તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • A 72 Year Old British Man Survives On Rain Water After Getting Lost In Thailand Jungle For Three Days

રામ રાખે તેને કોણ ચાખે:નિવૃત્ત દાદા થાઈલેન્ડના જંગલમાં રસ્તો ભૂલી જતા ખોવાઈ ગયા, વરસાદનું પાણી પીને 3 દિવસ જીવિત રહ્યા, રેસ્ક્યુ ટીમે ટાઈમે જીવ બચાવ્યો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લિઓનાર્ડ ભૂલથી બીજા રસ્તે ચડી જતા જંગલમાં ફરતા રહ્યા
  • ત્રણ દિવસથી અન્નનો એક દાણો પેટમાં ગયો નહોતો

72 વર્ષીય બ્રિટિશ વૃદ્ધ થાઈલેન્ડના જંગલમાં ખોવાઈ ગયા હતા. 3 દિવસ સુધી તેઓ વરસાદનું પાણી પીને જીવિત રહ્યા. નસીબજોગે રેસ્ક્યુ ટીમ પહોંચી જતા તેમને બચાવી લીધા. આ જંગલમાં વાઘ, દીપડા, રીંછ અને હાથીઓ ફરતા હોય છે. જો કે, લિઓનાર્ડ બેરી વેલર નસીબદાર હતા કે તેમનો સામનો આ કોઈ જંગલી પ્રાણીઓ સામે ના થયો.

હંટર ભગવાન બનીને આવ્યો
શુક્રવારે લોકલ હંટરનું ધ્યાન લિઓનાર્ડ પર ગયું. તેઓ થાક્યા-પાક્યા એક પથ્થર પર સૂતા હતા. એ પછી આ હંટરે રેસ્ક્યુ ટીમને બોલાવી અને લિઓનાર્ડને જંગલમાંથી બહાર કાઢ્યા.

મૂળ બ્રિટિશના લિઓનાર્ડ છેલ્લા 15 વર્ષથી થાઈલેન્ડમાં રહે છે. તેઓ પોતાનો નિવૃત્તિનો સમય મિત્રો સાથે પસાર કરે છે. લિઓનાર્ડ ઘરેથી તેમની બાઈક લઈને મિત્રોને મળવા ગયા. અહીં તેમણે જંગલની બહાર બાઈક પાર્ક કરી અને ચાલતા અંદર ગયા.

સ્ટ્રો માટે ઘાસનો ઉપયોગ કર્યો
લિઓનાર્ડ અન્ય રૂટ પર પહોંચી ગયા હોવાને લીધે તેઓ જંગલમાં ખોવાઈ ગયા. ત્રણ દિવસ સુધી ભોજન કર્યા વગર માત્ર વરસાદનું પાણી પીને જીવિત રહ્યા. પાણી પીવા માટે તેમણે ઘાસનો ઉપયોગ સ્ટ્રોની જેમ કર્યો.

રેસ્ક્યુ ટીમને જોઈને રડી પડ્યા
બેરીએ કહ્યું, ‘હું ઘણો ખુશ છું. 72 વર્ષમાં આટલો ખુશ હું ક્યારેય થયો નથી. મારા પગમાં થોડી ઇજા થઇ છે. રેસ્ક્યુ ટીમને જોઈને મને આંખમાં આંસું આવી ગયા.’

ત્રણ દિવસ પછી લિઓનાર્ડ તેમની પત્ની તાવી ચેસનરીટને જોઈને ભેટી પડ્યા હતા. તાવીએ કહ્યું, મારા પતિને બચાવનારા દરેક લોકોને હું દિલથી ‘થેંક્યુ’ કહું છું. તેઓ મંગળવારે મિત્રોને મળવા ગયા પછી રાતે ઘરે નહોતા આવ્યા. ધોધમાર વરસાદ ચાલુ હતો. તેઓ પાછા ના આવતા મને ચિંતા થઇ. બીજા દિવસે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેમને જીવિત જોઈને હું ઘણી ખુશ છું. જંગલમાં થયેલા અનુભવ તેઓ ક્યારેય નહીં ભૂલી શકે.