તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A Cool And Comfort Dress In Summer Will Make You Glamorous, Get A Sleek Look From Katrina Alia's Outfit Selection

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેશન ટિપ્સ:ગરમીમાં કૂલ અને કમ્ફર્ટ ડ્રેસ તમને ગ્લેમરસ બનાવશે, કેટરીના-આલિયાના આઉટફિટ સિલેક્શનથી મેળવો સ્લાઈલિશ લૂક

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવસેને દિવસે ગરમી વધી રહી છે. આ સિઝનમાં કૂલ અને કમ્ફર્ટ ડ્રેસિસની પસંદગી પહેલી પ્રાથમિકતા હોય છે. પરંતુ કૂલ અને કમ્ફર્ટ ડ્રેસની સાથે તમે સ્ટાઈલિશ કેવી રીતે દેખાઈ શકો છો, તે જાણો આ બોલિવૂડની અભિનેત્રીઓ પાસેથી...

બ્લાઉઝ ટૉપ
દિયા મિર્ઝા હંમેશાં પોતાના સિમ્પલ ડ્રેસના કારણે ચર્ચામાં રહે છે. તેણે ગરમીની આ સિઝનમાં લાઈટ વાદળી કલરનો ડ્રેસ પસંદ કર્યો છે. દીયાએ આસમાની કલરના બ્લાઉઝિ ટોપને હિપ્પી સેન્ડલ સાથે પહેર્યો છે. પરસેવાથી બચવા માટે આ એક સારો ઓપ્શન છે.

આરામદાયક ડ્રેસ
ચારકોલ બ્લેક જો કે, ગરમીનો કલર નથી, પરંતુ ફેબ્રિક કોટન હોય તો ગરમીમાં તેને પહેરી શકાય છે. અહીં અદિતિ રાવે આવો જ ડ્રેસ પહેર્યો છે. ઘુંટણથી થોડી ઉપર ફ્રોકનુમા ડ્રેસ છે. તેનાથી વધુ કમ્ફર્ટેબલ ડ્રેસ બીજો શું હોઈ શકે.

સુપર ઈઝી બ્રીઝી રેપ ડ્રેસ
ડાયને વૉન ફૂરસ્ટેનબર્ગે 60ના દાયકામાં સુપર ઈઝી બ્રીઝી રેપ ડ્રેસનો આવિષ્કાર કર્યો હતો. દુનિયાભરની મહિલાઓ આ ડ્રેસને પહેરવા લાગી હતી. આવા પ્રકારના ડ્રેસમાં મલાઈકા અરોરા ખાન એક લાલ કલરના ક્લચની સાથે હોટ દેખાઈ રહી છે. વધતા તાપમાનમાં તેમનો આ ડ્રેશ એક સારી પસંદ હોઈ શકે છે.

ઓફ શોલ્ડર બ્લાઉઝ
ગરમી માટે સૌથી સારા ડ્રેશ લાઈટ કલરના માનવામાં આવે છે. તેમાં પણ સફેદ કલરની વાત અલગ છે. કેટરીના કૈફે ગરમી માટે આવા જ ડ્રેસની પસંદગી કરી છે. ઓફ શોલ્ડર બ્લાઉઝ અને ટ્રાન્સપરન્સી સ્લીવ્ઝ એ ગરમી માટે સારો ઓપ્શન છે.

સાદગીની સાથે કોન્ટ્રાસ્ટ
પફી સ્લીવ્ઝ હંમેશાં સારી દેખાય છે અને તે સાદગીનું પ્રતિક હોય છે. આલિયા ભટ્ટે ગરમીની આ સિઝનમાં લાઈટ રેડિશ કલરનો એન્કલ લેન્થ ડ્રેસ પસંદ કર્યો છે. આ એક સુંદર ડ્રેસ છે. આ ડ્રેસની સાથે આલિયાએ લાઈટ પીળા કલરના રેટ્રો સ્ટાઈલના સેન્ડલ સાથે પહેર્યા છે. દેખાવમાં એકદમ સિમ્પલ છે, પરંતુ કમર પર મોટો બેલ્ટ સિમ્પલ દેખાવાની સાથે એકમદ કોન્ટ્રાસ્ટ લૂક પણ આપે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો