મૂળ ભારતીય અમેરિકન છોકરી હરિની લોગાને ગુરુવારે 38 લાખની કોમ્પિટિશન જીતી ઈતિહાસ રચી દીધો. 13 વર્ષની આ કિશોરી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગબી પ્રતિયોગિતા 2022 દરમિયાન 90 સેંકડના સ્પેલ-ઓફમાં 22 શબ્દોનો સાચો સ્પેલિંગ જણાવ્યો અને ટ્રોફી પોતાના નામે કરી લીધી. ટ્રોફી સિવાય હરિનીને 50 હજાર અમેરિકન ડોલર એટલે કે લગભગ 38 લાખ રૂપિયા રોકડા પણ મળ્યા.
એક વખત આ કોમ્પિટિશનમાં બહાર કરી દેવામાં આવી હતી
ભારતીય અમેરિકન હરિની લોગાનને પહેલા સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીથી બહાર કરી દેવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને આ સ્પર્ધામાં ફરી સામેલ કરવામાં આવી. હકીકતે વિક્રમ રાજુ વિરૂદ્ધ જબરદસ્ત ટક્કરમાં તે ચાર શબ્દોથી ચૂકી ગઈ હતી.
હરિનીએ જીત્યો પુરસ્કાર
ટેક્સાસની 8માં ધોરણની વિદ્યાર્થીની 90 સેકેન્ડના સ્પેલ-ઓફ વખતે 22 શબ્દોનો સ્પેલિંગ અને અર્થ સાચો જણાવી અને વિક્રમ રાજુને છ અંકથી હરાવ્યો. હરિણી સ્પેલિંગબી પ્રતિયોગિતામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિયોગિતામાંથી એક છે.
અંત સુધી ન માની હાર
હરિણીએ ખૂબ જ ઝડપથી જવાબ આપ્યા અને ટાઈટલ રેસમાં રહી. અંતમાં જ્યુરીએ હરિણી અને વિક્રમના છેલ્લા પોઈન્ટ્સ જોયા પછી જીતની પુષ્ટિ કરી હતી. હરિણી પાંચમી એવી સ્ક્રિપ્સ ચેમ્પિયન છે, જેના કોચ ગ્રેસ વોલ્ટર્સ છે. તે પૂર્વ સ્પેલર છે. સાથે જ ટેક્સન ફેલો અને રાઈસ યુનિવર્સિટીની વિદ્યાર્થી છે. આ પ્રતિયોગિતામાં ઘણા રાઉન્ડ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.