• Gujarati News
  • Lifestyle
  • A 7.8 Kg Potato 'Doug' Grows On New Zealand Couple's Farm, Becomes A Celebrity On Social Media

વિશાળકાય બટેટું:ન્યૂ ઝીલેન્ડના કપલના ખેતરમાં 7.8 કિલોનું એક બટેટું 'Doug' ઉગ્યું, સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બન્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલિન અને ડોના ક્રેગ બ્રાઉન નામનાં કપલના ખેતરમાં આ બટેટું ઉગ્યું
  • કપલે તેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામાંકિત કરવા અરજી કરી

ન્યૂ ઝીલેન્ડમાં રહેતા એક કપલના ખેતરમાં ઉગેલું એક બટેટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બટેટું તેના આકાર સાથે તેના વજન માટે પણ ચર્ચામાં છે. આ એક બટેટાંનું વજન આશરે 8 કિલોનું છે.

કોલિન અને ડોના ક્રેગ બ્રાઉન નામનાં કપલને સ્વપ્નેય વિચાર નહોતો આવ્યો કે તેમનાં ખેતરમાં વિશાળકાય બટેટું ઉગેલું છે. તેમણે આ બટેટાંને 'Doug' નામ આપ્યું છે.

વિચિત્ર પણ વજનદાર બટેટું
ખેતરમાંથી આ કદરૂપુ પણ મહાકાય બટેટું મળતાં ક્રેગ બ્રાઉનને તેનું વજન માપવાનો વિચાર આવ્યો. ગેરેજમાં તેણે વજન કર્યું તો આ બટેટું 7.8 કિલોગ્રામનું હતું.

એક બટેટાંનું વજન આટલું બધુ હોવાને કારણે કપલે 'હેવીએસ્ટ પટાટો'ની શ્રેણીમમાં પોતાના બટેટાં માટે અરજી કરી છે. હાલ આ રેકોર્ડ 2011માં નોંધાયેલાં 'Spudzilla'નો છે. આ એક બટેટું 4.9 કિલોગ્રામનું હતું.

ક્રેગ જણાવે છે કે આ બટેટું હવે જાણે સેલિબ્રિટી બની ગયું છે. સોશિયલ મીડિયા પર તેના ફોટો શેર થાય છે. આટલું જ નહિ ક્રેગ તેને વૉક પર લઈ જાય છે. આ મસમોટાં બટેટાંમાંથી મેકડોનાલ્ડ્સની ફ્રાઈઝના 52 પેકેટ્સ અથવા 1 કિલોની મેકચેન ચિપ્સના 8 પેકેટ રેડી થઈ શકે છે.