તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહામારી દરમિયાન લોકો પોતાનો બિઝનેસ ચલાવવા માટે નવી-નવી ટેક્નિક અપનાવી રહ્યા છે. આ દરમિયાન બેલ્જિયમમાં આવેલુ રેસ્ટોરાં તેમના ગ્રાહકોને કેમ્પર વૅનના ભોજન સર્વ કરી રહ્યું છે. આ રેસ્ટોરાંનું નામ મિઠીયાઝ એન્ડ સી છે. અહિ લોકો કેમ્પર વૅનમાં બેસીને ભોજન કરે છે. આ બધી વૅન રેસ્ટોરાંના પાર્કિંગમાં છે. રેસ્ટોરાંના સ્ટાફ મેમ્બર્સ માસ્ક પહેરીને કસ્ટમરને ભોજન સર્વ કરે છે.
કોરોનાવાઈરસને લીધે દુનિયામાં ઘણા એવા રેસ્ટોરાં છે જ્યાં ઇન્ડોર ડાઈનિંગ પર પ્રતિબંધ છે. આથી ઘણા રેસ્ટોરાં હોમ ડિલિવરીથી કસ્ટમરને જમવાનું આપી રહ્યા છે. આ રેસ્ટોરાંના માલિક માટ્ટીયા કોલુએ જણાવ્યું કે, કેમ્પર વૅનનો આઈડિયા મને હોમ ડિલિવરીના ઓર્ડર લેતી વખતે આવ્યો હતો. મેં અત્યાર સુધી ઘણી સારી કેમ્પર વૅન જોઈ છે. રેસ્ટોરાંનું ભોજન ઘરમાં કરવાને બદલે કેમ્પર કારમાં કરવાની મજા આવે છે. અમારા રેસ્ટોરાંની બહાર પાર્કિંગની પણ પૂરતી જગ્યા છે. કસ્ટર અહિ આવીને કેમ્પર વૅનમાં બેસીને ભોજન ઓર્ડર કરી શકે છે.
આ રેસ્ટોરાંમાં આવતી એક કસ્ટમરે કહ્યું કે, માતા-પિતા વગર આવેલા બાળકો પણ અહિ આરામથી જમી શકે છે. આ જગ્યા સાચે બહુ સારી છે. બેલ્જિયમમાં 13 ડિસેમ્બર સુધી લોકડાઉન છે. પરંતુ ધીમે-ધીમે અમુક દુકાનો ખુલી રહી છે. આ સ્થિતિ જોઈને કહી શકાય કે અહિ જાન્યુઆરી સુધી રેસ્ટોરાં બંધ રહેશે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.