બ્રિટનના ફેમસ મેગેઝિન વોગના કવર પેજ પર આવવું એ આખી દુનિયાની સુંદર મોડલનું સપનું હોય છે. આ વખતે 9 છોકરીઓ મેગેઝિનના કવર પેજ પર છવાઈ ગઈ છે. આ મોડલ અમેરિકા, બ્રિટન કે કોઈ વિકસિત દેશની નથી. તેમનું રંગ ભલે બ્લેક હોય પણ દિલ ઉજળું છે. તેમની સુંદરતાએ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ મોડલ આફ્રિકાની રહેવાસી છે.
સુંદરતાની નવી પરિભાષા બનાવવાના પ્રયત્નોમાં સફળ રહ્યા
વોગના એડિટર ઈન ચીફ એડવર્ડ એન્નીફુલે કહ્યું, આ 9 છોકરીઓએ સૌદર્યની વ્યાખ્યા બદલી દીધી છે. કવરપેજ પર અમે ખૂબસુરતીની એક નવી વ્યાખ્યા જ દુનિયા સામે મૂકી છે. આ આઈડિયા મારો જ હતો. આખી દુનિયામાં મારા આઈડિયાના વખાણ થઈ રહ્યા છે.
‘એક ગોરી મહિલાના ફોટા પરથી આઈડિયા આવ્યો’
એડવર્ડે કહ્યું, બ્લેક વીમેનને કવર પેજ પર દેખાડવાનો આઈડિયા 1990ના એક ફોટોગ્રાફર પીટર લીંઢબર્ગના ફોટોથી આવ્યો. આ ફોટોમાં માત્ર ગોરી મહિલા જ દેખાડી હતી. એડવર્ડને લાગ્યું કે, આફ્રિકાની છોકરીઓને કવર પેજમાં સ્થાન આપી શકાય. તેનો આ આઈડિયા કામ કરી ગયો.
‘એક શોએ જિંદગી બદલી એ પછી ક્યારેય પાછુ ફરીને જોયું નથી’
કવર પેજ પર ચમકનારી અડટ અકેચે તેના અનુભવ વિશે કહ્યું કે, મેં ઇન્ટરનેશનલ લેવલ પર મોડલિંગ શરુ કર્યું ત્યારે બ્લેક હોવાને લીધે અનેકના ટોણા સાંભળ્યા. આ ફિલ્ડમાં મને એક પણ આફ્રિકન મોડલ ના મળી. એ પછી હું એક શોમાં ગઈ ત્યાં ઘણી બધી આફ્રિકન છોકરીઓ હતી. હવે થોડો ચેન્જ આવ્યો છે. મારા જેવી ઘણી છોકરીઓ દુનિયામાં તેમના હક માટે લડી રહી છે.
‘શરુઆતમાં એકલી પડી ગઈ હતી’
કવર પેજ પર જગ્યા બનાવનારી સુડાનની મોડલ અનોક યેઇએ કહ્યું, શરુઆતમાં હું એકલી પડી ગઈ હતી. એક સમયે હું અનેક પીડામાંથી પસાર થઈહતી. આજે મારી સાથે મારો સમુદાય છે. હું મારા મિત્રો સાથે મારી જ ભાષામાં વાત કરું છું.
‘સોશિયલ મીડિયાએ અમને ઓળખ અપાવી’
વોગ પર છવાઈ જનારી આ છોકરીઓએ કહ્યું, સોશિયલ મીડિયાએ અમને ઓળખ આપી. હું મિલાન કે પેરિસના ફેશન શોમાં જવા માટે એજન્ટના ધક્કા ખાતી હતી. તેમની પાસેથી સરખો રિસ્પોન્સ ના મળ્યો પણ સોશિયલ મીડિયાએ અમારું કામ સરળ બનાવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.