• Gujarati News
  • Lifestyle
  • 70% Of Indians Suffer From Hair Loss, Graying And Acne, Don't Forget To Apply Oil If You Have Dandruff

શિયાળામાં ડેન્ડ્રફ જોખમી:70% ભારતીયો વાળ ખરવા, સફેદ થવા અને ખીલથી પરેશાન, ડેન્ડ્રફ હોય તો તેલ નાખવાની ભૂલ ન કરો

23 દિવસ પહેલાલેખક: ઐશ્વર્યા શર્મા

શિયાળાની કડકડતી ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શિયાળામાં શરદી-ઉધરસ સિવાય વાળ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. તો ઠંડીને કારણે વાળમાં ડ્રેન્ડફ પણ થયા છે, જેનાથી સ્કિન પ્રોબ્લેમ અને આંખનું ઇન્ફેક્શન પણ થઇ શકે છે. શું ડેન્ડ્રફનું સ્કિન અને આંખ સાથે કોઈ કનેક્શન છે. આવો આ પહેલાં જણાએ ડેન્ડ્રફ કેમ થાય છે?

ઓઈલી સ્કિનને કારણે ડેન્ડ્રફ થાય છે
મેક્સ મલ્ટીસ્પેસ્યાલીસ્ટ સેન્ટર, નવી દિલ્હીના ડર્મેટોલોજિસ્ટ ડો. સોની ગુપ્તાએ જણાવ્યું હતું કે, ડેન્ડ્રફને મેડિકલ ભાષામાં પિટિરિએસિસ કેપિટિસ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું ફન્ગલ ઇન્ફેક્શન છે.

સ્કેલ્પ અને વાળ બે અલગ-અલગ છે. જેની સ્કિન ઓઈલી હોય છે. તો સ્કેલ્પમાં તૈલી ગ્રંથિ વધારે એક્ટિવ થવાને કારણે ઓઇલ નીકળે છે. તેથી જો સ્કેલ્પ અને વાળને બરાબર રીતે સાફ કરવામાં ન આવે તો ફંગલ ઇન્ફેક્શન પણ થઇ શકે છે. સ્કેલ્પમાં જે ડેન્ડ્રફ ભેગો થાય છે તેને સિબોરહીક કેપેટીસ કહેવામાં આવે છે.

જો હેરવોશમાં આળસ કરો છો તો ડેન્ડ્રફ વધી જાય
ડો. ગુપ્તના જણાવ્યા પ્રમાણે મોટાભાગે ઠંડીમાં લોકો વાળ ધોવાનું ઘટાડી દે છે. અનેક લોકો તો અઠવાડિયામાં એક જ વાર વાળ ધોવે છે. જેના લીધે વાળની ગંદકી અને તેલ સાફ યોગ્ય રીતે સાફ થઈ શકતાં નથી, જેના કારણે ડેન્ડ્રફ વધે છે. ઠંડીમાં અઠવાડિયામાં બે વાર એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂથી વાળ ધોવા જોઈએ.

વાળ ધોવાની યોગ્ય રીત-
સૌથી પહેલાં વાળને પાણીથી ભીના કરી લેવાં. પછી શેમ્પૂને પાણીમાં મિક્સ કરી લેવું અને વાળમાં 5 મિનિટ સુધી લગાવીને રાખવું. તે પછી હેરવોશ કરો.

ડેન્ડ્રફનું પિંપલ કનેક્શન, દાંઢી-મૂંછમાં આવી શકે છે ડેન્ડ્રફ
ઓયલી સ્કીનના લીધે ડેન્ડ્રફ જલ્દી વધવા લાગે છે. જ્યારે ઓયલ ગ્લેડ્સ વધારે એક્ટિવ હોય છે ત્યારે ચહેરા ઉપર પિંપલ પણ થાય છે.
દાઢી-મૂંછ રાખનાર યુવકોના ચહેરા ઉપર પણ ડેન્ડ્રફ આવી શકે છે. એવામાં તેમના ચહેરા ઉપર વધારે પિંપલ જોવા મળે છે.

ગ્રાફિક્સમાં જાણો ડેન્ડ્રફ કેવી રીતે થાય છે

ડેન્ડ્રફ આંખના ઇન્ફેક્શનનું કારણ બની શકે છે
ડેન્ડ્રફ આંખની પાંપણ અને આઇબ્રો ઉપર જમવા લાગે છે. જેને સિબોરહીક ડર્માટાઇટિસ(Seborrheic Dermatitis) કહેવામાં આવે છે. જે મલાસીજિયા(Malassezia) નામના ફંગસના કારણે હોય છે. તેનાથી આંખ લાલ થાય છે, ખંજવાળ અને બળતરા પણ થવા લાગે છે.

ફંગલ ઇન્ફેક્શનથી ચહેરા ઉપર સફેદ ધબ્બા પડે છે
ડેન્ડ્રફ વાળ સાથે-સાથે ચહેરાને પણ ફીક્કો કરી દે છે. મલાસીજિયા ફંગસના કારણે જ થાય છે કેમ કે આ ફંગસ ત્વચાના રંગને ધીમે-ધીમે ઘટાડે છે અને ચહેરા ઉપર ધબ્બા જોવા મળે છે.
આ સમસ્યા થોડાં સમય માટે જ રહે છે. જ્યારે ટ્રીટમેન્ટ પછી ડેન્ડ્રફ દૂર થાય છે ત્યારે સ્કીન કોમ્પ્લેક્શન નોર્મલ થાય છે. ડેન્ડ્રફથી ચહેરા, નાક, કાન અને ભ્રમરો ઉપર એલર્જીનો ભય પણ રહેતો નથી. જોકે, આ સમસ્યા વધે તો આખા શરીર ઉપર ફંગસ અને એલર્જી થઈ શકે છે.

ભારતમાં ડેન્ડ્રફની સમસ્યા સામાન્ય છે, ગ્રાફિક્સ વાંચો

ઓયલી સ્કીન ધરાવતાં લોકોએ સ્કેલ્પ ઉપર તેલ લગાવવું જોઈએ નહીં
ડો. સોની ગુપ્તાના જણાવ્યા પ્રમાણે જેમની ઓયલી સ્કીન છે, તેમણે વાળની જડ ઉપર તેલ લગાવવું જરૂરી નથી. તેલ લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા વધી શકે છે.
જો વાળને ડ્રાય થતાં અટકાવવા છે તો વાળની જડમાં તેલ ન લગાવીને વાળના ઉપરના ભાગમાં તેલ લગાવો. બને તો વાળ ધોવાના 2 કલાક પહેલાં જ તેલ લગાવવું. કંડીશનર પણ વાળની જડમાં નહીં વાળ ઉપર જ લગાવવું.

ડેન્ડ્રફને ઇગ્નોર કરવાથી વધારે વાળ ખરે છે
જો લાંબા સમયથી ડેન્ડ્રફ હોય તો વાળ પણ ખરવા લાગે છે. જોકે, તેનાથી માઇક્રો ઇન્ફેલેમેશન થાય છે. ડેન્ડ્રફ ધીમે-ધીમે વાળને નુકસાન પહોંચાડે છે અને વાળના મૂળને નબળા પાડે છે. ડેન્ડ્રફ થવાથી વાળને ન્યૂટ્રીશન મળી શકતું નથી. ત્યાં જ સ્કેલ્પ ડેન્ડ્રફના લીધે ઢંકાઈ જાય છે જેથી માથાની ત્વચાને હવા મળી શકતી નથી.

જો ડેન્ડ્રફ સાથે ખંજવાળ પણ આવતી હોય તો આવા લોકોએ હેર કલર કરાવવાથી બચવું જોઈએ. કેમ કે કેમિકલ્સથી સ્કેલ્પમાં સેન્સિટિવિટી વધી જાય છે.

જો ડેન્ડ્રફ હોય તો અનેક પ્રકારની સાવધાની જાળવવી જોઈએ. ગ્રાફિક્સ જુઓ

ડ્રાય સ્કીન અને કર્લી હેરના લોકો માટે મુશ્કેલી વધી શકે છે
પારસ હોસ્પિટલ, ગુરુગ્રામની ડર્મેટોલોજિસ્ટ ડો. નિધિ અગ્રવાલે જણાવ્યું કે ડેન્ડ્રફ ડ્રાય સ્કીનના લોકો માટે પણ માથાનો દુખાવો છે. ઠંડીમાં જ્યારે ગરમ પાણીથી વાળ ધોવામાં આવે છે તો સ્કેલ્પ ડ્રાય થઈ જાય છે. તેનાથી સ્કેલ્પનું નેચરલ ઓયલ દૂર થઈ જાય છે અને ડ્રાય ડેન્ડ્રફ વધવા લાગે છે.

આ તકલીફ રફ અને કર્લી વાળના લોકોમાં પણ જોવા મળે છે. જેથી વધારે ગરમ પાણીથી માથું ધોવું જોઈએ નહીં.

ડેન્ડ્રફ હોય તો કાંસકો સ્કેલ્પનો દુશ્મન બની શકે છે
અનેકવાર લોકો ડેન્ડ્રફ દૂર કરવા માટે સ્કેલ્પ ઉપર સતત કાંસકો ફેરવવા લાગે છે. તેનાથી માથાની ચામડીને નુકસાન પહોંચે છે. સ્કેલ્પને નુકસાન પહોંચે છે. વાળની જડ ડેમેજ થાય છે જેનાથી વાળ નબળા થઈને તૂટવા લાગે છે.

જો ડેન્ડ્રફનો સમય રહેતાં ઇલાજ કરવામાં ન આવે તો તે એક્ઝિમા કે સોરાયસિસનું કારણ પણ બની શકે છે.

ડેન્ડ્રફને દૂર કરવા માટે આ ટિપ્સને ફોલો કરો

14-15 વર્ષની ઉંમરથી શરૂ થઈ શકે છે મુશ્કેલી
‘જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ ઇન્વેસ્ટિગેવિટ ડર્માટોલોજી’ પ્રમાણે ડેન્ડ્રફ પ્યૂબર્ટીથી શરૂ થઈ જાય છે જેની અસર સૌથી વધારે 20 વર્ષની ઉંમરમાં જોવા મળે છે.

જો કોઈનું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયું હોય અથવા જે લોકોને હેપેટાઇટિસ-સી કે એચઆઈવી એડ્સ હોય, તેમાં પણ આ સમસ્યા જોવા મળે છે. જે લોકો એચઆઈવીથી પીડિત છે, તેમાંથી 80% લોકોને ડેન્ડ્રફ થાય છે.

ગ્રાફિક્સ દ્વારા જાણો ડેન્ડ્રફમાં કેવા પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરવો

સ્કેલ્પની ઉંમર વધે છે અને વાળ લાંબા થતાં નથી
સ્કેલ્પની ઉંમર શરીરના બાકી ભાગની ત્વચાથી 12 ગણી, જ્યારે ચહેરાથી 6 ગણી વધારે ઝડપી વધે છે. જેને સ્કેલ્પ એજિંગ કહેવામાં આવે છે.
એક નોર્મલ સ્કેલ્પ ઉપર દર મહિને વાળની લંબાઈ 1.25 સેન્ટિમીટર સુધી વધે છે. ત્યાં જ, એજિંગ સ્કેલ્પમાં તે સતત 80% સુધી ઘટીને 0.25 સેન્ટિમીટર રહી જાય છે. સ્કેલ્પની ઉંમર ઝડપથી વધવાના અનેક કારણ છે. જ્યારે સ્કીનમાં કોલેજનની માત્રા ઘટી જાય છે, શરીરમાં લીહનો પ્રવાહ ઘટી જાય, ન્યૂટ્રીશન યોગ્ય મળી શકે નહીં, કિડની કે લિવરની મુશ્કેલી હોય ત્યારે આવું થાય છે.
હેર એક્સપર્ટનું માનવું છે કે જે પ્રકારે સ્કીન કેર ઉપર ધ્યાન આપવામાં આવે છે, ઠીક તેવી જ રીતે હેર કેર માટે સ્કેલ્પ ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

હેર ટ્રીટમેન્ટથી વાળ મજબુત થશે
વાળને સ્વસ્થ, ચમકદાર અને મજબૂત બનાવવા માટે આજકાલ વાળની ​​ઘણી ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

સ્કેલ્પ ફેશિયલઃ
સ્કિનને હેલ્ધી બનાવવા માટે ઘણીવાર આપણે ફેશિયલ કરીએ છીએ, જેથી ચહેરા પરથી ડેડ સ્કિન નીકળી જાય. તેવી જ રીતે, સ્કેલ્પની ડેડ સ્કિનને દૂર કરવા માટે સ્કેલ્પ ફેશિયલ કરવામાં આવે છે. આ શબ્દ ભલે નવો હોય પણ તેને સરળ ભાષામાં સમજાવીએ તો તેનો અર્થ હેર સ્પા થાય છે.

તેલ લગાવવાથી, વાળ બાંધવાથી કે ઘણી વખત ઢાંકીને રાખવાથી વાળમાં પરસેવો આવવા લાગે છે. જેના કારણે સ્કેલ્પ પણ ગંદકી જમા થવા લાગે છે. આ સ્થિતિમાં જો હેર સ્પ્રે અથવા જેલનો ઉપયોગ કરવામાં આવે તો વાળનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. તેનાથી બચવા માટે સ્કેલ્પ ફેશિયલ બેસ્ટ માનવામાં આવે છે.

પ્રી ટ્રીટમેન્ટ સ્કેલ્પ ફેશિયલનું પહેલું સ્ટેપ
ડો.નિધિ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જો સ્કેલ્પમાં ખંજવાળ અને ડેન્ડ્રફ હોય તો, સ્કેલ્પ માસ્ક, તેલ અને સ્ક્રબ જેવા કે પીપરમિન્ટ, ટી ગ્રીન અથવા સાઇટ્રસ બેઝ ઓઈલનો ઉપયોગ કરો.

જો સ્કેલ્પ ઓઈલી હોય તો એવી પ્રોડક્ટ પસંદ કરો જે વાળને ઓઈલી ન બનાવે.

સ્કેલ્પ મસાજ 4-5 મિનિટ માટે કરવું જોઈએ. તેનાથી ત્વચાના કોષો નરમ થશે અને બ્લડ સર્ક્યુલેશન વધશે.

આ પછી શેમ્પૂ કરો .3 મિનિટ સુધી કંડીશનર લગાવ્યા બાદ વાળ ધોઈ લો. આ વાળને હાઇડ્રેટ કરશે. હેર સીરમ વાળ પર ત્યારે જ લગાવવું જોઈએ જ્યારે તે સહેજ ભીના હોય.

સ્કેલ્પ ડિટોક્સ
હેર ડિટોક્સ એટલે શેમ્પુ અને કંડીશનરથી સ્કેલ્પ ગંદકી, ઓઇલ અને તે તમામ ઉત્પાદન (જેલ, ડ્રાય શેમ્પૂ, સ્પ્રે)ને શેમ્પૂ અને કન્ડિશનર વડે દૂર કરવું અને વાળને સ્વસ્થ, ચમકદાર કરવા/ આ માટે બજારમાં ખાસ પ્રકારની ડિટોક્સ પ્રોડક્ટ્સ આવે છે.

આ સિવાય ઘરે બેસીને પણ ડિટોક્સ માસ્ક બનાવવામાં આવે છે
આ માટે બેન્ટોનાઈટ માટી લો. આ માટી જ્વાળામુખીની રાખમાંથી બનાવવામાં આવી છે. તેમાં અડધો કપ એલોસા જેલ અને અડધો કપ એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. તેને વાળના મૂળમાં લગાવો અને 20-30 મિનિટ સુધી વાળને શાવર કેપથી ઢાંકીને રાખો.આ પછી વાળ ધોઈ લો.

હેર બોટોક્સ : જો કે બોટોક્સનો ઉપયોગ ત્વચાની વૃદ્ધત્વને રોકવા માટે કરવામાં આવે છે, પરંતુ હેર બોટોક્સ વાળને ફ્રિઝ ફ્રી અને હેલ્ધી બનાવવા માટે કરવામાં આવે છે. તેને સ્કિન બોટોક્સ જેવા ઈન્જેક્શનની જરૂર નથી.

આ ટ્રીટમેન્ટથી ડેમેજ વાળને રિપેર કરવામાં આવે છે. જેમાં વાળને શેમ્પૂથી ધોયા બાદ તેના પર બોટોક્સ ક્રીમ લગાવવામાં આવે છે.

તેને 50 મિનિટ સુધી રાખ્યા બાદ વાળ ધોવાઇ જાય છે. આ વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે કારણ કે આ થેરાપીમાં વાળની ​​ડીપ કન્ડીશનીંગનો સમાવેશ થાય છે.

ગ્રાફિક્સ દ્વારા જાણો કે દરરોજ કેટલા વાળ વધે છે અને તૂટે છે:

કંડીશનર અને સીરમથી વાળ સ્મૂધ બને છે

શેમ્પૂ કર્યા પછી વાળમાં કન્ડિશનર લગાવવું જરૂરી છે. કંડિશનર હંમેશા વાળની ​​વચ્ચેથી લગાવવું જોઈએ, મૂળમાં નહીં.3-5 મિનિટ પછી વાળને પાણીથી ધોવાના છે.

આ પછી તેમના પર સીરમ લગાવવું જોઈએ. સીરમમાં સિલિકોન હોય છે જે વાળને મુલાયમ, ફ્રિઝ ફ્રી અને ચમકદાર બનાવે છે.આ વાળને ભેજયુક્ત અને હાઇડ્રેટેડ રાખે છે.

વાળને સ્ટાઇલિંગ માટે લગાવો હેર ક્રીમ

જે રીતે સ્કિન માટે તેલ જરૂરી માનવામાં આવે છે તેવી જ રીતે વાળને પણ તેલની જરૂર પડે છે. પરંતુ દરેક વ્યક્તિ પોતાના વાળમાં તેલ લગાવવાનું પસંદ નથી કરતી.આ માટે હેર ક્રીમનો વિકલ્પ છે. તેને સ્ટાઇલ ક્રીમ પણ કહેવામાં આવે છે. તે રફ વાળમાં કુદરતી ચમક લાવે છે અને તેમને મુલાયમ અને ફ્રિઝ ફ્રી બનાવે છે.

ફળથી પણ વાળ હેલ્ધી રહી શકે છે, ગ્રાફિક્સ જુઓ

વાળ કેમ ડેમેજ થાય છે?
કેમિકલ ટ્રીટમેન્ટ, હેર સ્ટાઇલ અને કલર કરવાથીવાળની ​​ગુણવત્તા અને ટેક્સચરને બગાડે છે. બ્લોઅર અને સ્ટ્રેટીંગ મશીનમાંથી ઉચ્ચ ગરમી હોય છે. આ ગરમી વાળને નુકસાન પહોંચાડે છે.

વાળ ધોયા પછી, જો તમે વાળને સૂકવવા માટે તેને ટુવાલથી સતત લૂછી અથવા બ્રશ કરો છો, તો વાળના મૂળ નબળા થવા લાગે છે.

તે જ સમયે ભીના વાળ પર કાંસકો ન કરવો જોઈએ. વધુ પડતો કોમ્બિંગ કરવાથી વાળ પણ તૂટે છે. તેથી દિવસમાં બે વાર કોમ્બિંગ કરવું પૂરતું છે.

ખુલ્લા વાળ સાથે ક્યારેય સૂવું નહીં. જેના કારણે વાળ ખરવા લાગે છે.

હેર પ્રોડક્ટનું માર્કેટ
ભારતમાં હેર કેર પ્રોડક્ટ્સનું માર્કેટ 22 હજાર કરોડનું છે. જે 2024 સુધીમાં 38 હજાર કરોડ થઈ જશે. બજારમાં સૌથી વધુ શેમ્પુ વેચાઈ છે. આ પછી હેર ઓઇલ, હેર કલર જેવી પ્રોડક્ટ્સ આવે છે.