સુંદર દેખાવાનું ગાંડપણ:90% છોકરીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં પહેલાં ફિલ્ટર યુઝ કરે છે, લાઇક્સ અને કમેન્ટની રેસમાં હંમેશાં અવ્વ્લ રહેવા સર્જરી કરાવે છે

નિશા સિંહા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્સ્ટાગ્રામ પર રોજ 10 કરોડ પોસ્ટ અપલોડ થાય છે
  • છેલ્લા 3-4 વર્ષમાં 14થી 15 વર્ષની છોકરીઓ પર સુંદર દેખાવાનું પ્રેશર વધ્યું

મિસ યુનિવર્સ પછી મિસ વર્લ્ડ કોન્ટેસ્ટ ચર્ચામાં છે. આ બ્યુટી કોન્ટેસ્ટમાં ‘બ્યુટી વિથ બ્રેન’ ધરાવતી છોકરીના માથા પર તાજ સજે છે. દરેક છોકરીઓને સુંદર દેખાવાનો શોખ હોય છે. કદાચ એટલે જ ઘણી બધી છોકરીઓ ફિલ્ટર્સની મદદથી તેમનો ફોટો સુંદર બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. ઇંગ્લેન્ડની એક યુનિવર્સીટીના રિપોર્ટ પ્રમાણે, 100માંથી 90 છોકરીઓ ફોટો પોસ્ટ કર્યા પહેલાં ફિલ્ટર ટૂલનો ઉપયોગ કરે છે.

ભરાવદાર ગાલની ઈચ્છા
ફોટો અપલોડ કર્યા પહેલાં છોકરીઓ તેમના ચહેરાની કમી છુપાવવા માટે ઘણા પ્રકારના ફિલ્ટરની મદદ લે છે. મોબાઈલમાં તો આ કામ ચપટીભરમાં થઈ જાય છે. આશરે 90% છોકરીઓ તેમનો સ્કિન ટોન ચેન્જ કરે છે. નાક અને જો લાઈનનો શેપ સુધારે છે. ઘણી સ્થૂળ યુવતીઓ ફિલ્ટર્સથી પાતળી બની જાય છે, જેથી તેઓ લાખો લાઇક્સ મેળવી શકે.

સર્જરીથી પણ ચહેરો બદલે છે
કોલેજમાં આવતાની સાથે જ સુંદર દેખવાની બોલબાલા વધી જાય છે. મિત્રો વચ્ચે પોપ્યુલર બનવા માટે ‘પીઅર પ્રેશર’ હોય છે. ગુરુગ્રામ સ્થિત પારસ હોસ્પિટલમાં કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરીના સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. મનદીપે કહ્યું, છેલ્લા 3-4 વર્ષમાં 14થી 15 વર્ષની છોકરીઓ પર સુંદર દેખાવાનું પ્રેશર શરૂ થઈ જાય છે. આને લીધે તેઓ નાની ઉંમરે કોસ્મેટિક સર્જરી કરાવે છે. છોકરીઓને તેમના હોઠ ભરાવદાર કરવા હોય છે. ઘણી છોકરીઓ સર્જરી કરાવીને તરત જ નવો ફોટો પોસ્ટ કરે છે. નવા ચહેરાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધી જાય છે.

ઇન્સ્ટાગ્રામની એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં આશરે 14 કરોડ લોકો ઇન્સ્ટાગ્રામ પર છે. આ આંકડો અમેરિકા જેટલો છે. મહિલાઓની સંખ્યા 50% છે. સોશિયલ મીડિયા એક્સપર્ટ ડૉ. સીમા ગુપ્તાએ કહ્યું, આજે મોટી સંખ્યામાં લોકો ઇન્સ્ટાગ્રામ પર છે. આ મહિલાઓને ફોટો અપલોડ કરવાનો જોરદાર ક્રેઝ છે. ઇન્સ્ટાગ્રામ પર રોજ 10 કરોડ પોસ્ટ અપલોડ થાય છે.

છોકરીઓને પોતાના પર આત્મવિશ્વાસ ઓછો હોય છે
મંથલી વેલનેસ ક્લિનિકની ફાઉન્ડર એન્ડ સાઈકિયાટ્રિસ્ટ ડૉ. જ્યોતિ કપૂરે કહ્યું, આ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરતી મોટાભાગની છોકરીઓને તેમના ચહેરામાં ખામી દેખાતી હોય છે. તેઓ પોતાની બોડી અને ફેસ માટે કોન્ફિડન્ટ હોતી નથી.

પર્સનલ કેર બ્રાન્ડ ‘ડવ’ના રિપોર્ટમાં પણ ઉલ્લેખ થયો છે કે, ઇમેજ સારી હોવાથી તેમનું કોન્ફિડન્સ વધી જાય છે. છોકરીઓએ નેગેટિવ વાતો પર વધારે ધ્યાન ના આપવું. માત્ર બ્યુટીથી જ કામ થતું નથી. ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ‘બ્યુટી વિથ બ્રેન’ ધરાવતી યુવતી વિનર બને છે. આથી નેચરલ બ્યુટી સ્વીકારો. તમારી અંદર છુપાયેલા ટેલેન્ટને બહાર લાવો અને તેને મહત્ત્વ આપો.