તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A Couple From America Made A Double Decker Bus A Luxury Home, There Is Also A Fire Place, Bathtub, Kitchen And Cupboards.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રકૃતિનાં ખોળામાં એક ઘર:લંડનનાં કપલે 17 લાખ રૂપિયાનો ખર્ચ કરી 554 સ્કવેર ફૂટ ડબલ ડેકર બસને લક્ઝરી હોમમાં ફેરવી, આ બસ તળાવની નજીક પાર્ક કરેલી છે

11 દિવસ પહેલા

26 વર્ષીય ચાર્લી મેકવિકાર અને તેના 37 વર્ષીય બોયફ્રેન્ડ લ્યુક વાકર 2018થી સાથે રહે છે. હાલ તેઓ જે જગ્યાએ રહે છે તે અત્યાર સુધીની સૌથી બેસ્ટ જગ્યા છે. આ બંનેએ 544 સ્કવેર ફૂટ લંડન ડબલ ડેકર બસને લક્ઝરી હોમમાં ફેરવી. તેઓ ભાડે રહીને દરમહીએં પૈસા વેડફવા માગતા નહોતા. ચાર્લીના પિતા પાસે ઘણી જમીન છે, પણ બંનેએ નક્કી કર્યું કે તે જમીનની કિંમત આપીને ત્યાં બસમાં બનેલા ઘરને શિફ્ટ કરશે. તેમના નવા ઘરમાં ફાયર પ્લેસ, બાથટબ, લાકડામાંથી બનેલો સ્ટવ અને કબાટ પણ છે. સાથે જ એક બેડ અને ટીવી પણ મૂક્યું છે. તેમણે બનાવેલા લિવિંગ રૂમ અને કિચનની સુંદરતા જોવા જેવી છે. બસ રિનોવેટ કરવામાં તેમને 17 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો.

ડબલ ડેકર બસ એક તળાવની એકદમ નજીક પાર્ક કરેલી છે. પ્રકૃતિનું સુંદરતા આ બસના કોઈ પણ ખૂણેથી જોઈ શકાય છે. મેકવિકાર લોજિસ્ટિક કોર્ડીનેટર છે જ્યારે તેનો બોયફ્રેન્ડ એક ઇન્શ્યોરન્સ કંપનીમાં કામ કરે છે.

આ કપલે બસ ખરીદી ત્યારે તે સીટથી ભરેલી હતી, હાલ આ બસમાં અંદર એક નાનું ઘર છે. એક રેગ્યુલર ઘરમાં જે પણ વસ્તુઓ હોય તે દરેક વસ્તુઓ આ બસમાં છે. તેમાં નાનકડું બાથરૂમ અને ટોઇલેટ પણ છે.

ઉપરના ફ્લોર પર ડ્રેસિંગ એરિયા છે.મેકવિકારે કહ્યું કે, તમે જેટલી વધારે વસ્તુઓ રાખશો તેટલી તમને જગ્યા નાની પડશે. આથી અમે કામની વસ્તુઓ જ રાખી છે, જેથી મને પ્રોપર સ્પેસ મળે. આખા ઘરમાં મારી ફેવરિટ વસ્તુ બાથટબ છે. એક સમય માટે તો હું ભૂલી જઉં છું કે આ ડબલ ડેકર બસ છે.

આ આલીશાન ઘરમાં માઈક્રોવેવ ઓવન, હાર્મ હાઉસ સિંક, ફ્રિજ અને વોશિંગ મશીન છે. બસમાં બનાવેલા ડાઇનિંગ રૂમમાં ત્રણ લોકો બેસી શકે છે. લિવિંગ રૂમમાં બે સોફા છે. બસને ઘરમાં ફેરવવા માટે કપલને એક વર્ષનો સમય લાગ્યો. કોરોના મહામારી પછી અત્યાર સુધી બંનેએ તેમના ઓફિશિયલ કામ પણ અહીં જ પૂરા કર્યા.

બસની બહાર આઉટડોર સીટિંગની અરેન્જમેન્ટ છે. ત્યાં બે બકરીઓ બાંધેલી છે. નોર્મલ ઘરમાં રહેવા કરતાં ડબલ ડેકર બસમાં રહેવામાં ચાર્લી અને લ્યુકને મજા આવે છે. તેઓ કોઈ પણ સંજોગે આ ઘર છોડવા માગતા નથી.

તેમની બસ જે જગ્યાએ પાર્ક કરી છે ત્યાંથી તેમની કામ કરવાની જગ્યા માત્ર 10 મિનિટ દૂર છે. રાતે આજુબાજુ કોઈ સ્ટ્રીટ લાઈટ પણ નથી. ચાર્લીએ કહ્યું, સૌથી સારો માહોલ રાતે હોય છે. આજુબાજુ કોઈ વસ્તી નહિ અને એકદમ શાંતિ છવાયેલી હોય છે.

ટૂંક સમયમાં કપલ આ ઘરમાં AC લગાવવા માગે છે, જેથી વાતાવરણ બદલાય તો પણ કઈ તકલીફ ના થાય. આ બસમાં અનેક બારી છે પણ કપલે એક પણ બારી પર પડદા નાખ્યા નથી. તેઓ કહે છે, અમારે ખુલ્લા દિલે પ્રકૃતિ એન્જોય કરવી છે. અમે જિંદગીનો બેસ્ટ પાર્ટ જીવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, અમે ક્રિએટિવ માણસો ના હોવા છતાં આજે આ બસની કાયાપલટ જોઈને બમણી ખુશી થાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો