• Gujarati News
  • Lifestyle
  • 9 year old Attraction Satish Builds Library For Cancer Patient Children At Hospital, Collects 1,036 Books From Friends And Relatives

હૈદરાબાદ:9 વર્ષની આકર્ષણા સતીશે હોસ્પિટલમાં કેન્સર પેશન્ટ બાળકો માટે લાઈબ્રેરી બનાવી, મિત્રો અને સંબંધીઓ પાસેથી કુલ 1,036 બુક્સ ભેગી કરી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઈબ્રેરીમાં તેલુગુ, અંગ્રેજી અને હિન્દીની સ્ટોરીબુક્સ સામેલ છે
  • આકર્ષણાએ કેન્સર દર્દીઓ માટે લાઈબ્રેરી ખોલી પોતાનું સપનું પૂરું કર્યું

આમ તો આજકાલ ઘણા ઓછા બાળકોને વાંચવાની ટેવ હોય છે, પરંતુ 9 વર્ષની આકર્ષણા સતીશે આ કામને તેના જીવનનો એક મહત્ત્વનો ભાગ બનાવી લીધો છે. થોડા દિવસ પહેલાં હૈદરાબાદના કમિશ્નર ઓફ પોલીસ અંજની કુમારે MNJ ઇન્સ્ટિટ્યુટમાં 1,036 બુક્સની એક લાઈબ્રેરીની સ્થાપના કરી છે. આકર્ષણાએ કેન્સરની ટ્રીટમેન્ટ લઇ રહેલા બાળકોનું ધ્યાન તેમની તકલીફોથી દૂર કરવા માટે આ લાઈબ્રેરીની શરુઆત કરી છે.

આકર્ષણાએ પોતાનું સપનું પૂરું કર્યું
આ માટે આકર્ષણાએ કુલ 1,036 બુક્સ ભેગી કરી. તેમાં તેલુગુ, અંગ્રેજી અને હિન્દીની સ્ટોરીબુક્સ સામેલ છે. આ બુક્સ તેને મિત્રો અને તેના પરિવારજનોએ આપી. ઇન્સ્ટિટ્યુટે આકર્ષણાની લગન જોઇને પ્લે એરિયાને લાઈબ્રેરીમાં ફેરવ્યો જેથી કેન્સર પેશન્ટ કિડ્સ આ જગ્યા પર આવીને અમુક સમય પસાર કરી શકે. અંજની કુમારે આકર્ષણાને મોમેન્ટો આપીને સન્માનિત કરી. આકર્ષણાને ખુશી છે કે, તે બાળકો માટે લાઈબ્રેરી ખોલવાનું સપનું પૂરી કરી શકી.

અન્ય સમાચારો પણ છે...