તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ રેકોર્ડ:મગજની બીમારીથી પીડિત 12 વર્ષની કિશોરીએ અરબ સાગરમાં 36 કિમી તરીને રેકોર્ડ બનાવ્યો

8 દિવસ પહેલા
  • ગયા વર્ષે પણ જિયા દરિયામાં 14 કિમીનું અંતર કાપનારી પહેલી યુવા બની હતી

ભારતીય નૌસેનાના નાવિકની 12 વર્ષની દીકરીએ ઓટીઝમ સ્પેક્ટ્રમ બીમારી (એએસડી) અંગે જાગરૂતતા પેદા કરવાના ઉદેશ્યથી અરબ સાગરમાં 36 કિમી તરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. અધિકારીઓએ ગુરુવાર 18 ફેબ્રુઆરીએના રોજ આ અંગે જાણકારી આપી હતી.

ભારતીય નૌસેનાના નાવિક મદન રાયની પુત્રી જિયા રાય પણ એએસડીનો શિકાર છે. જિયાએ બુધવારે બ્રાન્દ્રા-વર્લી સી લિંકથી ગેટવે ઓફ ઇન્ડિયા સુધીનું અંતર આઠ કલાક 40 મિનિટમાં પૂર્ણ કર્યું હતું.

અધિકારીઓએ કહ્યું, આ ગયા વર્ષની જેમ જ એક નવો વિશ્વ રેકોર્ડ છે. ગયા વર્ષ એએસડીથી સંક્રમિત જિયા દરિયામાં 14 કિમીનું અંતર કાપનારી પહેલી યુવા બની હતી.

જિયાએ બપોરે 3 વાગીને 40 મિનિટે સી લિંક પહોંચી અને તેણે તરવાનું શરૂ કર્યું. જિયા બપોરે સાડા બાર વાગ્યે મૂળ સ્થાને પહોંચી, જ્યાં દર્શકોએ તાળી પાડીને તેનું અભિવાદન કર્યું.

36 કિમીનું અંતર પૂર્ણ કર્યા પછી ગ્રેટર મુંબઈ એમેચ્યોર એક્વાટિક એસોસિએશનના અધ્યક્ષ જારિર એન બાલિવાલા અને અન્યએ ગેટવે ઓફ ઇન્ડિયા પાસે એક કાર્યક્રમમાં ટ્રોફી આપીને જિયાને સન્માનિત કરી હતી.

આ પહેલાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જિયાને ગેટવે ઓફ ઇન્ડિયાથી એલેફાન્ટા ટાપુ સુધી ત્રણ કલાક 27 મિનિટ તરીને 14 કિમીનું અંતર કાપ્યું હતું. સાથે જ તેણે સમુદ્રમાં 14 કિમી તરીને એએસડીથી સંક્રમિત સૌથી યુવા યુવતીનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

ઓટીઝમ સ્પેક્ટ્રમ બીમારી શું છે?
ઓટીઝમ સ્પેક્ટ્રમ સામાન્ય રીતે જ્ઞાનતંતુ-મગજની બીમારીને ગણવામાં આવતો રોગ છે. બાળકોમાં જોવા મળતી જ્ઞાનતંતુ-મગજની આ વિશિષ્ટ બીમારી તેમના માનસિક વિકાસ અને વર્તણૂંક ઉપર અસર કરે છે. આ રોગ થવા માટે કોઇ એક કારણ જવાબદાર નથી. આ બીમારી માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો-ડોક્ટરો-ચાઇલ્ડ ન્યુરોલોજિસ્ટ તેનાં કારણો જાણવા પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો