ઉંમર તો માત્ર આંકડો છે:20 વર્ષની મહેનત પછી 89 વર્ષીય દાદાએ PhDની ડિગ્રી મેળવી, સ્કૂલ ટાઈમમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે વાંચીને ફિઝિસિસ્ટ બનવાની પ્રેરણા મળી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેનરે કહ્યું, મને પગાર આપતી નોકરી નથી જોઇતી, તે મારો ભૂતકાળ છે
  • સ્ટેનર વર્ષ 2000માં નિવૃત્ત થયા અને એ પછી PhDમાં એડમિશન લીધું

અમેરિકામાં 89 વર્ષીય મેનફ્રેડ સ્ટેનરનું સપનું હતું કે, તેઓ જીવનમાં એકવાર ફિઝિસિસ્ટ બને. PhDની ડિગ્રી માટે તેમણે આશરે 20 વર્ષ સુધી મહેનત પૂરી કરી અને સપનાંને હકીકતમાં ફેરવ્યું. મેનફ્રેડ સ્ટેનરે રોડ આઇલેન્ડમાં આવેલી બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો. PhDની ડિગ્રી મેળવ્યા પછી તેમણે મીડિયાને કહ્યું કે, મેં આ કરી બતાવ્યું. આ મારા જીવનનો સૌથી મહત્ત્વનો સમય છે.

ઓસ્ટ્રિયામાં મેડિકલ અભ્યાસ પૂરો કર્યો
સ્કૂલ ટાઈમમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને મેક્સ પ્લેન્ક વિશે જાણીને સ્ટેનરને ભૌતિકશાસ્ત્રવિદ બનવાનો વિચાર આવ્યો હતો. તેમને પહેલેથી ફિઝિક્સમાં ઘણો રસ હતો. બીજા વિશ્વ યુદ્ધ પછી તેની માતા અને કાકાએ મેડિસિનનો અભ્યાસ કરવાની સલાહ આપી હતી. તેમણે વર્ષ 1955માં યુનિવર્સિટી ઓફ વિયેનામાંથી મેડિકલ ડિગ્રી લીધી અને પછી અમેરિકા શિફ્ટ થયા. હિમેટોલોજિસ્ટ બનવા માટે બ્રાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ ચાલુ કર્યો.

નિવૃત્તિમાં પણ રિસર્ચ વર્ક ચાલુ રાખ્યું
સ્ટેનર વર્ષ 2000માં નિવૃત્ત થયા અને પછી પરત રોડ આઇલેન્ડમાં રહેવા લાગ્યા. સ્ટેનરનું મેડિકલ રિસર્ચનું કામ ચાલુ જ હતું પણ એક બાજુ ફિઝિક્સ પ્રત્યેનો લગાવ પણ હતો.

70 વર્ષની ઉંમરે PhD માટે એડમિશન લીધું
​​​​​​​સ્ટેનરે કહ્યું, મારે પહેલેથી ફિઝિસિસ્ટ બનવું હતું અને આ એક એવી ઈચ્છા હતી જે મારા મગજમાં ભરાઈ ગઈ હતી. મને રોજ તેના પર કામ કરવાના વિચાર આવતા હતા. હું હંમેશાં વિચારતો કે રિટાયર્ડ થયા પછી મારે ઘરમાં બેસીને સમય વેડફવો નથી. મારે રોજ એક્ટિવ રહેવું છે. આ જ વિચાર સાથે તેમણે બ્રાઉન યુનિવર્સિટીમાં 70 વર્ષની ઉંમરે PhD માટે એડમિશન લીધું.

‘મને પગાર આપતી નોકરી જોઈતી નથી’​​​​​​​
ફિઝિક્સ પ્રોફેસર બ્રેડ માર્સ્ટને કહ્યું કે, ‘સ્ટેનરનું ડેડિકેશન જોઈને હું ઘણો ખુશ થયો છું. હું તેમના પ્રોગ્રામમાં એડવાઈઝ હતો. મેં ફિઝિક્સમાં જેટલાં પેપર્સ લખ્યાં છે તેના કરતાં પણ વધારે પેપર્સ તેમણે મેડિકલ સાયન્સમાં લખ્યા છે. યુવાનોએ તેમની વિચારશક્તિમાંથી ઘણું બધું શીખવાની જરૂર છે. જો તમે જીવનમાં આવતા અવરોધોથી નિરાશ થઈ જશો તો ક્યાંય બીજે નહીં જઈ શકો. આ જ વાત સ્ટેનરમાં જોવા મળી. સ્ટેનરે કહ્યું, મને પગાર આપતી નોકરી નથી જોઇતી. તે મારો ભૂતકાળ છે. હું રિસર્ચ કરી રહેલા પ્રોફેસરને મદદ કરીશ.’

અન્ય સમાચારો પણ છે...