તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલિપાઈન્સ:બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણી રૂપ કિસ્સો, મહિલાએ ઓર્ડર કર્યું હતું ફ્રાઈડ ચિકન અને પેકેટ ખોલ્યું તો ફ્રાઈડ ટૂવાલ નીકળ્યો

17 દિવસ પહેલા
ફિલિપાઈન્સમાં રહેતી Alique Perez નામની મહિલાએ પોતાના દીકરા માટે ફ્રાઈડ ચિકન ઓર્ડર કર્યું હતું પરંતુ એની જગ્યાએ ફ્રાઈડ ટૂવાલ નીકળ્યો.
  • ફિલિપાઈન્સમાં રહેતી મહિલાએ પોતાના દીકરા માટે ફ્રાઈડ ચિકન ઓર્ડર કર્યું હતું, પરંતુ તેની જગ્યાએ ફ્રાઈડ ટૂવાલ ડિલિવર થયો

બહારથી ખાવાનો ઓર્ડર આપવો એ સામાન્ય થઈ ગયું છે અને તે આપણી લાઈફસ્ટાઈલનો જરૂરી ભાગ બની ગયો છે. અત્યારે ફોનમાં ઘણી એવી એપ્સ અને વેબસાઈટ છે, જેની મદદથી ડિસ્કાઉન્ટ પર સરળતાથી ખાવાનું ઓર્ડર કરી શકાય છે. પરંતુ જ્યારે તમે ઓનલાઈન ફ્રાઈડ ચિકન ઓર્ડર કરો અને તેની જગ્યાએ ફ્રાઈડ ટૂવાલ આવી જાય તો તમે શું કરશો. આવું જ કંઈક ફિલિપાઈન્સની એક મહિલાની સાથે થયું છે, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

ફ્રાઈડ ચિકનની જગ્યાએ ટૂવાલ નીકળ્યો
જો તમે હંમેશાંથી બહારથી ખાવાનું ઓર્ડર કરો છો આ વિચિત્ર સમાચાર તમારા માટે છે. આવું કોઈની પણ સાથે થઈ શકે છે. હકીકતમાં ફિલિપાઈન્સમાં રહેતી અલિક પરેઝ (Alique Perez) નામની મહિલાએ પોતાના દીકરા માટે ફ્રાઈડ ચિકન ઓર્ડર કર્યું હતું. ખાવાનું ડિલિવર થયા બાદ મહિલાએ દીકરાને ખવડાવવા માટે ચિકનના ટૂકડા કરી રહી હતી પણ તે તૂટી નહોતો રહ્યા. ત્યારે મહિલાએ હાથેથી તેને ખોલવાનો પ્રયત્ન કર્યો તો ચિકનનું રહસ્ય સામે આવ્યું. તે જોઈને મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે પેકેટમાં જે વસ્તુ આવી હતી તે ચિકન નહોતું પરંતુ ટૂવાલ હતો.

ખાવાના પેકેટમાંથી ટૂવાલ નીકળ્યો
ખાવાનું ઓર્ડર કરનારી મહિલા તે સમયે આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે તેને ખબર પડી કે પેકેટમાં ચિકનની જગ્યાએ ટૂવાલ ફ્રાય કરીને મોકલવામાં આવ્યો છે. મહિલાને પણ કંઈ સમજાતું નહોતું કે કે ટૂવાલને મિશ્રણમાં નાખીને કોણે ફ્રાય કર્યો હશે.

બહારથી ખાવાનું ઓર્ડર કરતી વખતે ધ્યાન રાખવું
ફૂડ હોમ ડિલિવરીને લઈને ઘણી ઘટનાઓ સામે આવી છે. અત્યારે આવી ઘણી ફરિયાદો સામે આવી ચૂકી છે, જેના વિશે સાંભળીને લોકોના હોશ ઉડી જાય છે. આ વાઈરલ વીડિયો તેનું જ ઉદાહરણ છે. તેથી બહારથી કંઈપણ ઓર્ડર કરતાં પહેલા તમારો ઓર્ડર બરાબર રીતે ચેક કરો અને કોઈપણ સમસ્યા દેખાય તો તરત ફરિયાદ કરો.