મા તે મા બીજા બધા વગડાના વા:7 મહિનાની પ્રેગ્નન્ટ મહિલાએ ગોળી વાગવા છતાં પણ આપ્યો બાળકને જન્મ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માતા બાળકને જન્મ આપવા માટે કોઈ પણ દુઃખ સહન કરી લે છે. અમેરિકાનાં બાલ્ટીમોરમાં એક માતાને ગોળી વાગવા છતાં પણ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ કમનસીબીની વાત એ છે કે, બાળકને જન્મ આપ્યા બાદ માતા જિંદગી સામેનો જંગ હારી ગઈ હતી. મહિલાને પેટમાં ગોળી વાગી હતી પરંતુ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બાળકને જિંદગી આપવા જંગ લડ્યો હતો.

બાળકની આતુરતાપૂર્વક રાહ જોતી હતી
આ હુમલામાં નવજાત બાળકની માતા 38 વર્ષીય એન્જલ મોર્ગન હીથર અને પિતા યામેલ મોન્ટેગ્યુ બંનેના કરુણ મોત નિપજ્યા હતા. એન્જલ મોર્ગન હીથર અને યામેલ મોન્ટેગ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ હતા. બંને પોતાના આવનાર બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

રસ્તા પર મારવામાં આવી ગોળી
ડેઈલીમેલના રિપોર્ટ અનુસાર, ગુરુવારે રાત્રે થયેલી હિંસામાં જ્યારે કપલ બાલ્ટીમોરમાં રસ્તા પર ઉભું હતું ત્યારે કેટલાક અજાણ્યા લોકો કારમાંથી આવ્યા અને ગોળીબાર કર્યો હતો. બંને પીડિતોને જ્હોન્સ હોપકિન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં યામેલ મોન્ટેગ્યુનું મૃત્યુ થયું હતું અને મહિલાએ 7 મહિનાનાં બાળકને જન્મ આપ્યો હતો. ડિલિવરી ઈમરજન્સીમાં થઈ હતી. તે બાળક પણ ગોળી વાગવાથી ઘાયલ છે.

અનેક વાર ગોળીબાર થઇ ચુક્યો છે
પોલીસ પ્રવક્તા ચકિયા ફેનોયના જણાવ્યા અનુસાર, આ મહિનામાં અત્યાર સુધીમાં 13 હત્યાઓ અને 27 બિન-ઘાતક ગોળીબારની ઘટનાઓ બની ચુકી છે. પોલીસે 2022 માં અત્યાર સુધીમાં 125 હત્યાઓની માહિતી સ છે, જે ગયા વર્ષે આ જ સમયે 114 હતી. શહેરના મેયર, બ્રાન્ડોન સ્કોટે જણાવ્યું હતું કે, "સાચું અને પ્રમાણિકપણે કહું તો, હું ખરેખર સમજાવી શકતો નથી કે મામલો શું હતો." આપણા શહેરના લોકો ગર્ભવતી મહિલાઓ પર ગોળીબાર ના કરતા હોય.

મહિલાના પેટમાં અજાત બાળકનું મોત
અમેરિકાના મિલવૌકીમાં પણ માર્ચ મહિનામાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં 26 વર્ષની ગર્ભવતી મહિલા માયા ક્લેને ગોળી વાગી હતી અને તેને ઈજા થઈ હતી. આ હુમલામાં મહિલાના પેટમાં રહેલા બાળકનું મોત થયું હતું.

લૂંટ માટે કરવામાં આવે છે હત્યા
પરિવારના સભ્યોનું કહેવું છે કે, હુમલાના દિવસે ક્લે સવારે 5 વાગ્યા પહેલા કામ પર જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે કોઈએ તેને ગોળી મારી દીધી હતી. ક્લેના ભાઈએ કહ્યું કે મારી બહેનની લાશ માર્શલ હાઈસ્કૂલ પાસેની એક ગલીમાંથી મળી આવી હતી. ક્લે તેના ભાઈને કહે છે કે કોઈ તેને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યું છે. ક્લેને છ ગોળી વાગી હતી - જેમાંથી ત્રણ તેના પેટમાં વાગી હતી. ક્લે પ્રથમ વખત માતા બનવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. તેના પેટમાં ત્રણ મહિનાનું બાળક ઉછરી રહ્યું હતું. તેણે પોતાના બાળકનું નામ માઈલ્સ પણ વિચાર્યું હતું. આ હુમલામાં બાળકનું મોત થયું હતું. પોલીસ ગુનેગારોની શોધમાં છે.