તમે ગણિતને પસંદ કરો કે ન કરો, તમે તમારા શાળાના દિવસો દરમિયાન ગણિતનાં જુદા-જુદા સમીકરણોને હલ કરવા માટે BODMAS નિયમનો ઉપયોગ કર્યો હશે? તાજેતરમાં જ એક મેથ્સનું એક બ્રેઈન ટીઝર ઓનલાઇન સામે આવ્યું છે અને તે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ઘણા લોકો સાચા જવાબ વિશે માથુ ખંજવાળતા રહી ગયા, જ્યારે અમુક લોકો શાળામાં શીખેલા BODMAS નિયમનો ઉપયોગ કરીને તેને ઉકેલવામાં સફળ રહ્યા હતા.
ટ્વિટર પર વાઈરલ મેથ્સ બ્રેઈન ટીઝર
બેનોવિન નામના યૂઝરે કોઈપણ કેપ્શન આપ્યા વગર આ બ્રેઈન ટીઝર પોસ્ટ કર્યું હતું. આ વાઈરલ બ્રેઈન ટીઝરમાં ડ્રિંક્સ, બર્ગર અને ફ્રાઇઝ બતાવવામાં આવ્યા છે, જેમાંથી દરેકની એક નિશ્ચિત કિંમત છે. તમારે તે દરેક વસ્તુની કિંમત શું છે? તે શોધવાની છે અને તેને યોગ્ય રીતે હલ કરવા માટે BODMAS નિયમનો ઉપયોગ કરવાનો છે. અજાણ લોકો માટે BODMAS એ કૌંસ છૂટા પાડવા, ઓફ, ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકીનું સંક્ષિપ્ત નામ છે. તે સમજાવે છે કે, કયા ક્રમમાં કોઈ ચોક્કસ ગાણિતિક સમીકરણને હલ કરવાની જરૂર છે?
9 જાન્યુઆરીનાં રોજ શેર થયેલા આ ટ્વીટને 41,700 વ્યૂઝ મળી ચૂક્યા છે અને આ આંકડો હજુ પણ આગળ વધી જ રહ્યો છે. આ ઉપરાંત યૂઝર્સ આ બ્રેઈન ટીઝરનાં જવાબો કોમેન્ટોમાં જણાવી રહ્યા છે.
લોકોએ કમેન્ટ્સમાં શું શેર કર્યું છે તે અહીં છે :
એક યૂઝરે પોસ્ટ કર્યું કે,‘ડ્રિન્કની કિંમત 10 છે. બર્ગરની કિંમત 5 છે. ફ્રાઈઝની કિંમત 1 છે. ગણતરી 5 + 1 x 10 છે, પરંતુ BODMAS (અથવા સમકક્ષ) ને ધ્યાનમાં લેતા, તમે પ્રથમ ગુણાકાર કરો છો અને બીજો ઉમેરો છો તેથી 5 + (1 x 10) કુલ 15 પર લાવે છે ...’ બીજાએ શેર કર્યું કે, ‘હું કહું છું કે 25. આ સમીકરણોથી પહેલા પણ પકડાઈ ગયા છે. પહેલા ચિપ્સ અને કોકને ગુણાકાર કરવાની જરૂર છે પછી બર્ગર ઉમેરવાની જરૂર છે.
આ મજેદાર બ્રેઈન ટીઝરનો સાચો જવાબ શોધી રહેલા લોકો માટે પહેલા તે પીણા, બર્ગર અને ફ્રાઈસનાં વ્યક્તિગત મૂલ્યો શોધો અને પછી BODMAS લાગુ કરો. પીણાની કિંમત 10 છે, બર્ગર 5નું છે અને ફ્રાઈસની કિંમત 2 છે. હવે, BODMAS 5 + (2 x 10) = 25 લાગુ કરવું. આમ, સાચો જવાબ 25 છે. તમારામાંથી કેટલા લોકો આ બ્રેઈન ટીઝરને યોગ્ય રીતે હલ કરી શક્યા?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.