યોગ કરો, તંદુરસ્ત રહો:ભૂતાનની 7 વર્ષની બાળકીએ દુનિયાને યોગ દ્વારા આપ્યો પોઝિટીવિટિનો સંદેશ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભૂતાનની એક 7 વર્ષની બાળકી દુનિયાને યોગ દિવસનો સૌથી ‘ક્યૂટ સંદેશ’ આપે છે. ભૂતાનમાં ભારતીય દૂતાવાસે શેર કરેલા આ વીડિયોમાં ખેનરાબ યેડઝિન સાયલ્ડન નામની 7 વર્ષની બાળકી વિશ્વને યોગ કરવા અને સકારાત્મકતા ફેલાવવા માટે કહે છે. 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવી છે.

80 ભારતીય દૂતાવાસોએ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું છે તો બીજી તરફ ઇટાલીમાં તો સેંકડો યોગપ્રેમીઓએ તો 'ભારત માતા કી જય'ના નારા પણ લગાવ્યા હતા ત્યારે આ બાળકીએ જે વાત કહી તે હૃદયમાં જ ઉતરી ગઈ.

આ 7 વર્ષની બાળકી વીડિયોમાં કહે છે કે, ‘મારાં ભૂતાની અને ભારતીય મિત્રો તથા મને જોઈ રહેલાં વિશ્વના તમામ લોકોને મારા નમસ્કાર! આજે 8માં આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી પર મહાત્મા ગાંધીએ કહેલી એક વાત કહેવા માંગુ છું. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, સ્વાસ્થ્ય જ આપણી સાચી સંપતિ છે સોનુ કે ચાંદી નહી. માટે યોગા કરો અને સ્વસ્થ રહો.’ આ સિવાય ભૂટાની સ્ટાર કેલી દોરજીએ આ યોગ જેવી શ્રેષ્ઠ ભેંટ માટે ભારતનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...