આજે દુનિયાભરમાં જેટલા પણ લોકો રહે છે તેમને અલગ-અલગ વાનગી પસંદ હોય છે. ઘણા લોકો તીખું- તમતમતું ખાવાનું પસંદ કરે છે તો ઘણા લોકોને સાદું ભોજન પસંદ છે, આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવીશું કે, તે છોકરી છેલ્લાં 10 વર્ષથી ફકતને ફકત ક્રોઇસેન અને સાદા પાસ્તા સિવાય બીજી કોઇ વસ્તુ ખાવાનું પસંદ કરતી નથી. તમને વિશ્વાસ નહી આવે પરંતુ આ સત્ય છે.
અમે વાત કરી રહ્યા છીએ ઇંગ્લેન્ડની 13 વર્ષની સિયારા ફ્રૈંકોની. સિયારાને જો ક્રોઇસેન અને સાદા પાસ્તા સિવાય કોઇ અન્ય ખાવાની વસ્તુ વિશે વાત પણ કરવામાં આવે તો પણ ગભરાઇ જાય છે. હવે અમે તમને જણાવીએ છીએ કે ફ્રાન્કોને પાસ્તા અને ક્રોસન્ટ સિવાયની ખાવાની વસ્તુઓ વિશે આટલો ડર કેમ લાગે છે?
ઇંગ્લેન્ડની કેંટની રહેવાસી સિયારા ફ્રૈંકો છેલ્લા 10 વર્ષથી એક જ પ્રકારની ડાયટ લઇ રહી છે. સિયારાને આ આદત તે બહુ જ નાની હતી, ફ્રૈંકોએ આદત વિશે જણાવ્યું હતું કે, તેના ગળામાં એક ખોરાક ફસાઈ ગયો અને આ કારણે તેને ગૂંગળામણ થવા લાગી હતી. આ સમય દરમિયાન તેને લાગ્યું કે જો તે સખત ખોરાક ખાય છે, તો તેને વારંવાર આ સમસ્યામાંથી પસાર થવું પડશે. આ વાત તેના મનમાં એ હદે ઘર કરી ગઇ કે આ ઘટના બાદ તે પાસ્તા અને ક્રોઈસન સિવાય અન્ય કોઇ વસ્તુ ખાવાની તો દૂર પરંતુ વિચારતી પણ નથી.
ફ્રૈંકોની માતા એન્જેલાએ જણાવ્યું હતું કે, ' સિયારા ફ્રૈંકો લગભગ ત્રણ વર્ષની હતી ત્યારથી જ તે આ પ્રકારનું ડાયત લઈ રહી છે. તે બપોરે ક્રોસાઇન લે છે અને ડીનરમાં સાદા પાસ્તા લે છે. "મને યાદ છે કે જ્યારે તે બાળક હતી, ત્યારે તે ક્યારેક કોર્નફ્લેક્સ, નમકીન ખાતી હતી. મેં એને બીજી ખાવાની વસ્તુઓ ખવડાવવાનો બનતો પ્રયત્ન કર્યો, પણ એણે કંઈ ખાધું નહીં. '
માતાએ લીધી ડોક્ટરની સલાહ
જોકે, ફ્રૈંકોની માતા એન્જેલાએ થાકીને ડેવિડ કિલમરી નામના હિપ્નોથેરાપિસ્ટ પાસે પહોંચી હતી. હિપ્નોથેરાપીના કેટલાક સેશન બાદ ફ્રૈંકોની ખાવાની ટેવમાં થોડો ફેરફાર જોવા મળ્યો હતો જો કે તે હજી પણ સંપૂર્ણપણે ક્રોસન અને પાસ્તા પર આધારિત છે. તો બીજી તરફ માતા એન્જેલા ખુશ છે કે તેમની દીકરીએ હવે ધીમે-ધીમે અનાનસ, ચિકન અને શેકેલા બટાકા ખાવાનું શરૂ કરી દીધું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.