ઈંગ્લેન્ડ:7 વર્ષના ટેણિયાએ આઈટ્યુન પર ગેમ ટોપ અપ્સની ખરીદી કરી, 1.3 લાખ રૂપિયાનાં બિલનું ફરફરિયુ આવતાં પિતાએ કાર વેચવાની ફરજ પડી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અશઝ મુત્ઝા તેના પિતાના આઈફોન પર 'Dragons: Rise of Berk' ગેમ રમી રહ્યો હતો
  • ગેમમાં હારી ન જવાય તેથી વાંરવાર ગેમ ટોપ એપ્સની ખરીદી કરતાં 1.3 લાખ રૂપિયાનું બિલ આવ્યું
  • પિતાએ કંપનીને ફરિયાદ કરતાં 21,300 રૂપિયાનું રિફંડ મળ્યું

પેરેન્ટ્સના મોબાઈલમાં બાળકોને ગેમ્સ રમવાની આદત હોય છે, પરંતુ આ આદતને કારણે જો લાખોના બિલનું ફરફરિયુ આવી જાય તો! ઈંગ્લેન્ડના એક પિતાને કંઈક આવો જ ખરાબ અનુભવ થયો છે. અશઝ મુત્ઝા નામનો 7 વર્ષનો ટેણિયો તેના પિતાના આઈફોનમાં આઈટ્યુન પર ટોપ અપ્સ ગેમ રમી રહ્યો હતો. આ ગેમનું બિલ $1,800 (આશરે 1.3 લાખ રૂપિયા) આવતાં પિતાની આંખો ફાટી ગઈ.

બિલ ચૂકવવા માટે પિતાએ કાર વેચવી પડી
ટેણિયાએ તેના પિતાના ફોન પર માત્ર 1 કલાક જ ગેમ રમી હતી. તે 'Dragons: Rise of Berk' નામની ગેમ રમી રહ્યો હતો. આ ગેમમાં $2.70 to $138 રેન્જના ટોપ અપ અવેલેબલ હતા. ટેણિયાએ તો મસ્તીમાં ગેમ રમી લીધી, પરંતુ તેનાં મસમોટાં બિલનો મેલ તેના પિતાને આવ્યો. આ રકમ એટલી મોટી હતી કે અશઝના પિતાએ ફેમિલી કાર વેચવી પડી.

બિલની ચૂકવણી કરવા માટે અશઝના પિતાએ કાર વેચવી પડી
બિલની ચૂકવણી કરવા માટે અશઝના પિતાએ કાર વેચવી પડી

અનેક વાર બિલના મેલ આવ્યા
અશઝના પિતાને અનેક વાર આ પ્રકારના બિલના મેલ આવ્યા હતા, પરંતુ તેમને લાગ્યું કે આ કોઈ સ્કેમ છે અને તેની અવગણના કરી નાખી. જોકે બિલની બધી અમાઉન્ટ ભરવાને બદલે મોહમ્મદે એપલ કંપનીને ફરિયાદ કરી અને રિફંડની માગણી કરી. ટોટલ અમાઉન્ટમાંથી કંપનીએ $287 (આશરે 21,300 રૂપિયા)નું રિફંડ કર્યું. બાકીના પૈસાની ચૂકવણી માટે મોહમ્મદે તેની ટોયોટા કાર વેચવી પડી.

ગેમ રમીને પિતાનું ખિસ્સું ખાલી કરનાર અશઝ
ગેમ રમીને પિતાનું ખિસ્સું ખાલી કરનાર અશઝ

અશઝના પિતા જણાવે છે કે, મને નહોતો ખ્યાલ કે ગેમ રમીને કોઈ બાળક આટલી મોટી રકમની ખરીદી શકે છે. ગેમ હારી જવાના ડરને કારણે વારંવાર અશઝે 'પર્સેઝ' પર ક્લિક કર્યું. ગેમમાં પર્સેઝ પર કોઈ લિમિટેશન પણ નહોતું. તેથી આટલી મોટી રકમનું બિલ આવ્યું.

અન્ય સમાચારો પણ છે...