• Gujarati News
  • Lifestyle
  • 99 year old American Woman Helen Simon Modeled For A Beauty Brand, Spread On Social Media

સ્પોટલાઈટમાં નાની:99 વર્ષીય દાદીમાએ એક બ્યુટી બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું, સોશિયલ મીડિયા પર છવાઈ ગયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 99મા જન્મદિવસ પર ક્રોવેલ દ્વારા તેની બ્રાન્ડ માટે મોડલિંગનું પૂછવા પર તેઓ ગભરાઈ ગયા હતા
  • સિમોનને 6 બાળકો, 11 પૌત્ર-પૌત્રી અને 6 પ્રપૌત્ર છે

અમેરિકામાં એક બ્યુટી બ્રાન્ડ માટે મોડલિંગ કરતી 99 વર્ષીય હેલેન સિમોનનું નામ ચર્ચામાં છે. આ બ્રાન્ડની સંસ્થાપક ક્રોવેલે જણાવ્યું કે, સિમોનને મોડલિંગ માટે તૈયાર કરવી સહેલું નહોતું. આ બ્યુટી બ્રાન્ડનું નામ સૈઈ બ્યુટી છે જેને સિમોનની પૌત્રી લેને ક્રોવેલ ચલાવે છે. સિમોને જણાવ્યું, તેમના 99મા જન્મદિવસ પર ક્રોવેલ દ્વારા તેની બ્રાન્ડ માટે મોડલિંગનું પૂછવા પર તેઓ ગભરાઈ ગયા હતા. અગાઉ સિમોને ઘણી સુંદર મોડલ્સને જોઈ હતી. તેમને ખુદ મોડલિંગ વિશે કંઈ ખબર નહોતી. સિમોનને 6 બાળકો, 11 પૌત્ર-પૌત્રી અને 6 પ્રપૌત્ર છે.

આ બ્રાન્ડ દ્વારા કરવામાં આવેલી લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટની સાથે લખવામાં આવ્યું કે- 'સ્પોટલાઈટમાં નાની.' આ ફોટોમાં સિમોન હાથમાં ફૂલ પકડીને કેમેરાની સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. ક્રોવેલે જણાવ્યું કે, સિમોનને મોડલિંગ માટે મનાવવા માટે થોડો સમય લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર આ પોસ્ટની ઘણી પ્રશંસા થઈ રહી છે. કેટલાક યુઝર્સ સિમોને પોતાની ફેવરેટ મોડલ પણ કરી રહ્યા છે.