તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 9 Month Old Pregnant Makena Miller Ran 1.6 Km In Less Than 6 Minutes, Miller Wants Society To Know That Pregnant Women Can Do Whatever They Want Without Any Support

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:9 મહિનાની પ્રેગ્નન્ટ માકેના મિલર 6 મિનિટથી ઓછા સમયમાં 1.6 કિમી દોડી, તેણે કહ્યું, ‘ગર્ભવતી મહિલાઓ કોઈની મદદ વગર જે કરવું હોય તે કરી શકે છે’

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવ મહિના ગર્ભવતી અમેરિકન મહિલા 5 મિનિટ 25 સેકન્ડમાં 1.6 કિમી દોડી. માકેના મિલરે કહ્યું કે, મને પ્રોત્સાહિત કરવા મારા પતિએ કહ્યું હતી કે જો હું 9 મહિનાનાં ગર્ભ સાથે 8 મિનિટમાં અઢી કિમી દોડવાનો રેકોર્ડ તોડીશ તો તેઓ મને 100 ડોલર આપશે.

મિલરનો વીડિયો તેના પતિએ બનાવ્યો. તે ટિક

ટોક પર એટલો બધો વાઈરલ થયો છે કે અત્યાર સુધી 34 લાખ લોકોએ જોયો. મિલરે કહ્યું કે, મને તો એ પણ નહોતી ખબર કે માઈકે મારો વીડિયો શૂટ કર્યો છે. અડધો દિવસ પસાર થઇ ગયા પછી મને આ વિશે ખબર પડી.

મિલરનો વીડિયો જોઈને ઘણા લોકોએ પૂછ્યું કે, આનાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકને કઈ નુકસાન તો નથી થયું ને? અમને બાળકની ચિંતા થઇ રહી છે. તેના જવાબમાં માઈકે કહ્યું કે, મિલર મેડિકલ પ્રોફેશનલના સંપર્કમાં છે. આથી કોઈને ચિંતા કરવાની જરૂર નથી.

મિલર પોતાના પતિ સાથે ઓસ્ટ્રેલિયાથી કેલિફોર્નિયા શિફ્ટ થઇ હતી. તેણે કહ્યું કે, રનિંગ પહેલાં ડૉક્ટરે સોનોગ્રાફી કરી અને જણાવ્યું કે બાળક સ્વસ્થ છે. ડૉક્ટરે પણ મારી રનિંગની વાત પર પૂરો સપોર્ટ કર્યો. માઈકે મિલરનો સાથ આપ્યો અને આ ટાસ્ક પૂરો કર્યો.

મિલર ઈચ્છે છે કે, સમાજને ખબર પડવી જોઈએ ગર્ભવતી મહિલાઓ કોઈ પણ મદદ વગર જે કરવું હોય તે કરી શકે છે. ગર્ભવતી મહિલાઓ વિશેના વિચાર બદલવાની જરૂર છે. હું ડિલિવરી પછી પણ મારી એક્ટિવનેસ આ જ રીતે રાખીશ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો