તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રશિયા:એક એવું કેફે જ્યાં જઈને લોકો 'કાર્ટૂન' બની જાય છે, તસવીર જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો

3 મહિનો પહેલા
રશિયામાં બનાવવામાં આવ્યું છે આ કેફે. અહીં આવતા વિઝિટર્સ કાર્ટૂનની દુનિયાનો એક ભાગ બની જાય છે.
  • બ્લેક એન્ડ વ્હાઈટવાળી તસવીરો વાસ્તવમાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગના એક કેફેની છે
  • મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં BW કેફે એકમદ અનોખું છે, કેફે 3D સ્ટાઈલમાં છે

તમે ઘણી એવી અજીબોગરીબ જગ્યાએ ગયા હશો, જ્યાં થીમ બેઝ રેસ્ટોરાં બનાવવામાં આવે છે. જો કે કેટલાક રેસ્ટોરાં એવા પણ હોય છે જેને જોયા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આવું કંઈક નવી અજાયબી રશિયામાં જોવા મળી છે, અહીં આવેલા એક કેફેને જોઈને તમને લાગશે કે તેને એક પેપર પર સ્કેચ કરવામાં આવ્યું છે, પરંતુ જ્યારે તમે તેની અંદર જશો ત્યારે તેનું રહસ્ય જાણીને આશ્ચર્યચકિત થઈ જશો.

3Dમાં ડિઝાઈન કરવામાં આવ્યું આ કેફે
આ અવિશ્વસનીય તસવીર જોઈને લોકોના હોંશ ઊડી ગયા છે કેમ કે તોઓ સમજી નથી શકતા કે આખરે આ શું થઈ રહ્યું છે. ઈમેજ પહેલી નજરમાં 3D હોય તેવું લાગે છે- જેમ કે કોઈએ કાગળ પર રૂમના ફિચર્સને માત્ર સ્કેચ કર્યું હોય.

બધું બ્લેક એન્ડ વ્હાઈટ છે
બ્લેક એન્ડ વ્હાઈટવાળી તસવીર વાસ્તવમાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગના એક કેફેની છે, જ્યાં વિઝિટર્સ મહેસૂસ કરી શકે છે કે તેઓ એક કલરફૂલ પુસ્તકોના પેજમાં છે.

શાનદાર ઈન્ટિરિયર છે
તસીવરને જોઈને સમજી શકાય છે કે ઈન્ટિરિયર કંઈક એવી રીતે બનાવવામાં આવ્યું છે, જાણે કોઈએ શાનદાર તસવીર બનાવી હોય. અહીં માઈક્રોફોન અને અકોર્ડિયનની સાથે ડ્રમ, ગિટાર રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત વેનિટી મિરર, ખુરશી અને મેજ પણ છે.

વિઝિટર્સને કાર્ટૂન બની જાય છે
બીડબ્લ્યુ કેફે (BW Kafe)ના ડાયરેક્ટર મિનેવા ક્રિસ્ટીનાએ જણાવ્યું કે, અહીં આવનાર વિઝિર્ટસને એવું મહેસૂસ થશે કે જાણે તેઓ એક કાર્ટૂનવાળી જગ્યા પર આવી ગયા હોય. આ કેફે જોઈને તમને પણ પહેલી નજરે એવું જ લાગશે કે કોઈ સ્કેચ કર્યું છે.

રશિયામાં બનાવવામાં આવ્યું છે આ કેફે
મિનેવા ક્રિસ્ટીનાના જણાવ્યા પ્રમાણે, મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં BW કેફે એકમદ અનોખું છે, કેફે 3D સ્ટાઈલમાં છે અને વિઝિટર્સ પોતાને એક અલગ જગ્યાએ આવ્યા હોય તેવું અનુભવે છે, જાણે કે તેઓ કોઈ કાર્ટૂન કેરેક્ટર હોય.