• Gujarati News
  • Lifestyle
  • A 31 year old Teacher In England Became Pregnant Twice In One Year, Giving Birth To Triplets In Another Delivery.

ગોડ ગિફ્ટ:ઇંગ્લેન્ડમાં 31 વર્ષીય ટીચર એક વર્ષમાં બેવાર પ્રેગ્નન્ટ થઈ, બીજી ડિલિવરીમાં ટ્રિપલેટ્સને જન્મ આપ્યો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રિપલેટ્સનો જન્મ સાત મહીને થયો હતો, 2 મહિના સુધી હોસ્પિટલમાં હતાં - Divya Bhaskar
ટ્રિપલેટ્સનો જન્મ સાત મહીને થયો હતો, 2 મહિના સુધી હોસ્પિટલમાં હતાં
  • જેસિકા અને હેરી કુલ 5 સંતાનોનાં પેરેન્ટ્સ બન્યાં
  • લોકડાઉન બેબી પહેલાં તેમને એક 8 વર્ષની દીકરી છે

ઇંગ્લેન્ડમાં 31 વર્ષીય પ્રાઈમરી સ્કૂલની ટીચર માટે લોકડાઉન અનેક ખુશીઓ લઈને આવ્યું. જેસિકા પ્રિચર્ડ એક વર્ષમાં બે વખત પ્રેગ્નન્ટ થઈ અને તેણે ટોટલ 4 બાળકોને જન્મ આપ્યો. જેસિકાએ મે 2020માં તેની બીજી દીકરી મિયાને જન્મ આપ્યો હતો એ પછી ફરીથી પ્રેગ્નન્ટ થતા તેણે 11 મહિના પછી એપ્રિલમાં ટ્રિપલેટ્સને જન્મ આપ્યો.જેસિકા આ ચાર બાળકો સિવાય અન્ય 8 વર્ષની દીકરી મોલીની પણ માતા છે.

એક મહિના પહેલાં ટ્રિપલેટ્સને હોસ્પિટલમાંથી રજા આપી
5 બાળકોની માતા જેસિકાને તેની બીજી પ્રેગ્નન્સી વખતે ઘણું આશ્ચર્ય થયું હતું. ડૉક્ટરે ટ્રિપલેટ્સ હોવાની વાત કરી ત્યારે જેસિકા અને તેના પતિને વિશ્વાસ નહોતો આવતો. જેસિકાના પતિ હેરી વિલિઅમ્સે સોનોગ્રાફી રિપોર્ટ જોયો ત્યારે તે માન્યો. એલા, જ્યોર્જ અને ઓલિવિયાનો જન્મ 7 મહીને થયો હતો. જન્મ સમયે તેમનું વજન ઓછું હતું આથી 2 મહિના સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. એક મહિના પહેલાં જ ત્રણેયને રજા આપી છે.

ત્રણ બાળકોની ખબર પડી ત્યારે બંને ખુશીથી ઝૂમી ઉઠ્યા
જેસિકાએ કહ્યું, અમે ઘણા નસીબદાર છીએ. આ ભગવાનની ગિફ્ટ છે. વિશ્વાસ નથી થતો કે અમે 5 બાળકોના પેરેન્ટ્સ બની ગયા છીએ. લોકડાઉન બેબી પછી અન્ય બીજા ત્રણ બાળકનો જન્મ થયો. ઘરમાં મીલ ટાઈમ ફની ટાઈમ હોય છે, કારણકે બધા બાળકોને એકસાથે ભૂખ લાગે છે. ત્યારે ઘરમાં જોવા જેવું વાતાવરણ હોય છે. જ્યારે મને પ્રથમવાર ખબર પડી કે હું ત્રણ બાળકોને જન્મ આપવાની છું તે સમયે મારી પાસે કોઈ શબ્દ નહોતા. મારા પતિ હેરીની પણ એ જ હાલત હતી.

8 વર્ષની મોલી તેના નાના ભાઈ-બહેનને સાચવે છે
ચાર ભાઈ-બહેનની મોટી બહેન મોલી ઘણી ખુશ છે. તે પણ તેના નાના ભાઈ-બહેનને સાચવે છે. ટ્રિપલેટ્સ ઘરે આવ્યા ત્યારથી તેમની તબિયત સારી છે. જેસિકાએ શેફિલ્ડ હોસ્પિટલમાં નેશનલ હેલ્થ સર્વિસ સ્ટાફનો આભાર માન્યો. જેસિકાએ કહ્યું, ત્રણેય બાળકોને હોસ્પિટલમાં રાખ્યા હતા ત્યારે મને ચિંતા હતી. હું તેમને રોજ મળી શકું તે શક્ય નહોતું. પણ સ્ટાફે મારી હેલ્પ કરી. તેઓ રોજ મને અપડેટ્સ અને બાળકોના ફોટો મોકલતા હતા.

હાલ જેસિકા મેટરનિટી લીવ પર છે. તે પોતાનું સંપૂર્ણ ધ્યાન અને સમય બાળકોને આપવા ઈચ્છે છે. કપલનું ઘર બાળકોનાં અવાજથી ગૂંજતું રહે છે.

અન્ય સમાચારો પણ છે...