• Gujarati News
  • Lifestyle
  • A Complaint Was Registered Against In laws After The Woman Went Missing, Later She Came Back With Her Lover And Child

'વહુ ના માંગા ન હોય' કહેવત ખોટી ઠરી:મહિલા ગુમ થતા સાસરિયા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, બાદમાં પ્રેમી અને બાળક સાથે આવી પરત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ગુમ થાય છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે. બાદમાં તપાસ હાથ ધરવામાં આવે છે કે, કોઈ વ્યક્તિ મરજીથી ગયું છે કે, અપહરણ કરવામાં આવ્યું છે. બિહારના બેગુસરાયમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જે મહિલાને ગુમ કરવાના ગુનામાં સાસરિયાવાળા જેલમાં હતા તે મહિલા તેના પ્રેમી સાથે રહેતી હતી. પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

પરણિત મહિલા એક દિવસ અચાનક જ સાસરામાંથી ગુમ થઇ ગઈ હતી. આ બાદ મહિલાના પિયર પક્ષના લોકોએ મહિલાની સાસુ, પતિ અને જેઠ ઉપર અપહરણનો આરોપ લગાવ્યો હતો. આ બાદ પોલીસે બધા આરોપીઓની ધરપકડ કરીને જેલમાં પણ મોકલી દીધા હતા.

મહિલા લગ્નના 5 વર્ષ બાદ ભાગી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાના લગ્ન 2105માં બેગુસરાયના યુવક સાથે થયા હતા. પરંતુ મહિલાનું કોઈ બીજા યુવક સાથે અફેર હતું. જે બાદ 2020માં પ્રેમી એસ્થે ભાગી ગઈ હતી. લખીસરાયથી ધરપકડ કરવામાં આવેલી મહિલા અને તેના પ્રેમીને એક બાળક પણ છે.

પિયરપક્ષના લોકોએ લગાવ્યો હતો દહેજ માટે ગુમ કરવાનો આરોપ
જે મહિલા ગુમ થઇ હતી તેના પિયરિયાએ સાસરિયા ઉપર દહેજ માટે ગુમ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે દહેજ અને અપહરણની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા મળી ગયા બાદ હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દહેજ ઉત્પીડનના ખોટા કેસો પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ
સુપ્રીમ કોર્ટમાં અગાઉ પણ અનેક મામલા દહેજ ઉત્પીડનના કેસ સામે આવ્યા છે. આ અંગે કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. આ પ્રકારના જ એક કેસમાં કોર્ટે કહ્યું હતું કે 498A (દહેજના ત્રાસ) કેસમાં પતિ અને તેના સંબંધીઓ સામે સ્પષ્ટ આરોપ વિના કેસ ચલાવવો એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે.

મુંબઈ હાઇકોર્ટ પત્નીને ફટકાર્યો હતો દંડ
વર્ષ 2018માં મુંબઈ હાઈકોર્ટે એક મહિલા પર દહેજ ઉત્પીડનના ખોટા આરોપો લગાવવા બદલ 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત, કોર્ટે પીડિત પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી.