બળાત્કારના લાઈવ વીડિયો ડાર્ક વેબ પર વેચાય છે:8 હજારમાં લાઈવ સ્ટ્રીમિંગ, પુરાવા આપોઆપ ભૂંસાઈ જાય છે ને ગુનેગારો પકડાતા પણ નથી

22 દિવસ પહેલા

ડાર્ક વેબ એ અંધકાર ભરેલા રૂમમાં ફેલાવેલ એવી જાળ છે કે, જ્યાં ઇન્ટરનેટ પર ‘કાળા કામ’ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તમે ડાર્ક વેબ પર મશીનગનથી લઈને મિસાઈલ જેવાં શસ્ત્રો અને MDMA, LSD, ક્રિસ્ટલ મેથ વગેરે જેવાં શસ્ત્રોની તસ્કરી વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ તેની વધારાની એક ડાર્ક સાઈડથી હજુ પણ તમે અજાણ છો, જે માસૂમ બાળકોના જીવનને પોતાની ઝપેટમાં લઈ જઈને બરબાદ કરી રહી છે. આ ભયાનક પરિસ્થિતિને સમજવા માટે ચાલો તમને બે કિસ્સાઓ જણાવીએ.

પહેલી ઘટના બ્રિટિશ મોડલ ક્લોએ એલિંગની છે. એલિંગનું પાંચ વર્ષ પહેલા ઈટાલીના મિલાન શહેરથી અપહરણ કરવામાં આવ્યું હતું. પહેલાં તો તે સામાન્ય અપહરણનો મામલો લાગ્યો, પરંતુ જ્યારે આ કેસ પરથી પડદો ઉઠાવવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, આરોપી પોલિશ મૂળ લુકાસ પાવેલ હર્બા છે. પોવેલ ઈન્ટરનેટના અનામી, છુપાયેલા, ડાર્ક વેબમાં કાર્યરત 'બ્લેક ડેથ ગ્રૂપ'નો સભ્ય હતો. આ જૂથ માનવ તસ્કરી, અપહરણ, બાળ પોર્નોગ્રાફીમાં સક્રિય હતું. આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સી 'ઈન્ટરપોલ'ની પૂછપરછ દરમિયાન પાવેલે જણાવ્યું કે, તે અરબ શેખને એલિંગને વેચવાનો હતો. 'બ્લેક ડેથ ગ્રુપ' ડાર્ક વેબની અલગ-અલગ વેબસાઈટ દ્વારા 'સેક્સ સ્લેવ્સ' તૈયાર કરે છે અને તેમની હરાજી કરે છે.

હવે ડાર્ક વેબને લગતો બીજો કિસ્સો વાંચીએ
કેનેડામાં જન્મેલા બેન્જામિન ફોકનર ડાર્ક વેબ પર 'ચાઈલ્ડ પ્લે' નામની ચાઈલ્ડ પોર્નોગ્રાફી વેબસાઈટ ચલાવતા હતા. આ વેબસાઈટ પર 10 લાખથી વધુ બાળકોની પ્રોફાઈલ રાખવામાં આવી હતી. આ વેબસાઈટમાં 100થી વધુ નિર્માતાઓનાં નામ પણ હતા, જેમણે બાળકોનું પોર્નોગ્રાફી કન્ટેન્ટ બનાવ્યું હતું. આ નિર્માતાઓ 10-12 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓનું યૌનશોષણ કરતા હતા અને તેનું ફિલ્માંકન કરતા હતા પછી બેન્જામિન અમેરિકાના વર્જિનિયામાં પકડાયો હતો. તેના લેપટોપમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત 47,000 ફોટા અને 2,900 વીડિયો મળી આવ્યા હતા. આ ફોટોઝ અને વીડિયો ડાર્ક વેબ સાથે સંબંધિત અન્ય ઘણી વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

હવે જાણીએ કે, ડાર્ક વેબ પર કઈ પ્રકારની વેબસાઈટ્સની જાળ ફેલાયેલી છે
'આલ્ફા-બે': એવી ઘણી બધી વેબસાઇટ્સનું ઝૂંડ કે જ્યાં છોકરીઓ વેચાય છે

ડાર્ક વેબ પર આવી ઢગલાબંધ વેબસાઇટ્સ છે, જેને સામૂહિક રીતે 'આલ્ફા-બે' કહેવામાં આવે છે. અહીં છોકરીઓ પર 'પ્રાઈસ ટેગ' લગાવવામાં આવે છે.'બ્લેક ડેથ ગ્રૂપ' અને 'ચાઈલ્ડ પ્લે' એ માત્ર એવાં ઉદાહરણો છે કે, જે ડાર્ક વેબ પર છોકરીઓ અને તેમના વીડિયોના વેચાણથી કરોડોની કમાણી કરે છે. ઇન્ટરપોલે આલ્ફા બેને બંધ કર્યું તેમ છતાં 'આલ્ફા-બે', 'હેકફોરમ', 'ધ રિયલ ડાર્ક માર્કેટ', 'મઝાફાકા', 'ડાર્કકોડ' જેવી ઘણી વેબસાઈટ ચાલી રહી છે.

ચાલો હવે સમજીએ કે ડાર્ક વેબ કે ડાર્ક નેટ શું છે...?
વાસ્તવમાં, ડાર્ક વેબ એ ઇન્ટરનેટનો એક ભાગ છે કે, જ્યાં Google કામ કરતું નથી અને પાસવર્ડની જગ્યાએ 'એનક્રિપ્ટેડ કોડ' હોય છે, જે ફક્ત બે જ આંકડા પર જ કામ કરે છે 0 અને 1. એન્ક્રિપ્ટેડ કોડ ડેટા અથવા કોઈપણ પ્રકારની માહિતીને સુરક્ષિત કરે છે. ક્રિપ્ટોગ્રાફી દ્વારા માહિતીને ગુપ્ત કોડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ કોડ ફક્ત તે જ જાણી શકે છે જેની પાસે પાસ એક્સેસ કી છે. એન્ક્રિપ્ટેડ કોડ WhatsApp કૉલ જેવો જ છે. આમાં ‘એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ટેક્નોલોજી’નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ક્ષણભરમાં જ પોતાના URL એડ્રેસમાં ફેરફાર કરતા હોવાના કારણે આ તપાસ એજન્સીઓ તેમને પકડી શકતી નથી. URL એડ્રેસ એટલે વેબસાઈટને એક્સેસ કરવા માટેનું સરનામું જેમ કે, Googleનું URL - google.com, તેથી URL એ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કોઈપણ ડેટાનું અન્ય સરનામું છે. URL એડ્રેસ બદલાતું રહેવાથી તપાસ એજન્સીઓ માટે એ જાણવું મુશ્કેલ બને છે કે, ડાર્ક વેબમાં કઈ વેબસાઈટ શું કરી રહી છે?

યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ 2020ના રિપોર્ટ મુજબ એવા 79 કેસ છે, જેમાં બાળકોની હેરફેર માટે ઈન્ટરનેટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એ જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે તસ્કરો ડાર્ક વેબનો ઉપયોગ 'વર્ચ્યુઅલ પોર્નોગ્રાફી ટુરિસ્ટ ડેસ્ટિનેશન' તરીકે કરી રહ્યા છે. જેમાં લોકોને પોર્નોગ્રાફીનું લાઈવ સ્ટ્રીમિંગ બતાવવાની લાલચ આપીને બોલાવવામાં આવે છે.

તસ્કરી માટે 40 હજારથી વધુ વેબપેજ, 6 કરોડ જાહેરાતો પર 2000 કરોડથી વધુનો ખર્ચ કર્યો
ડાર્ક વેબ સાથે સંબંધિત વેબસાઇટ્સ પર દરરોજ 25 લાખથી વધુ વિઝિટર્સ આવે છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ડ્રગ માફિયા, માનવ તસ્કરી, હથિયારોના ડીલરો જેવા વિશ્વભરનાં ગુનાહિત સંગઠનોના લોકો એકબીજા સાથે વાત કરે છે. વ્હોટ્સએપ, ફોન, ફેસબુક દ્વારા વાત કરવાથી પોલીસ અને તપાસ એજન્સીઓના રડારમાં આવવાનું જોખમ રહે છે જ્યારે ડાર્ક વેબ એ વિશ્વભરની પોલીસને ડોજ કરવા માટેનું આશ્રયસ્થાન હોવાથી આ ગુનેગારો અહીં આવીને કાળા ધંધાની યોજના ઘડે છે.

અહીં કંઈપણ ખરીદી અથવા વેચી શકાય છે. યુ.એસ.માં કરવામાં આવેલા એક સંશોધન મુજબ છેલ્લાં બે વર્ષમાં માનવ તસ્કરોએ 30થી 40 હજાર ડાર્ક વેબ પેજ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીની જાહેરાતો મૂકી. આ જાહેરાતોની સંખ્યા 6 કરોડ છે, જેના પર 2 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ડાર્ક વેબ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું માર્કેટ ડ્રગ્સ માફિયાઓને પછાડી ચૂક્યું છે
ડાર્ક વેબ પર હ્યુમન ટ્રાફિકિંગના માફિયાઓના સામ્રાજ્યનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, એક વર્ષમાં માનવ તસ્કરીથી અંદાજે 12 લાખ કરોડનો વ્યવસાય ચાલે છે. જ્યારે તમે આવી રીતે લાઈન્સ વાંચી રહ્યા છો, તે સમયે ડાર્ક વેબ પર 2 કરોડ લોકોની તસ્કરી થઈ ચૂકી હશે. તેમાંથી અડધાથી વધુ છોકરીઓ અને મહિલાઓ છે .તેમાં 10 લાખથી વધુ બાળકો છે. સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2020માં એક રિપોર્ટમાં આ અનુમાન લગાવ્યું છે. રિપોર્ટ એ પણ દર્શાવે છે કે, 20 મિલિયન લોકોમાંથી 25% થી વધુને ‘સેક્સ સ્લેવ’ તરીકે ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે .ડાર્ક વેબ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી સૌથી નફાકારક કારોબાર બની ગઈ છે અને તે ડ્રગના કારોબારને પણ પછાડી ગઈ છે.

ડાર્ક વેબથી અલગ બાળ જાતીય શોષણનું કાળું સત્ય
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) મુજબ વિશ્વભરમાં બંધાયેલ મજૂરીમાંથી થતી આવકના લગભગ 65% આ મજૂરોના જાતીય શોષણમાંથી આવે છે. આ બિઝનેસની વાર્ષિક આવક 8 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. દર વર્ષે, 18 વર્ષથી ઓછી ઉંમરનાં 55 લાખ બાળકોને મજૂરી કરાવવામાં આવે છે, જેમાંથી 10 લાખ બાળકોને દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે.

તસ્કરો 1 બાળકથી 1.5 કરોડની કમાણી કરે છે
યુરોપિયન લો એન્ફોર્સમેન્ટ એજન્સી 'યુરોપોલ'ના રિપોર્ટ મુજબ દર વર્ષે અમેરિકામાં 2 લાખથી વધુ બાળકો યૌનશોષણ માટે તસ્કરી કરે છે. તસ્કરોએ એક બાળકની તસ્કરીમાંથી લગભગ 1.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેમનું બિઝનેસ મોડલ એ છે કે, ડાર્ક વેબ પરની વેબસાઇટ્સ બાળકો સાથે દુષ્કર્મ અને જાતીય શોષણનું લાઇવ સ્ટ્રીમિંગ કરે છે.

હવે ચાલો સમજીએ કે, બાળકોના શોષણથી કેવી રીતે પૈસાની કમાણી થાય છે? અને તેનો કોઈ પુરાવો કેમ નથી મળતો?
ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોનાર એશિયન કસ્ટમર વીડિયો ફીડ દ્વારા ડાર્ક વેબ સાથે જોડાય છે. તે પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માગણી કરે છે. આમાં તે 8 લોકોના જૂથને 8 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાની સૂચના આપે છે. તે માત્ર 8 હજાર રૂપિયા આપીને આ બળાત્કારનો લાઈવ વીડિયો રિયલ ટાઈમમાં જુએ છે. ત્યારથી આ ઘટનાના વીડિયો કે ફોટા ડાઉનલોડ કરીને તે વ્યક્તિને મોકલવાના બદલે લાઈવ બતાવવામાં આવી રહ્યા હતા. તેથી, આ ઘટનાઓના કોઈ પુરાવા એકત્ર કરી શકાતા નથી.

આ ઘટના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જ સામે આવી હતી. આ ઈન્ટરનેટ પર ચાઈલ્ડ ટ્રાફિકિંગ સંબંધિત કેસોમાંનો એક છે અને ધ હેગની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ચાલી રહ્યો છે. બાળકના વેચાણની શરૂઆત પરિવારના સભ્યથી થાય છે, આશ્ચર્યજનક વાત એ છે કે, બાળકની હેરફેર કરનાર કોઈ અજાણ્યો વ્યક્તિ પણ હોઈ શકે છે અને તે કુટુંબના સભ્ય, વાલી, મિત્ર અથવા પરિચિત વ્યક્તિ પણ હોઈ શકે છે. પકડાયેલા તમામ કેસોમાં અડધાથી વધુ કેસોમાં પરિવારના કોઈ સભ્યની સંડોવણી છે. પરિવારના સભ્યો બાળકોની હેરફેરમાં સામેલ થવાની શક્યતા 4 ગણી વધારે છે.

ડાર્ક વેબ એટલે એવી દુકાન જ્યાં બધું વેચાય છે
ડાર્ક વેબ એ નર્સરી છે કે, જ્યાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો પ્રચાર થાય છે. હાર્ડ કેન્ડી, જલબેટ, લોલિતા સિટી, પેડોઇમ્પાયર, લવ ઝોન, ધ ફેમિલી આલ્બમ, કિન્ડરગાર્ટન પોર્ન વગેરે જેવી સાઇટ્સ ડાર્ક વેબ પર છે, જ્યાં બાળકોના જાતીય શોષણને લગતી દરેક પ્રવૃત્તિ થાય છે. આમાંથી ઘણી વેબસાઈટ એવી છે કે, તેના એક લાખથી વધુ સભ્યો છે. ડાર્ક વેબ પર આ સભ્યો બાળકોના જાતીય શોષણને લગતી તેમની કાલ્પનિક વાર્તાઓ કહે છે અને ફોટા અને વીડિયો પણ આડેધડ શેર કરે છે. ફોટા, વીડિયો અને કિસ્સાઓ અહીં બધું વેચાય છે અને ખરીદદારોની કોઈ અછત નથી.

ભારત આ દૂષણમાં ક્યાં સુધી ફેલાયેલું છે?
અનેક કાયદાઓ હોવા છતાં માનવ તસ્કરી ભારતમાં બીજા નંબરનો સૌથી મોટો સંગઠિત અપરાધ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના એક રિપોર્ટ મુજબ વર્ષ 2019માં IPCની વિવિધ કલમો હેઠળ હેરફેરના 2,088 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2018માં 1,830 અને 2017માં 2,854 કેસ નોંધાયા હતા. મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં પણ ઓનલાઈન સેક્સ ટ્રાફિકિંગનું ચલણ વધ્યું છે. તેને જોતા મહારાષ્ટ્ર અને કેરળમાં કાર્યવાહી કરવામાં આવી છે. પાઇલોટ સ્કીમ હેઠળ મહારાષ્ટ્રમાં સાયબર ચિલ્ડ્રન એક્સપ્લોયટેશન (TRACE) સામે ટેક્ટિકલ રિસ્પોન્સ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. તે જ સમયે, કેરળમાં 2021 અને જુલાઈ 2022 સુધી ઓનલાઈન સેક્સ ટ્રાફિકિંગ માટે 472 FIR નોંધવામાં આવી હતી. આ મામલામાં 67 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ડાર્ક વેબની આડમાં છુપાયેલા માનવ તસ્કરો
હવે ચાલો જાણીએ કે માનવ તસ્કરો કેવી રીતે ડાર્ક વેબ પર તેમનાં કાળાં કૃત્યો છુપાવે છે.ગૂગલ સર્ચ એન્જિન પર ડોટ કોમ, ડોટ ઇન, ડોટ ઓઆરજી, ડોટ ગોવ વેબ એડ્રેસનો ઉપયોગ થાય છે. આ સ્થળો પર માનવ તસ્કરો તપાસ એજન્સીઓની નજરથી પોતાને બચાવી શકતા નથી. તેથી, તેણે પોતાનું સ્થાન બદલી નાખ્યું. ડાર્ક વેબ વેબસાઇટ્સના અંતે 'ડોટ ઓનિયન' જોડાયેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો, ડાર્ક વેબ પર 'ઓનિયન રૂટિંગ ટેક્નોલોજી'નો ઉપયોગ થાય છે જેને TOR કહેવાય છે. આ ટેક્નોલોજી ટ્રેકિંગ અને સર્વેલન્સ સામે રક્ષણ આપે છે. ઓનિયન નામના ઉપયોગ પાછળનું કારણ એ છે કે, જે રીતે ઓનિયનમાં ઘણાં સ્તરો હોય છે, તે જ રીતે ડાર્ક વેબના TORમાં પણ સુરક્ષાનાં ઘણાં સ્તરો હોય છે. આ સુરક્ષા સ્તરો જ ગેરકાયદેસર કામદારોને તપાસ એજન્સીઓની પકડથી દૂર રાખે છે.

એક્શન અગેન્સ્ટ ટ્રાફિકિંગ એન્ડ સેક્સ્યુઅલ એક્સપ્લોયટેશન ઓફ ચિલ્ડ્રનના કો-ઓર્ડિનેટર, એન્ટિ-ટ્રાફિકિંગ પર કામ કરતી સંસ્થાના સંજય મિશ્રા કહે છે, ‘ઓનલાઈન માનવ તસ્કરી એ હથિયારો અને ડ્રગ્સની જેમ સૌથી મોટો પડકાર છે. જે પણ સેફ્ટી ફીચર્સ ડિજિટલી લાવવામાં આવે છે, તસ્કરો તેનો સામનો કરતા રહે છે. ડાર્ક વેબ આનું પરિણામ છે. છેલ્લા કેટલાક સમયથી તસ્કરો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આનાથી બચવા માટે તેમણે ડાર્ક વેબ પર સુરક્ષિત આશ્રયસ્થાન બનાવ્યું છે.

સગીરો ડાર્ક વેબમાં કેવી રીતે ફસાય છે?
ડૉ. વરુણ એસ. મહેતા, એસોસિયેટ પ્રોફેસર, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇક્યાિટ્રીસ્ટ સમજાવે છે કે કોવિડ પછી, કિશોરો વધુ સમય ઑનલાઇન વિતાવી રહ્યા છે. કોવિડ પહેલાં, જ્યાં 12 થી 16 વર્ષની વય જૂથનાં બાળકો દરરોજ સરેરાશ 110 મિનિટ ઑનલાઇન વિતાવતાં હતાં, હવે તેઓ 200 મિનિટથી વધુ સમય પસાર કરે છે.એટલે કે 24 કલાકમાંથી 3 કલાક 20 મિનિટ બાળકોએ મોબાઈલ પર સમય પસાર કર્યો.

ડો.વરુણના જણાવ્યા અનુસાર, બાળકોના ઓનલાઈન રહેવા અંગે તાજેતરમાં એક અભ્યાસ સામે આવ્યો છે.એવું કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન હોવા પર, 9 ટકા બાળકોએ અજાણતાં જાતીય સામગ્રી જોઈ છે. 23 ટકા બાળકો મોબાઈલ ઈન્ટરનેટ સર્ફિંગ કરતી વખતે પોર્ન વેબસાઈટની મુલાકાત લેતા હતા.8 ટકા કિશોરોએ ઓનલાઈન રોમેન્ટિક પાર્ટનર શોધી કાઢ્યા.આ જ સ્ટડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 11 ટકા બાળકો ઓનલાઈન હેરેસમેન્ટનો ભોગ બન્યા છે.

ઈન્ટરનેટના ડાર્ક વર્લ્ડથી આ રીતે સુરક્ષિત રહો

પ્રાઈવસી સેટિંગ્સઃ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવાં સોશિયલ મીડિયા એકાઉન્ટને સાર્વજનિક ન રાખો. સેટિંગ્સમાં જઈને તમારા એકાઉન્ટને ખાનગી બનાવો. પોસ્ટ પર સ્થાન શેરિંગ વિકલ્પ બંધ કરો.

ફ્રેન્ડ રિક્વેસ્ટ: ફક્ત તમે જાણતા હોય તેવા લોકોની મિત્ર વિનંતીઓ સ્વીકારો.તમારો ફોન નંબર, સરનામું અથવા લાઇવ સ્થાન જેવી અંગત માહિતી ક્યારેય શેર કરશો નહીં.

જાહેરાતોથી સાવચેત રહોઃ સામાન્ય કામના બદલામાં સારો પગાર આપતી જાહેરાતોની જાળમાં ન પડો. કંપનીની વિશ્વસનીયતા અને તેના નિયમો અને શરતો તપાસો.

પગલાં લો: સોશિયલ મીડિયા પર તમારા એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવે તો તરત જ અનફ્રેન્ડ કરો અથવા બ્લૉક કરો. વિલંબ કર્યા વિના તેની જાણ કરો. આવી કોઈપણ પોસ્ટનો સ્ક્રીનશોટ લો.