તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A 12 year old Girl Was Found To Have Two Football shaped Lumps In Her Abdomen That Weighed 5 Kilograms.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી:12 વર્ષની કિશોરીના પેટમાંથી બે ફૂટબોલ જેટલી મોટી ગાંઠ કાઢવામાં આવી, એનું વજન 5 કિલોગ્રામ હતું

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગંગા રામ હોસ્પિટલના ડૉક્ટરોએ 12 વર્ષની કિશોરીના પેટમાંથી બે ફૂટબોલ જેટલું મોટું ટ્યૂમર કાઢ્યું - Divya Bhaskar
ગંગા રામ હોસ્પિટલના ડૉક્ટરોએ 12 વર્ષની કિશોરીના પેટમાંથી બે ફૂટબોલ જેટલું મોટું ટ્યૂમર કાઢ્યું
  • 20 માર્ચના રોજ આ કિશોરીને પેટમાં દુખાવો થતા તેને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
  • કિશોરીના પેટમાં બે ફૂટબોલ જેટલું મોટું ટ્યૂમર હતું, જેની સાઈઝ 32x22 સે.મી. હતી

દુનિયામાં દરરોજ કંઈના કઈ આશ્ચર્યચકિત કરે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. આવી એક ઘટના દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાંથી સામે આવી છે જ્યાં 12 વર્ષની કિશોરીના પેટમાંથી બે ફૂટબોલ જેટલું મોટું ટ્યૂમર કાઢવામાં આવ્યું. 20 માર્ચના રોજ આ કિશોરીને પેટમાં દુખાવો થતા તેને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ટ્યૂમર સતત વધી રહ્યું હતું
હકીકતમાં આ કિશોરીના પેટમાં દુખાવો અને સોજો 4-5 વર્ષ પહેલા શરૂ થયો હતો અને ધીમે ધીમે તેના પેટનું કદ વધતું જતું હતું. ગત વર્ષથી કિશોરીના પેટમાં સોજો વધવા લાગ્યો અને તેની તબિયત ખરાબ થવા લાગી હતી. કિશોરીને પેટમાં દુખાવાની સાથે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. આવી સ્થિતિમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી. પરંતુ કોવિડ-19ના વધતા સંક્રમણને કારણે કિશોરીના પરિવારજનો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં અચકાતા હતા. તેમને સર ગંગા રામ હોસ્પિટલના લેપ્રોસ્કોપિડ એન્ડ બેરિયાટ્રિક સર્જન સાથે મુલાકાત કરી. ​​​​​​​

બે ફૂટબોલ જેટલું મોટું ટ્યૂમર હતું
ત્યારબાદ 20 માર્ચના રોજ છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સર ગંગા રામ હોસ્પિટલના અનુસાર, તે સમયે કિશોરીના પેટનો આકાર વિચિત્ર દેખાતો હતો અને ક્લિનિકલ એક્ઝામિશેન દરમિયાન પેટ ભરેલું હોવાનું જણાયું હતું. અમે આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે સામાન્ય દુખાવાથી આટલો સોજો કેવી રીતે હોઈ શકે છે. ત્યારબાદ તરત જ કિશોરીના પેટનું CT સ્કેન કરવામાં આવ્યું જેનાથી એ જાણવા મળ્યું કે દર્દીના પેટમાં એક મોટું ટ્યૂમર છે, જે બે ફૂટબોલ જેટલું મોટું હતું.

ડૉક્ટર્સની સામે હતા પડકાર
ત્યારબાદ ડૉક્ટરે તરત માતા-પિતા અને કિશોરીની સાથે સર્જરી માટે ચર્ચા કરી. ત્યારબાદ 25 માર્ચના રોજ ઓપરેશન કરવામાં આવ્યું. સર્જરી દરમિયાન એ સ્પષ્ટ થઈ ગયું કે કિશોરીના પેટમાં એક મોટું ટ્યૂમર હતું જે આખા પેટમાં ફેલાઈ ગયું હતું. તે નસો અને આંતરડાં સહિત શરીરના મહત્ત્વપૂર્ણ અંગોની સાથે જોડાયેલું હતું.

ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, સર્જરીમાં બે મુખ્ય પડકારો હતા એક તો ટ્યુમરને કાઢતી વખતે આંતરડાને બચાવવામા આવે અને બીજો પડકાર એ હતો કે ટ્યૂમરને મૂળમાંથી કાઢવામાં આવે. લગભગ એક કલાકના સફળ ઓપરેશન બાદ બંને પડકારોમાં ડૉક્ટરોને સફળતા મળી.

આ જટિલ સર્જરી માટે લેપ્રોસ્કોપિક એન્ડ બેરિયેટ્રિક સર્જિકલ ટીમનું નેતૃત્વ ડૉ. તરુણ મિત્તલ સાથે ડૉ આશીષ ડે અને ડૉ. અનમોલ આહુજા કરી રહ્યા હતા. એનેસ્થેટિસ્ટ ટીમમાં ડૉ. જયશ્રી સૂદ અને ડૉ. અજય સિરોહી સામેલ હતા.

ટ્યૂમરની સાઈઝ 32x22 સે.મી. હતી
ટ્યૂમરને જટિલ ઓપરેશન દ્વારા મૂળમાંથી કાઢી નાખવામાં આવ્યું, જેની સાઈઝ 32x22 સે.મી. હતી અને તેનું વજન 5 કિલોગ્રામ હતું. ટ્યૂમરને હિસ્ટોપેથોલોજિકલ તપાસ માટે મોકલવામાં આવ્યું છે. કિશોરીને સફળ સર્જરી બાદ થોડા દિવસમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો