તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • 90% Of Girls Prefer A Husband With A Higher Height Than Himself, While 60% Want To Marry A Boy Who Is Not Short Of Money

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચ:90% છોકરીઓની પસંદ પોતાની હાઈટ કરતા વધારે હાઈટ ધરાવતો પતિ તો 60% એવા યુવાનોથી લગ્ન કરવા માગે છે જેના પાસે પૈસાનો અભાવ ન હોય

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિસર્ચમાં સામેલ 25% પ્રતિભાગીઓએ માન્યુ કે તેમના પાર્ટનરનો ધર્મ તેમના માટે મહત્ત્વ રાખે છે
 • રિસર્ચમાં 180 દેશોના 64 હજાર લોકો સામેલ થયા હતા

એવા અનેક ગુણ હોય છે જે છોકરીઓ તેમના પાર્ટનરમાં જોવા માગે છે. એક રિસર્ચે એ સાબિત કર્યું છે કે છોકરીઓ તેમના પતિમાં અનેક ખૂબીઓ જોવા માગે છે. આ રિસર્ચ જર્મનીની યુનિવર્સિટી ઓફ જોટિંગેન અને ફીમેલ હેલ્થ એપ ક્લૂ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં 180 દેશોના 64 હજાર લોકો સામેલ થયા હતા. તેમાં 40,600 છોકરીઓની ઉંમર 18થી 24 વર્ષની વચ્ચે હતી. તો બીજા એજ ગ્રૂપમાં 25-29 વર્ષના કપલ્સને સામેલ કરાયા હતા. આ રિસર્ચમાં સામેલ થનારા 3800 કપલ્સની ઉંમર 40 વર્ષથી વધારે હતી.

દયાળુ
એક ઈન્ટરનેશનલ સર્વેએ સાબિત કર્યું કે યુવતીઓ તેમના પતિ દયાળુ હોય તેવું ઈચ્છે છે. આ ગુણ 90% છોકરીઓ તેમના પાર્ટનરમાં જોવા માગે છે.

યોગ્યતા
તેનો અર્થ માત્ર શિક્ષણ જ નથી થતો બલકે ઈન્ટેલિજન્સ પણ છે. ઘણા એવા છોકરાઓ છે જેમની પાસે હાઈ ડિગ્રી નથી હોતી પરંતુ તેઓ તેમની યોગ્યતાનું પ્રદર્શન કરે છે. આ પ્રકારના છોકરાઓથી છોકરીઓ ખુશ રહે છે. 86.5% છોકરીઓ માટે આ ક્વૉલિટી મહત્ત્વ રાખે છે. રિસર્ચમાં સામેલ 25% લોકોએ માન્યું કે તેમના પાર્ટનરનો ધર્મ પણ તેમના માટે મહત્ત્વ રાખે છે.

ઉદારતા
રિસર્ચનો દાવો છે કે ઉદારતા એવો ગુણ છે જો તે કોઈ પુરુષમાં હોય તો તેની પોઝિટિવ ઈફેક્ટ તેમની પત્નીમાં પણ જોવા મળે છે. 72% છોકરીઓ આ ગુણ ધરાવનાર છોકરાઓને પસંદ કરે છે. તો 90% મહિલાઓ પોતાની હાઈટ કરતા વધુ હાઈટવાળો પતિ ઈચ્છે છે. જ્યારે 60% છોકરીઓ એવા છોકરા જોડે લગ્ન કરવા માગે છે જેની પાસે પૈસાનો અભાવ ન હોય. તેઓ લગ્ન પછી આર્થિક રીતે કોઈ સમાધાન કરવા માગતી નથી.

આત્મવિશ્વાસ
આ એક એવો ગુણ છે જે દરેક છોકરીઓને ઈમ્પ્રેસ કરી શકે છે. ઘર અને બહાર આત્મવિશ્વાસથી ભરપૂર પોતાના પાર્ટનરને જોઈ છોકરીઓ ખુશ થાય છે. તેથી ઘરની બહાર જ નહિ બલકે ઘરમાં પણ આ ક્વૉલિટી જાળવી રાખવી એ પુરુષો માટે ફાયદાકારક સાબિત થાય છે. 65% છોકરીઓ પોતાના પાર્ટનરમાં કોન્ફિડન્સ જોઈ સારું અનુભવે છે.

પાયલટની નોકરી જતી રહી તો બની ગયા શેફ, પોતાના ડ્રેસના કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગયા; બિઝનેસે પણ વેગ પકડ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો