• Gujarati News
  • Lifestyle
  • A Biker Standing In Traffic Washed His Hair With Shampoo In The Ongoing Rain, Washing His Hair Until The Green Light.

સમયનો સદુપયોગ:ટ્રાફિકમાં ઉભેલા બાઈક ચાલકે ચાલુ વરસાદમાં શેમ્પૂથી હેર વોશ કર્યા, ગ્રીન લાઈટ ના થઈ ત્યાં સુધી વાળ ધોતો રહ્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈક ચાલકે કહ્યું, ટ્રાફિકમાં મારો ગુસ્સો શાંત રાખવા માટે મેં શેમ્પૂથી વાળ ધોવાનું શરુ કર્યું
  • હેલ્મેટ ના પહેર્યું હોવાને લીધે પોલીસે ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો

ટ્રાફિકમાં ઊભું રહેવું કોને ગમે? સામાન્ય રીતે રસ્તા પર વાહનચાલકોને ટ્રાફિક નડે તો તેઓ ગુસ્સે થઈ જાય છે. ચીનમાં એક બાઈક ચાલકે ટ્રાફિકમાં સમયનો સદુપયોગ કરીને શેમ્પૂથી પોતાના વાળ ધોયા. વરસાદ ચાલુ હોવાને લીધે તેને પાણીની પણ જરૂર ના પડી. બાઈક ડ્રાઈવર તેની ધૂનમાં વાળ ધોતો રહ્યો અને ટ્રાફિકમાં ઉભેલા અન્ય લોકો તેને જોતા રહી ગયા.

ગ્રીન લાઈટ ના થઈ ત્યાં સુધી હેર વોશ કર્યા
ચાલુ વરસાદે રસ્તા પર હેર વોશ કરતા વ્યક્તિનો વીડિયો તેની પાછળ ટ્રાફિકમાં ઉભેલા એક ભાઈએ શૂટ કર્યો હતો. જ્યાં સુધી ટ્રાફિક લાઈટ ગ્રીન ના થઈ ત્યાં સુધી તેણે ચાલુ વરસાદમાં શેમ્પૂથી માથું ધોવાનું ચાલુ રાખ્યું.

ટ્રાફિક પોલીસે બાઈક ચાલકને ઊભો રાખતા તેણે કહ્યું, ચાલુ વરસાદમાં ટ્રાફિકમાં મારો ગુસ્સો શાંત રાખવા માટે મેં શેમ્પૂથી વાળ ધોવાનું શરુ કર્યું. હજુ ગ્રીન લાઈટ થઈ નહોતી. આથી મેં વિચાર્યું કે, ટ્રાફિકમાં ગુસ્સા થવાને બદલે આ સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

યુઝરે કહ્યું, બેગમાં શેમ્પૂ રાખનારી આ વ્યકિત નસીબદાર છે
જો કે, બાઈક ચાલકે મોજ-મસ્તીમાં કરેલું કામ ભારે પડ્યું. હેલ્મેટ ના પહેર્યું હોવાને લીધે પોલીસે ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો. ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલુ વરસાદમાં માથું ધોઈ રહેલા વ્યક્તિનો વીડિયો ખૂબ વાઈરલ થયો. એક યુઝરે વીડિયો જોઇને કમેન્ટ કરી, બેગમાં શેમ્પૂ રાખનારી આ વ્યકિત નસીબદાર છે. અન્ય યુઝરે લખ્યું, આ વ્યક્તિ ઈન્ટરેસ્ટિંગ છે. તેનો આઈડિયા જોરદાર છે.

ખાડાના પાણીમાં ફિશિંગ કર્યું
આ વર્ષે માર્ચ મહિનામાં ઈન્ડોનેશિયામાં એક વ્યક્તિએ રસ્તા પર ખાડામાં ભરાયેલા પાણીમાં ફિશિંગ અને બાથિંગ કર્યું હતું. રસ્તાના ખાડા પ્રત્યે અધિકારીઓનું ધ્યાન ખેંચવા માટે રસ્તા પર બેસીને ખરાબ પાણીથી હેર વોશ કરી રહ્યો હતો. એ પછી ખુરશીમાં બેસીને હાથમાં છત્રી પકડીને ખાડામાં ફિશિંગ કરી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...