તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • A 5 Cm Piece Of Chopstick Got Stuck In The Nose During A Quarrel Between The Two Sisters, Weeks Later It Was Revealed That The Chopsticks In The House Were Broken.

તાઈવાન:બે બહેનો વચ્ચે ઝઘડો થતાં એક બહેનનાં નાકમાં ચોપસ્ટિકનો 5 સેન્ટિમીટરનો ટુકડો ઘુસી ગયો, અઠવાડિયાં બાદ ખબર પડી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને બહેનો વચ્ચે ડાઈનિંગ ટેબલ પર ઝઘડો થયો હતો
  • ઝઘડાંના દિવસે યુવતીને નાક પર સોજો અને લોહી નીકળ્યું હતું, પરંતુ X-રે રિપોર્ટ નોર્મલ આવ્યો હતો
  • 7 દિવસ બાદ ચોપસ્ટિક્સ તૂટેલી જણાતા યુવતીએ આપમેળે ચકાસતાં માલુમ પડ્યું કે તેના નાકમાં ચોપસ્ટિક્સનાં ટુકડા છે
  • તેનાં નાકમાં એક 3.5 સેન્ટિમીટરનો અને બીજો 5 સેન્ટિમીટરનો ટુકડો હતો

બાળપણ હોય કે યુવાવસ્થા ભાઈ બહેન એકબીજા સાથે નાની નાની વાતે લડવાનું ન ભૂલે, પરંતુ આ ઝઘડો એટલો હિંસક બની શકે કે નાકમાં ચોપસ્ટિક્સના ટુકડા ઘુસી જાય! આવો વિચિત્ર કિસ્સો તાઈવાનમાં બન્યો છે. 29 વર્ષની એક યુવતી અને તેની બહેન વચ્ચે ઝઘડો થયો. ઝઘડાંમાં ચોપસ્ટિક્સના 2 ટુકડા તેના નાકમાં ઘુસી ગયા. નવાઈની વાત તો એ હતી કે એક અઠવાડિયાં સુધી આ યુવતીને જાણ જ ન થઈ કે તે નાકમાં 2 ચોપસ્ટિક્સના ટુકડા લઈને ફરે છે.

બંને બહેનો વચ્ચે એવો ઝઘડો થયો કે એક બહેનના નાકમાં બે ચોપસ્ટિક્સના ટુકડા ઘુસી ગયા. ડાઈનિંગ ટેબલ પર બંને બહેનોનો ઝઘડો થતાં પ્લાસ્ટિક-વુડ ચોપસ્ટિકના ટુકડા એક બહેનના નાકમાં ઘુસી ગયા. ઝઘડો હિસંક બનતાં બહેન હુઆલિન ત્ઝુ શી નામની હોસ્પિટલમાં પણ ગઈ.

ઝઘડાંના દિવસે બહેનના નાક પર થોડો સોજો આવી ગયો હતો અને આંખની નીચેના ભાગમાં લોહી આવ્યું હતું. ડૉક્ટર્સે X-રે કર્યો. જોકે તેમાં બધું નોર્મલ જણાતા તે ઘરે આવી ગઈ.

એક અઠવાડિયાં પછી ઈજાગ્રસ્ત બહેનને જાણ થઈ કે જે ચોપસ્ટિક્સથી બંને બહેનો વચ્ચે ફાઈટ થઈ હતી તે તૂટેલી છે અને તેના કેટલાક ટુકડા ગાયબ છે. તેણે અરિસામાં નાકમાં જોયું તો માલુમ પડ્યું કે તેના નાકની અંદર કોઈ ગ્રે કલરની વસ્તુ ફસાયેલી છે.

7-7 દિવસ સુધી નાકમાં ચોપસ્ટિક્સના ટુકડા લઈને ફરતી હોવા છતાં આ યુવતીને કોઈ પણ જાતની પીડા થતી નહોતી. પોતાના નાકમાં કંઈક ફસાયેલું જોઈને યુવતી ફરી હોસ્પિટલ ગઈ. આ વખતે તેનો CT સ્કેન કરવામાં આવ્યો. CT સ્કેનના પરિણામ જોઈ ડૉક્ટર્સ આશ્ચર્યચકિત થઈ ગયા.

યુવતીના નાકમાં 2 ચોપસ્ટિક્સના ટુકડા હતા. એકની લંબાઈ 1.4 ઈંચ (3.5 સેન્ટિમીટર) અને બીજાની લંબાઈ 2 ઈંચ (5 સેન્ટિમીટર)ની હતી. આ બંને ટુકડા તેના નોઝલ સેપ્ટમ અર્થાત અનુનાસિક ભાગમાં હતા. ડૉક્ટર્સને એ વાતની નવાઈ લાગી કે એક અઠવાડિયાં સુધી 2 ચોપસ્ટિક્સના ટુકડાં નાકમાં હોવા છતાં યુવતીને તેની જાણ કેવી રીતે ન થઈ. ડૉક્ટર્સે સર્જરી કરી આ બંને ટુકડા બહાર કાઢ્યા.

અન્ય સમાચારો પણ છે...