તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુપ્રેમ:અમેરિકામાં માલિકનાં મૃત્યુ પછી તેમનો પાલતુ શ્વાન 36 કરોડ રૂપિયાનો વારસદાર બન્યો

21 દિવસ પહેલા

અમેરિકામાં નેશવિલ શહેરમાં 8 વર્ષનું શ્વાન સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેનાં માલિકના અવસાન પછી તે 5 મિલિયન ડોલર એટલે કે 36 કરોડ રૂપિયાનો માલિક બની ગયો છે. ગયા વર્ષે તેના માલિકનું અવસાન થતા તેમણે પોતાની મિલકત લુલુના નામે કરી છે. લુલુ બોર્ડર કુલી બ્રીડનું શ્વાન છે.

લુલુનાં માલિકનાં પ્રમાણે, આ તમામ રૂપિયા ટ્રસ્ટમાં ટ્રાન્સફર થશે જેથી ટ્રસ્ટ લુલુનું ધ્યાન રાખે. માલિક ડોરિસે લુલુને તેમના મિત્ર માર્ટા બર્ટનને સોંપ્યું છે. બર્ટનને ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, મારા મિત્ર વિશે શું કહું તે મને ખબર નથી પણ તેને શ્વાન ઘણા ગમતા હતા. ડોરિસ પાસે કેટલી પ્રોપર્ટી હતી તે તો ખબર નથી. પણ લુલુના મહિનાનાં ખર્ચની ચિંતા બર્ટનને નહિ કરવી પડે.

આ સ્ટોરી વાંચ્યા પછી ઘણા લોકોને વાત પચતી નથી કે એક શ્વાનને વારસદાર કેમ બનાવ્યો? જો કે, આ કોઈ પ્રથમવાર બન્યું નથી આની પહેલાં પણ ઘણા માલિક તેમના મૃત્યુ પછી વારસદાર તેમના પાલતુ શ્વાનને બનાવે છે. આ કામમાં તેમનો પશુપ્રેમ પણ છલકાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો