• Gujarati News
  • Lifestyle
  • A 49 Year Old Woman Decorated Her Kitchen With 7,500 Coins In 10 Hours, Before And After Pictures Of Kitchen Decoration Went Viral On Social Media

લોકડાઉનમાં ક્રિએટિવિટી:49 વર્ષીય મહિલાએ 7500 સિક્કાથી કિચનની કાયાપલટ કરી, સોશિયલ મીડિયા યુઝર્સે કિચન ડેકોરેશનના વખાણ કર્યા

4 મહિનો પહેલા
  • આ સિક્કા બિલીના કિચનમાં ચમકતા તારા જેવા લાગી રહ્યા છે
  • બિલીને આ કામ કરતા 10 કલાક લાગ્યા

લોકડાઉનમાં ઘણા લોકોએ આરામ કરીને સમય પસાર કર્યો તો ઘણાએ આ સમયમાં પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરી કંઇક નવું બનાવીને આખી દુનિયાનું ધ્યાન ખેચ્યું. આવા જ ક્રિએટિવ લોકોમાં બિલી જો વેસલ્બીનું નામ પણ સામેલ છે. તેણે 1 રૂપિયાના હજારો સિક્કાથી કિચનની દીવાલો સજાવી.

હાલ આ સિક્કા બિલીના કિચનમાં ચમકતા તારા જેવા લાગી રહ્યા છે. મહિલાએ તેના ડેકોરેટેડ કિચનના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. બિલીએ કહ્યું, આ સિક્કા લગાવ્યા પહેલાં કિચન આટલું સુંદર નહોતું લાગતું.

કિચનનો કે ફોટો શેર કરીને બિલીએ લખ્યું, આ અમારું હેપ્પી પ્લેસ છે. બિલીએ કુલ મળીને 7500 રૂપિયાનો ઉપયોગ કર્યો છે. યુઝર્સને બિલીનો આઈડિયા ઘણો ગમ્યો છે. એક યુઝરે તેના વખાણ કરતા કહ્યું કે, મને આ કિચનથી પ્રેમ થઈ ગયો છે, આ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. 49 વર્ષીય મહિલાએ લોકડાઉનનો યોગ્ય ઉપયોગ કર્યો છે. કિચન ડેકોરેશન માટે કોઈ પ્રોફેશનલ હાયર કરત તો પણ તે આટલા ઓછા ખર્ચમાં આવું કામ ના કરત.

બિલીને આ ડેકોરેશનમાં કુલ 10 કલાકનો સમય લાગ્યો. બિલી કહ્યું, આ કામમાં ભલે મને વધારે સમય લાગ્યો હોય પણ રિઝલ્ટ જોઇને હું ખુશ છું. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ કામ હું કરીશ.

અન્ય સમાચારો પણ છે...