તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • A 15 year old Student Had A Hard Time Flirting In The Face Of Fashion, A Small Mistake Led To His Death

બ્રાઝિલ:ફેશનના ચકકરમાં 15 વર્ષીય વિદ્યાર્થિનીને ચહેરા પર પિયર્સિંગ કરાવવું ભારે પડ્યું, ઈન્ફેક્શનના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈઝાબેલા એડુઆર્ડા ડિસૂઝાને પિયર્સિંગ કરાવવાનું ભારે પડ્યું. ગંભીર સંક્રમણના કારણે એક અઠવાડિયાની સારવાર બાદ તેનું મોત થયું. - Divya Bhaskar
ઈઝાબેલા એડુઆર્ડા ડિસૂઝાને પિયર્સિંગ કરાવવાનું ભારે પડ્યું. ગંભીર સંક્રમણના કારણે એક અઠવાડિયાની સારવાર બાદ તેનું મોત થયું.
  • બ્રાઝિલમાં પિયર્સિંગ ફેશનને કારણે 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું
  • ઈઝાબેલા એડુઆર્ડા ડિસૂઝાએ ઘરમાં આઈબ્રો પર પિયર્સિંગ કરાવ્યું અને બાદમાં સીવીયર ઈન્ફેક્શન થઈ ગયું

ઘણી વખત ફેશનના ચક્કરમાં જીવ ગુમાવવાનો વારો આવે છે. આવું જ કંઈક બ્રાઝિલની એક સ્કૂલની વિદ્યાર્થિની સાથે થયું છે. બ્રાઝિલમાં પિયર્સિંગ ફેશનને કારણે 15 વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. હકીકતમાં 15 વર્ષીય ઈઝાબેલા એડુઅર્ડા ડિસૂઝાનું આંખની ઉપર પિયર્સિંગ કરાવ્યા બાદ મોત નિપજ્યું. યુવતીને પહેલા તો પિયર્સિંગની ગંભીર આડઅસરનો સામનો કર્યો પડ્યો અને એક સપ્તાહમાં જ તેનું મૃત્યુ થઈ ગયું.

પિયર્સિંગથી ગંભીર સંક્રમણ થયું
સ્કૂલની વિદ્યાર્થિની ઈઝાબેલા એડુઆર્ડા ડિસૂઝાએ ઘરમાં આઈબ્રો પિયર્સિંગ કરાવ્યું. ત્યારબાદ સિવિયર ઈન્ફેક્શન થઈ ગયું અને તેનો ચહેરો ફુગ્ગાની જેમ ફુલી ગયો. તેની આંખમાં એટલો સોજો આવી ગયો કે તે આંખ પણ નહોતી ખોલી શકતી અને અંતે તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો.

મિત્રોની મદદથી પિયર્સિંગ કરાવ્યું
ધ સનના રિપોર્ટ મુજબ, બ્રાઝિલના દક્ષિણ-પૂર્વ રાજ્ય મિનસ ગેરેસમાં રહેતી ઈઝાબેલે પોતાના ઘરે એક મિત્રની મદદથી ઈઝાબેલાએ પોતાની આંખની ઉપર પિયર્સિંગ કરાવ્યું હતું. હકીકતમાં તે પોતાની માતાને ઘણા દિવસોથી પિયર્સિંગ કરાવવા માટે કહેતી હતી પરંતુ પરિવારમાં કોઈ માન્યું નહીં અને તેને જાતે જ પિયર્સિંગ કરાવવાનું નક્કી કર્યું.

4 કાર્ડિયાક અરેસ્ટ આવ્યા
પિયર્સિંગ કરાવ્યાના 3 દિવસમાં જ ઈઝાબેલાને ગંભીર સમસ્યા થવા લાગી. તેના ચહેરા પર સોજા આવી ગયા હતા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેને ચાર વખત કાર્ડિયાક એરેસ્ટ આવ્યા. ઈઝાબેલાની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે એક અઠવાડિયાની સારવાર બાદ તેનું મોત થયું.

આન્ટીએ અપલી કરી
તેના મૃત્યુ પછી તેની આન્ટી જર્સીન ડિસૂઝાએ કહ્યું, આ એક આન્ટીની અપીલ છે કે બાળકોએ માતા-પિતા, અંકલ-આન્ટી અને પરિવારના સભ્યોની વાત સાંભળવી જોઈએ. આ બાબતે ડૉક્ટરોનું કહેવું છે કે જો ઈઝાબેલા બચી ગઈ હોત તો પણ તેની આંખોની રોશની તો ગુમાવી જ પડી હોત. આ ઘટના બાદ ડૉક્ટરોએ સલાહ આપી છે કે એક્સપર્ટ, લાઈસન્સ પ્રાપ્ત ક્લીનિંગમાં જ પિયર્સિંગ કરાવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...