તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ:જાપાનમાં 90 વર્ષીય યાસુકો તામાકી દુનિયાનાં સૌથી ઉંમરલાયક ઓફિસ મેનેજર બન્યાં, કહ્યું, ‘મારો જન્મ બીજાની મદદ કરવા થયો છે’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
યાસુકોનો રિટાયર્ડમેન્ટનો કોઈ પ્લાન નથી - Divya Bhaskar
યાસુકોનો રિટાયર્ડમેન્ટનો કોઈ પ્લાન નથી
  • 90 વર્ષની ઉંમરે યાસુકો અઠવાડિયાંમાં 5 દિવસ 7.5 કલાકની શિફ્ટમાં કામ કરે છે
  • તેઓ જાપાનમાં સુન્કો ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષ 1956થી કામ કરે છે

દુનિયાનાં મોટાભાગના લોકો નિવૃતિનાં દિવસોની રાહ જોતા હોય છે, પણ જાપાનનાં 90 વર્ષીય યાસુકો તામાકીના જીવનની ડિક્શનરીમાં નિવૃત્તિ જેવો કોઈ શબ્દ નથી. આટલી ઉંમર પણ કામ કરીને તેમણે દુનિયાના સૌથી ઉંમરલાયક ઓફિસ મેનેજરનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

15 મે, 1930ના રોજ જન્મેલા 90 વર્ષીય યાસુકો જાપાનમાં સુન્કો ઇન્ડસ્ટ્રીઝ-ટ્રેડીંગ કંપનીમાં વર્ષ 1956થી કામ કરે છે. તેઓ કંપનીમાં પણ સૌથી ઉંમરલાયક કર્મચારી છે અને આખી દુનિયાના પણ ઉંમરલાયક વર્ક્રિંગ વુમન છે.

વીકમાં 5 દિવસ કામ કરે છે
વીકમાં 5 દિવસ કામ કરે છે

ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ મેળવ્યા પછી યાસુકો ભાવુક થઇ ગયા હતા તેમણે વર્કપ્લેસનો આભાર માની કહ્યું, હું 90 વર્ષની ઉંમર સુધી કામ કરવા ઇચ્છતી હતી. આટલી ઉંમરે કામ કરવાની મજા અલગ છે. હું કંપનીની આભારી છું.

ફેસબુક વાપરવું ગમે છે
યાસુકો તેમની કંપનીમાં અકાઉન્ટ સંભાળે છે. સ્ટાફનો પગાર, બોનસ, ટેક્સ કેલ્ક્યુલેશન આ બધા કામની સાથે તેનો રેકોર્ડ પણ રાખે છે. યાસુકોને તેમના સ્માર્ટફોન પર ફેસબુક વાપરવું ગમે છે.
90 વર્ષની ઉંમરે યાસુકો અઠવાડિયાંમાં 5 દિવસ 7.5 કલાકની શિફ્ટમાં કામ કરે છે. અન્ય સ્ટાફ મેમ્બરની જેમ તેમના દિવસો અને વર્કિંગ ટાઈમ પણ સરખો છે.

કંપનીમાં અકાઉન્ટ ડીપાર્ટમેન્ટ સંભાળે છે
કંપનીમાં અકાઉન્ટ ડીપાર્ટમેન્ટ સંભાળે છે

લાઈફટાઈમ ગોલ
આટલી ઉંમરે પણ ફિટ રહેવાનાં પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, હું હંમેશાં એવું જ વિચારું છું કે મારો જન્મ બીજાની મદદ કરવા થયો છે. આથી હું એવું કામ કરું છું જેનાથી ચેરમેન, મેનેજર્સ અને બીજો સ્ટાફ ખુશ થાય. આ મારો લાઈફટાઈમ ગોલ છે.

યાસુકોનો મેસેજ
યાસુકોનો રિટાયર્ડમેન્ટનો કોઈ પ્લાન નથી. તેઓ સહકર્મચારીને કહે છે, જો તમે આજનો દિવસ વેસ્ટ કરશો તો કોઈ ભવિષ્ય નથી.