ડિયોડ્રન્ટે માસુમનો જીવ લીધો:ડિયોડ્રન્ટનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, બોડી સ્પ્રેના લીધે 16 વર્ષની યુવતીનું મૃત્યુ થયું

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રુકનું મૃત્યુ એરોસોલ સૂઘ્યાં બાદ આવેલા હાર્ટ અટેકથી થયું હતું
  • હજી સુધી બ્રુકનો મેડિકલ અને તપાસ રિપોર્ટ આવ્યો નથી.

આજકાલ દરેક વ્યક્તિ પોતાની જાતને દુનિયાની ભીડમાં અલગ બનાવવા અને પોતાની પર્સનાલિટીને સારી બનાવવા માટે ફેશન પર વધુ ધ્યાન આપી રહી છે. ફેશન માટે ઘણા પ્રકારની પ્રોડક્ટ પણ માર્કેટમાં આવી ગઈ છે. યુથમાં અત્યારે ડિયોડ્રન્ટ એટલે કે બોડી સ્પ્રે ઘણો પોપ્યુલર છે. ગરમીની સિઝનમાં તેનો યુઝ વધી જાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે બોડી સ્પ્રેનો તમે આટલો યુઝ કરો છો તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ વાત સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય પરંતુ ઓસ્ટ્રેલિયામાં બોડી સ્પ્રેથી એક યુવતીનું મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ઘટના ઘટી
રિપોર્ટના અનુસાર, ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં એની નામની મહિલા પોતાના પરિવારની સાથે રહે છે. તેના પરિવારમાં 16 વર્ષની દીકરી બ્રુક રયાન પણ હતી. 3 ફેબ્રુઆરી 2022ના રોજ એની પોતાના કામમાં વ્યસ્ત હતી, જ્યારે દીકરી તૈયાર થઈ રહી હતી. જ્યારે લાંબા સમય સુધી કોઈ અવાજ ન આવ્યો તો તે તેના રૂમમાં ગઈ. અંદર જઈને જોયું તો તે સ્તબ્ધ થઈ ગઈ. હકીકતમાં તેની દીકરી મૃત અવસ્થામાં જમીન પર પડેલી હતી. તેના હાથમાં ડિયોડ્રન્ટ હતું અને ટી-ટોવેલ હતો.

આ કેસમાં અત્યાર સુધી એવું માનવામાં આવ્યું છે કે બ્રુકનું મૃત્યુ એરોસોલ સૂઘ્યાં બાદ આવેલા હાર્ટ અટેકથી થયું હતું. ડૉક્ટરોના મતે તેને ‘ક્રોમિગ’ કહેવામાં આવે છે. જ્યારે બ્રુકની માતા એનીનું માનવું છે તે તેના મોતનું કારણ સડેન સ્નિફિંગ ડેથ સિંડ્રોમ છે. હકીકતમાં બ્રુક એન્ક્ઝાઈટીથી પણ પીડિત હતી. જો કે હજી સુધી બ્રુકનો મેડિકલ અને તપાસ રિપોર્ટ આવ્યો નથી.

એટલા માટે ડિયોડ્રન્ટને મૃત્યુનું કારણ માનવામાં આવી રહ્યું છે
યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર મેડિકલ સેન્ટર તરફથી તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો હતો. તેના અનુસાર, એરોસોલ સ્પ્રે અથવા સોલ્વેન્ટમાં હાજર કેમિકલને જો કોઈ લાંબા સમય સુધી સૂંઘે છે તો તેને હાર્ટ અટેક અને હૃદય સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. હકીકતમાં વધારે પ્રમાણમાં કેમિકલ ઈન્હેલ કર્યા પછી શ્વાસ લેવાથી બોડીની અંદર ઓક્સિજન નથી પહોંચતું. તેનાથી ગભરામણ થવા લાગે છે અને વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...