેલિકોપ્ટરમાં બેસી વેન્યુએ પહોંચ્યાં

2 મહિનો પહેલા
કપલ તેમનાં મેરેજ અને ફોટોશૂટ જિંદગીમાં ક્યારેય નહિ ભૂલે.
  • ન્યૂ સાઉથ વેલ્સમાં વધારે વરસાદ પડતાં 18 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા પડ્યા
  • કપલ માટે એફિનિટી હેલિકોપ્ટર્સ કંપનીએ મદદનો હાથ લંબાવ્યો

પોતાના લગ્નને યાદગાર બનાવવા અનેક છોકરીઓ સપનાં જોતી હોય છે, પરંતુ ઘણી ઓછી છોકરીઓનાં સપનાં પૂરાં થતાં હોય છે. ઓસ્ટ્રેલિયામાં ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતી એક યુવતીએ પણ તેના મેરેજ અને ફોટોશૂટ માટે ઘણુંબધું વિચારીને રાખ્યું હતું. નસીબજોગે તેના લગ્ન દરમિયાન જ ભારે વરસાદ પડ્યો અને પૂર આવી ગયું. અહીં પૂર્વ તટ પર એટલો વધારે વરસાદ પડ્યો કે પૂરની સ્થિતિ થઈ ગઈ. પૂરમાં ફસાયેલા 18 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા. 20 માર્ચની સવારે ઓસ્ટ્રેલિયામાં રહેતી કેટ ફોદરિંગમના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું અને સાથે તેનાં સપનાં પર પણ પાણી ફરી વળ્યું.

ઓસ્ટ્રેલિયામાં આવેલું ઘોડાપૂર.
ઓસ્ટ્રેલિયામાં આવેલું ઘોડાપૂર.

સોશિયલ મીડિયા પર મદદ માગી
મદદ માટે કેટે સોશિયલ મીડિયા પર લખ્યું, હેલ્પ મી, આજે મારો વેડિંગ ડે છે. અમે પૂરની વચ્ચે ફસાઈ ગયાં છીએ. અમારે વેન્યુ સુધી પહોંચવા મદદ જોઈએ છે. તમે કોઈને ઓળખો છો, જે અમારી મદદ કરી શકે?

એ જ દિવસે બપોરે 3 વાગ્યે કેટે તેના મંગેતર વેને બેલ સાથે મેરેજ કર્યાં. કેટના મેરેજનું પ્લાનિંગ તો શક્ય નહોતું. તેણે વિચારી રાખ્યું હતું કે તે વેડિંગ ડ્રેસમાં ફોટોશૂટ કરાવશે, પરંતુ પૂરને લીધે તે વેન્યુ સુધી પહોંચી ના શકી, ત્યારે તેણે પૂર સામે જ ફોટોશૂટ કરાવ્યું. આ કપલના ફોટોઝ પણ ઈન્ટરનેટ પણ ઘણા વાઈરલ થયા.

પૂરની વચ્ચે લગ્ન.
પૂરની વચ્ચે લગ્ન.

કેટ અને તેના મંગેતર માટે વેડિંગ ડે કોઈ ચમત્કારથી કમ નહોતો. હેલિકોપ્ટરની મદદ મળી ગયા પછી તેઓ નક્કી કરેલા દિવસે જ મેરેજ કરી શક્યાં.

મેરેજ પછી કેટે લખ્યું, ‘અપડેટ! મારા લવ ઓફ લાઈફ સાથે મેં ચર્ચમાં વેડિંગ કર્યા. એફિનિટી હેલિકોપ્ટર્સ કંપની અમને રેસ્ક્યૂ કરવા આવી. અમને બધાને સહીસલામત પહોંચાડ્યાં. પાણીને લીધે બ્લોક થયેલા બ્રિજ પરથી અમે માત્ર 5 મિનિટમાં પસાર થઈ ગયાં. શું યાદગાર દિવસ હતો!’ કપલ માટે એફિનિટી હેલિકોપ્ટર્સ કંપનીએ મદદનો હાથ લંબાવ્યો. તેમને હેલિકોપ્ટરથી વેન્યુ સુધી પહોંચાડ્યાં અને ત્યાં બંનેએ મેરેજ કર્યાં.

હટ કે ફોટોશૂટને લીધે ઇન્ટરનેટ પર છવાઈ ગયાં.
હટ કે ફોટોશૂટને લીધે ઇન્ટરનેટ પર છવાઈ ગયાં.

ઓસ્ટ્રેલિયાનાં કપલને પોતે નક્કી કરેલા પ્લાનિંગ રીતે તો મેરેજ ના થયા, પણ તેઓ વેડિંગ ડે જીવનમાં ક્યારેય ભૂલી નહિ શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો