એક કોલેજ સ્ટૂડન્ડના અફેરનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાની રહેવાસી 25 વર્ષીય સ્ટૂડન્ટને જોબ ઈન્ટરવ્યુમાં પોતાના બોસ સાથે જ પ્રેમ થઈ ગયો અને આજે ત્રણ વર્ષ પછી પણ બંને સાથે રહે છે.
પાર્ટ ટાઈમ જોબની શોધમાં હતી યુવતી
25 વર્ષની યુવતી સુઝાના ડિયાઝ અમેરિકાના જેક્શન લેકની રહેવાસી છે. તે વર્ષ 2018માં યુનિવર્સિટીનો અભ્યાસ કરતી વખતે પાર્ટ ટાઈમ જોબની શોધ કરી રહી હતી. આ દરમિયાન સુઝાનાને એક લોકલ હોટેલની જોબ વિશે ખબર પડી. તે ત્યારે પાર્ટ ટાઈમ જોબ માટે હોટેલમાં ઈન્ટરવ્યુ આપવા પહોંચી, ત્યારે તેનો સામનો 55 વર્ષના બોસ સાથે થયો અને યુવતી પહેલી નજરમાં જ બોસના પ્રેમમાં પડી ગઈ.
ઈન્ટરવ્યુ દરમિયાન પ્રેમ થયો
ઈન્ટરવ્યુ દરમિયાન બંનેને એકબીજા માટે કનેક્શન ફીલ થયું તો મેનેજર ટોનીએ સુઝાના પાસેથી તેનો ફોન નંબર માગ્યો. બીજા જ દિવસે સુઝાનાને ટોનીનો ટેક્સ્ટ મેસેજ આવ્યો અને તે બંનેની વાત શરૂ થઈ. થોડા દિવસ પછી તે બંને ડિનર પર પણ ગયા. ત્યાં તેના બોસે તેને પ્રપોઝ કર્યું.
રિલેશનશિપથી માતાને કોઈ વાંધો નથી
શરૂઆતમાં સુઝાના અને ટોનીએ પોતાના રિલેશનશિપને સીક્રેટ રાખ્યા, પરંતુ થોડા સમય પછી ટોનીએ સુઝાનાને પોતાની સાથે રહેવા માટે કહ્યું. આ પછી સુઝાનાએ તેના પરિવારને તેમના સંબંધો વિશે જણાવ્યું, જેના પર પહેલા તો કોઈને વિશ્વાસ ન થયો, પરંતુ સુઝાનાની ખુશીને જોતા સુઝાનાની માતાએ તેમના રિલેશનશિપને મંજૂરી આપી દીધી અને તેણે ટોનીને પોતાના પરિવારનો હિસ્સો બનાવી લીધો.
કોઈ સમજદાર વ્યક્તિની સાથે રહેવું વધારે સારું
છેલ્લા ત્રણ વર્ષથી બંને સાથે રહી રહ્યા છે. જો કે ટોની અને સુઝાનાના મિત્રોને આ સંબંધ પસંદ નથી. સુઝાનાનું માનવું છે કે, પોતાની ઉંમરના પાર્ટનરની સાથે રહેવા કરતા સારું છે કે તમે કોઈ મેચ્યોર વ્યક્તિની સાથે સંબંધમાં રહો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.