તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • 90 year old American Grandmother Gets Vaccinated After Walking 10 Kilometers On A Layer Of Ice

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુસ્સા સાથે જવાબદારી નિભાવી:અમેરિકાનાં 90 વર્ષીય દાદીએ બરફના થર પર 10 કિલોમીટર અંતર ચાલીને કાપ્યા બાદ વેક્સિન લીધી

8 દિવસ પહેલા
 • હિમવર્ષાને લીધે અન્ય કોઈ સર્વિસ અવેલેબલ ન હોવાથી તેમણે ચાલીને જવાનું નક્કી કર્યું
 • દાદી વેક્સિન લીધા બાદ હોસ્પિટલથી ચાલીને જ પરત ફર્યાં હતાં

દુનિયાભરમાં કોરોનાવાઈરસ સામે લડત આપવા માટે વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. લોકોને વેક્સિન લેવા માટે સરકારો જાગૃત કરી રહી છે તો સામે એક નાગરિકની પણ ફરજ છે કે તે પોતાની જવાબદારી સમજી વેક્સિન લે. આવી જ એક જવાબદારી અમેરિકાના સિઆટલ શહેરમાં રહેતા 90 વર્ષની દાદીએ કરી છે. આ દાદી વેક્સિનનો પ્રથમ શૉટ લેવા માટે 6 માઈલ આશરે 10 કિલોમીટર સુધી ચાલીને પહોંચ્યા હતા એ પણ બરફથી ઢંકાયેલી જમીનમાં. આ મહિલાનું નામ ફ્રેન ગોલ્ડમેન છે. મહિલા ઘણા દિવસથી વેક્સિનેશન માટે અપોઈન્ટમેન્ટ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અનેક હોસ્પિટલ્સના ધક્કા ખાઘા બાદ છેવટે તેમને એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં રવિવારની અપોઈન્ટમેન્ટ મળી.

કુદરતને કંઈક બીજુંક મંજૂર હોય તેમ તે દિવસે હિમવર્ષાની આગાહી કરવામાં આવી હતી. તેને લીધે અનેક ક્લિનિક બંધ હતા વૃદ્ધાને તે જાણવું હતું કે જે હોસ્પિટલમાં તેની અપોઈન્ટમેન્ટ છે તેની સર્વિસ ચાલું છે કે કેમ પરંતુ તેના પ્રયત્નો સફળ રહ્યા નહિ.

હોસ્પિટલ સુધી પહોંચવા માટે કોઈ સર્વિસ અવેલેબલ ન હોવાથી ચાલીને જવાનું નક્કી કર્યું
દાદીએ નક્કી કરી લીધું હતું કે તેઓ વેક્સિન તો લઈને જ રહેશે, પરંતુ હિમવર્ષાને કારણે સ્થિતિ એવી ગંભીર બની હતી કે બરફમાં અનેક કાર ફસાઈ ગઈ હતી, તેથી મહિલા કેબની પણ મદદ લઈ શકતા નહોતા. ન તો કોઈ બસ અવેલેબલ હતી. તેથી તેમણે નક્કી કર્યું કે તે હવે વેક્સિન લેવા માટે ચાલીને જશે. મહામારીના સમયમાં મહિલાને પાંચેક કિલોમીટર સુધી ચાલવાની આદત પડી હતી પંરતુ તેઓ આટલું લાંબું ક્યારેય નહોતા ચાલ્યા.

દાદીની અપોઈન્ટમેન્ટ રવિવારે સવારે 9:10 વાગ્યાની હતી. દાદી ફ્લીસ ઝીપ અપ, ડાઉન કોટ અને રેઈન કોટ પહેરી સવારે 8 વાગ્યા પછી પોતાની યાત્રા શરૂ કરી હતી. હોસ્પિટલે પહોંચતા તેમને 1 કલાક અને 5 મિનિટનો સમય લાગ્યો હતો. આટલી લાંબી સફર બાદ પણ વૃદ્ધાનું ફોકસ થાક પર નહોતું પરંતુ તેમની બ્યુટીફુલ અને પીસફુલ જર્ની પર હતું. આખરે તેમની મહેનત સફળ થઈ અને તેમણે કોરોનાવાઈરસની રસી લીધી અને તેઓ ચાલીને જ પરત ફર્યા.

દાદી આટલું લાંબું અંતર કાપીને એટલા માટે વેક્સિન લેવા ગયા કારણ કે તેઓ તેના માટે કમ્ફર્ટ હતા અને તેઓ પોતાની શૉપિંગ જાતે જ કરતાં હતા. કોરોના સામે લડવા માટે સમાજ માટે ઈમ્યુનિટી ક્રિએટ કરવી આવશ્યક હોવાથી તેમણે પોતાની જવાબદારી પૂરી કરવા માટે આ મુશ્કેલ સફર કરી હતી. સાચા નાગરિક તરીકે પોતાની ફરજ અદા કેવી રીતે કરવી તેનું ફ્રેન ઉત્તમ ઉદાહરણ આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો