• Home
  • Lifestyle
  • A 105 year old Woman Becomes Kerala's Oldest COVID 19 Survivor 105 year old Asma Biwi, Who Defeated Corona

કેરળનાં સૌથી ઉંમરલાયક કોરોના સર્વાઈવર / 105 વર્ષીય અસમા બીવીની કહાની, દીકરીથી સંક્રમિત થયા પછી ત્રણ મહિનાની સારવાર બાદ કોરોનાને હરાવી ઘરે આવ્યાં

X

  • કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે શૈલજાએ અસમાના વખાણ કર્યા
  • અસમા બીવી પહેલાં 93 વર્ષીય થોમસ સૌથી ઉંમરલાયર કોરોના સર્વાઈવર રહ્યા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 01:56 PM IST

કોલ્લમ. કેરળના કોલ્લમ શહેરમાં રહેતા 105 વર્ષીય અસમા બીવીએ 3 મહિના સુધી કોરોના સામે લડીને જંગ જીતી લીધી છે. સ્વસ્થ થઇને તેઓ ઘરે આવ્યાં છે. આ સાથે તેઓ કેરળના સૌથી ઉંમરલાયક કોરોના સર્વાઈવર બન્યાં છે. 20 એપ્રિલે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અસમાને તેની દીકરીથી કોરોનાનો ચેપ લાગ્યો હતો.

અસમાની દીકરીએ કહ્યું કે, આખી સારવાર દરમિયાન માતાએ કોરોનો હિંમતથી સામનો કર્યો. ઉંમર વધારે હોવાથી તેમને અન્ય તકલીફો પણ હતી. ડોક્ટરે સારવારમાં પણ પૂરતું ધ્યાન રાખ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રીએ વખાણ કર્યા
કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે શૈલજાએ અસમાના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, આ ઉંમરમાં આટલી હિંમત પ્રશંસાલાયક છે. હું ડોક્ટર-નર્સ અને હેલ્થ વર્કર્સની પણ આભારી છું.

કેરળમાં બુધવારે કોરોનાના 903 કેસ સામે આવ્યા તેમાં હેલ્થ વર્કર પણ સામેલ છે. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 21,797 સુધી પહોંચી ગયો છે.

એપ્રિલ મહિનામાં દેશના સૌથી ઉંમરલાયર સર્વાઈવર થોમસ બન્યા હતા
અસમા બીવી પહેલાં 93 વર્ષીય થોમસ સૌથી ઉંમરલાયર સર્વાઈવર રહ્યા. થોમસે એપ્રિલ મહિનાની શરુઆતમાં કોરોનાને હરાવ્યો હતો. ત્યારબાદ દેશમાં અન્ય જગ્યાએથી પણ ઉંમરલાયક સર્વાઈવરના નામ સામે આવવા લાગ્યા હતા.

થોમસ અબ્રાહમ ખેડૂત છે. તેમની સાથે 88 પત્ની મરિયમ્માની સારવાર પણ કોટ્ટાયમ મેડિકલ કોલેજમાં થઇ હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી