તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • 7th Grade Student Aastha Mehta Designed Medibrace To Remind The Elderly About Medicine On Time

ઈનોવેશન:ધોરણ 7ની સ્ટુડન્ટ આસ્થા મહેતાએ વૃદ્ધજનોને ટાઈમ પર દવા લેવાનું યાદ કરાવતું બ્રેસલેટ બનાવ્યું, દાદાની તકલીફ જોઇને આ બનાવવાનો આઈડિયા આવ્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બ્રેસલેટને સરળતાથી પહેરી શકાય છે અને તેનો ઉપયોગ પણ સરળ છે
  • આસ્થાનું બ્રેસલેટ બે વેરિએશન્સમાં માર્કેટમાં અવેલેબલ છે

મુંબઈમાં રહેતી ધોરણ 7ની સ્ટુડન્ટ આસ્થા મહેતાએ ‘મેડિબ્રેસ’ નામનું એક બ્રેસલેટ ડિઝાઈન કર્યું છે. આ બ્રેસલેટ પાછળનો ઉદ્દેશ સીનિયર સિટીઝનને સમય પર દવા લેવાનું યાદ કરાવવાનો છે. બ્રેસલેટ બનાવવાનાં વિચાર વિશે આસ્થાએ કહ્યું કે, મારા દાદા ટાઈમ પર દવા લેવાનું ભૂલી જતા હતા. આ જોઇને મને ઘણું દુઃખ થતું આથી મેં તેમની મદદ કરવાનું વિચાર્યું.

ઘણીવાર તેઓ અમુક દવા લેવાનું ભૂલી જતા તો ઘણીવાર દવા બીજા દિવસે પણ ટેબલ પર તે જગ્યાએ પડેલી હોય. હું તેમને પૂછતી તો તેઓ કહેતા કે, દવા લેતા ભૂલી ગયો. તેમની તકલીફ જોઇને મને વિચાર આવ્યો કે એક એવું ડિવાઈસ બનાવવું જોઈએ જે લોકોને સમય પર દવા લેવાનું યાદ કરાવે.

વૃદ્ધજનો માટે આસ્થાએ સરળતાથી પહેરી શકાય તેવું બ્રેસલેટ બનાવ્યું. આ બ્રેસલેટનો યુઝ પણ સરળ છે. આસ્થાએ પોતાના કોન્સેપ્ટને યંગ આંત્રપ્રિન્યોરશિપ એકેડમી ક્લાસમાં ડિસ્કસ કર્યો. અહીં મેન્ટોરના સપોર્ટથી તેને બ્રેસલેટ બનાવવામાં સફળતા મળી.

આસ્થાનું બ્રેસલેટ બે વેરિએશન્સમાં માર્કેટમાં અવેલેબલ છે. સિલિકોન મેડિબ્રેસની કિંમત 600 રૂપિયા છે, મેટલ મેડિબ્રેસની કિંમત 900 રૂપિયા છે. આસ્થાનું સપનું છે કે તે ઈનોવેશનને ભવિષ્યમાં બિઝનેસમાં બદલી શકે.