તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • A 20 year old Woman In England Went To The Hospital Complaining Of Abdominal Pain, Gave Birth To A Baby Girl Shortly After

લો બોલો:ઇંગ્લેન્ડમાં 20 વર્ષીય યુવતી પેટના દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ ગઈ, થોડીવાર પછી બેબી ગર્લને જન્મ આપ્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેરીનો પ્રેગ્નન્સી ટેસ્ટ પણ દર વખતે નેગેટિવ આવતો હતો - Divya Bhaskar
મેરીનો પ્રેગ્નન્સી ટેસ્ટ પણ દર વખતે નેગેટિવ આવતો હતો
  • મેરી એક રેસ્ટોરાંમાં વેઈટ્રેસનું કામ કરે છે
  • તેને પ્રેગ્નન્સીના કોઈ લક્ષણ દેખાયા નહોતા કે બેબી બંપ પણ નહોતો

ઇંગ્લેન્ડમાં રહેતી 20 વર્ષીય જોડી મેરી એસ નોર્મલ લાઈફ જીવી રહી હતી ત્યાં અચાનક તેને એક મોટી સરપ્રાઈઝ મળી. મેરી રેસ્ટોરાંમાં વેઈટ્રેસનું કામ કરે છે. 8 કલાકની શિફ્ટ પૂરી કર્યા પછી મેરીને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો અને તે હોસ્પિટલ ગઈ. થોડા કલાક પછી મેરીએ હેલ્ધી દીકરીને જન્મ આપ્યો.

મેરીએ કયારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેને પ્રેગ્નન્સીના એવા કોઈ લક્ષણ પણ દેખાતા નહોતા. 20 વર્ષની ઉંમરમાં માતા બનવા બદલ તેને બોયફ્રેન્ડ અને પરિવાર તરફથી પૂરતો સપોર્ટ મળ્યો. નવાઈની વાત એ છે કે, 3 કિલો વજનની બાળકીને જન્મ આપવા હોવા છતાં પણ તેને બેબી બંપ નહોતો. ચાલુ જોબ દરમિયાન દુખાવો ઉપડતા તેને લાગ્યું કે, ખાવામાં કંઇક પ્રોબ્લેમ થયો હશે. એક કલાક પછી તેણે બેબી ગર્લને જન્મ આપ્યો.

દર વખતે પ્રેગ્નન્સી ટેસ્ટ નેગેટિવ આવતા હતા
મેરી સાઉથઈસ્ટ ઇંગ્લેન્ડમાં એસેક્સ શહેરમાં રહે છે, તે લંડન અને નોર્થ સી વચ્ચે આવેલું છે. મેરીએ દીકરીનું નામ સ્કાયલા ગ્રીમ્સી પાડ્યું છે. મેરી દર ત્રણ મહીને પ્રેગ્નન્સી ટેસ્ટ કરતી હતી અને દર વખતે તે નેગેટિવ આવતો હતો. તેણે કહ્યું, હું હોસ્પિટલ પેટના દુખાવાની ફરિયાદ લઈને ગઈ અને બેબી ગર્લ સાથે ઘરે આવી. મને લાગતું હતું ખાવાને લીધે પેટમાં દુખતું હશે પણ હું ખોટી હતી. મને પ્રેગ્નન્સીના કોઈ લક્ષણ દેખાતા નહોતા અને હું ટાઈમપર દર મહીને પીરિયડ્સમાં થતી હતી. મેં ડિસેમ્બર, 2018માં પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો અને તે નેગેટિવ આવ્યો.

પરિવારનો સપોર્ટ મળ્યો
12 મે, 2019ના રોજ મેરીએ સ્કાયલાને જન્મ આપ્યો. દીકરીને જન્મ આપતા મેરીને શોક અને સરપ્રાઈઝ એકસાથે મળી. તેણે આ ન્યૂઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. તેના ફેમિલી અને ફ્રેન્ડ આ વાત માનવા તૈયાર નહોતા, પણ પછી પરિવાર અને પાર્ટનરનો સપોર્ટ મળતા તે દીકરી અને જોબ બંનેનું ધ્યાન રાખી રહી છે.

મેરીએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે, તે યંગ મમ્મી બનશે, પણ હાલ તેની લાઈફમાં સ્કાયલાની સરપ્રાઈઝ એન્ટ્રીથી તે ઘણી ખુશ છે.